- Advertisement -

હવાની અનુકૂળતા વગર પતંગ ઉડાડી બતાવે એ જ કાબેલ પતંગબાજ

નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો કરાવ્યો પ્રારંભ

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો અને દેશ વિદેશના નિપુણ પતંગવીરો સાથે પતંગ ઉડાડવાનો આનંદ માણ્યો હતો. ગુજરાત પ્રવાસન નિગમ એ વડોદરા જિલ્લા પ્રશાસન અને વડોદરા મહાનગર પાલિકાના સહયોગ થી યોજેલા આ મહા પતંગ મેળામાં વિશ્વના ૧૬ દેશોના ૫૦ અને દેશના વિવિધ રાજ્યોના ૩૯ તેમજ સ્થાનિક ૮૦ મળીને કુલ ૧૬૯ નીવડેલા પતંગ વીરોએ અવનવા કદ, આકાર અને રંગોના પતંગો ચગાવી નવલખી આકાશને રંગીન બનાવી દીધું હતું. હવાની અનુકૂળતા વગર પતંગ ઉડાડી બતાવે એ જ કાબેલ પતંગબાજ એવી લાગણી વ્યક્ત કરતાં વિધાનસભા અધ્યક્ષ એ જણાવ્યું કે પતંગબાજી જીવનની વિપરીત પરિસ્થિતિઓને સાનુકૂળ બનાવીને જીવનમાં સફળતા મેળવવાની કળા શીખવે છે.

Hava Ni Anukulata Vagara Patanga Udadi Batave E Ja Kabela Pataṅgabaja 04

- Advertisement -

- Advertisement -

183

Get real time updates directly on you device, subscribe now.

હવાની અનુકૂળતા વગર પતંગ ઉડાડી બતાવે એ જ કાબેલ પતંગબાજ : વિધાનસભા અધ્યક્ષ

Hava Ni Anukulata Vagara Patanga Udadi Batave E Ja Kabela Pataṅgabaja 01

Related Posts
1 of 443

તેમણે એક વાર્ષિક પરંપરા બનાવીને પતંગ મહોત્સવના સફળ આયોજન માટે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે મહેમાનોને દર વર્ષે સંસ્કૃતિ નગર વડોદરાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. નાયબ મેયર ડો.જીવરાજ ચૌહાણે સહુને આવકારવાની સાથે પતંગબાજીના ૯૫૦ વર્ષના ઇતહાસની યાદ અપાવી હતી.

Hava Ni Anukulata Vagara Patanga Udadi Batave E Ja Kabela Pataṅgabaja 02

વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે પતંગ કળા એ ગુજરાતની ધરોહર છે. આ પ્રસંગે ધારાસભ્ય સીમાબેન મોહીલે, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, નગરસેવકો, નિવાસી અધિક કલેકટર દિલીપ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાજ સુરક્ષા અધિકારી હેતલ પરમાર અને તેમની ટીમના સંકલન થી ૫૦ જેટલા દિવ્યાંગ અને સમાજ સુરક્ષા સંસ્થાઓના અંતેવાસી બાળકો એ પતંગ મહોત્સવનો આનંદ માણ્યો હતો. (મિશ્રા)

Hava Ni Anukulata Vagara Patanga Udadi Batave E Ja Kabela Pataṅgabaja 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More