હાલોલ ખાતે દિવ્યાંગો માટે રોજગાર ભરતી મેળો અને માર્ગદર્શન શિબિર

હાલોલ ખાતે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ

ગોધરા, શુક્રવાર : પંચમહાલ જિલ્લામાં હાલોલ ખાતે રોજગાર કચેરી દ્વારા  દિવ્યાંગો માટે ખાસ રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલોલ નગરપાલિકા હોલ ખાતે યોજાયેલ આ ભરતી મેળા સમારોહના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે ભરતી મેળાઓ રોજગાર વાંચ્છુઓ અને નોકરીદાતાઓ  માટે સેતુરૂપ બન્યા છે. જેમાં રોજગાર કચેરી સહિત જિલ્લા વહીવટીતંત્રની ભૂમિકા મધ્યસ્થીની રહી છે તેમ જણાવતા જિલ્લા કલેક્ટરે સ્થાનિક ઉમેદવારોની ભરતીને ફરજિયાત ગણાવી હતી તેમજ 100થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીમાં કાયદાનુસાર એક ટકા દિવ્યાંગોને રોજગારી આપવાની ઔદ્યોગિક એકમોની ફરજ બને છે તેમ કહ્યું હતું.

Halola Khate Divyango Mate Rojagara Bharati Melo Ane Margadarsana Sibira 04
267

Get real time updates directly on you device, subscribe now.

પંચમહાલ જિલ્લામાં

Related Posts
1 of 367
Halola Khate Divyango Mate Rojagara Bharati Melo Ane Margadarsana Sibira 01
Halola Khate Divyango Mate Rojagara Bharati Melo Ane Margadarsana Sibira 01

તેમણે જિલ્લાના ઉપસ્થિત ઔદ્યોગિક એકમોના પ્રતિનિધીઓને સામાજિક દાયિત્વ નિભાવવા અને કાયદાકીય પ્રાવધાન યોગ્ય રીતે બજાવવા જણાવ્યું હતું, અને લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારી પૂરી પાડવા વિનંતી કરી હતી. વધુમાં તેમણે ભરતી મેળામાં ઉપસ્થિત દિવ્યાંગોને શુભેચ્છા પાઠવતા રોજગાર અંગેની  સમસ્યા તેમના સુધી પહોંચાડવા વિનંતી કરી હતી.

Also You like to read
1 of 179
Halola Khate Divyango Mate Rojagara Bharati Melo Ane Margadarsana Sibira 02
Halola Khate Divyango Mate Rojagara Bharati Melo Ane Margadarsana Sibira 02

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં રોજગાર ભરતી મેળાને સરકાર દ્વારા કરવામાં આવતો ઉમદા પ્રયાસ ગણાવતા હાલોલ નગરપાલિકા પ્રમુખ શ્રી સુભાષભાઈ પરમારે વિસ્તારના ઔદ્યોગિક એકમોને સ્થાનિકોને લાયકાત મુજબ રોજગારીએ રાખવા વિનંતી કરી હતી તેમજ ઉપસ્થિત ઉમેદવારોને પસંદગી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Halola Khate Divyango Mate Rojagara Bharati Melo Ane Margadarsana Sibira 03
Halola Khate Divyango Mate Rojagara Bharati Melo Ane Margadarsana Sibira 03

જિલ્લા રોજગાર અધિકારી શ્રી એ.એલ. ચૌહાણે જણાવ્યું હતું કે દિવ્યાંગોને કોર્પોરેટ ક્ષેત્ર સહિતના ક્ષેત્રોમાં રોજગારીની સમાન તકો મળે  તે સુનિશ્ચિત કરવા વહીવટીતંત્ર સતત પ્રયાસરત છે. આ ભરતી મેળામાં 15 જેટલા નોકરીદાતાઓ દ્વારા દિવ્યાંગો માટે ઓફિસ વર્ક, ટેક્નીકલ, નોન ટેક્નીકલ, સિક્યુરિટી સહિતની 125 જેટલી જગ્યાઓ માટે 228 જેટલા ઉમેદવારોની લેખિત અને મૌખિક પરીક્ષા  લેવામાં આવી હતી. આ ઉપરાંત પાછલા ભરતી મેળામાં પસંદગી પામેલા 9 જેટલા દિવ્યાંગ ઉમેદવારોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં ઉમેદવારોને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા સમાજ કલ્યાણ, જિલ્લા સમાજ સુરક્ષા,  લીડ ડીસ્ટ્રીક બેંક, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા સ્વરોજગારનું માર્ગદર્શન  તેમજ વિના મૂલ્યે લોન સહાયની જાણકારી પણ  આપવામાં આવી હતી.

Halola Khate Divyango Mate Rojagara Bharati Melo Ane Margadarsana Sibira 04
Halola Khate Divyango Mate Rojagara Bharati Melo Ane Margadarsana Sibira 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More