હવા પ્રદુષણ વિશે જાગૃત બનીએ એર પોલ્યુશન થતુ અટકાવીએ
પ્રદૂષણ એટલે હાનિકારક પર્યાવરણાત્મક અશુદ્ધિઓ અથવા તેવા પદાર્થોનું બહાર પડવું. સામાન્યપણે માનવીય કાર્યોના પરીણામે થતી પ્રક્રિયાને પ્રદૂષણ તરીકે સંબોધવામાં આવે છે .કોઈપણ માનવીય પ્રવૃતિથી જો પાછળથી નકારાત્મક અસરો ઉદભવવાની હોય તો તે પ્રદૂષણ તરીકે સંબોધવાને પાત્ર છે. હાનિકારક પદાર્થોના વિસર્જન દ્વારા હવામાં થતી અશુદ્ધિઓ એટલે હવા પ્રદૂષણ. હવા પ્રદૂષણથી આરોગ્યની સમસ્યાઓ ઉદભવી શકે છે અને તે પર્યાવરણ અને સાધનસંપત્તિને પણ નુકસાન પહોંચાડી શકે છે.તે વાતાવરણમાંના સંરક્ષક ઓઝોન સ્તરને પાતળું બનાવી રહ્યું છે, જેના પરીણામે હવામાનમાં પરિવર્તન થાય છે. ઉદ્યોગો, વાહનો, પ્રદૂષણમાં વધારો, અને શહેરીકરણ એ હવા પ્રદૂષણ માટે જવાબદાર અમુક મહત્વના પરિબળો છે.

- હવા પ્રદુષણ વિશે જાગૃત બનીએ, એર પોલ્યુશન થતુ અટકાવીએ
- હવાનાં પ્રદુષને ખાળવા અને આંગણાને વૃક્ષાચ્છાદિત બનાવવા વૃક્ષોનું સંવર્ધન કરીએ
Image By : www.health.harvard.edu
વાયુમાં પ્રદુષણએ હવાની ગોઠવણી દ્વરા ઘરની અંદર કે ઘરની બહાર રહેલી કુદરતી હવાને દુષિત કરવું. જેમાં હવામાં રહેલા કણો જે શ્વાસમાં લેવાતી હવાની કુદરતી લાક્ષણીકતામાં ફેરફાર કરે છે. જે સ્વાથ્ય માટે ખુબજ હાનીકારક છે. જે હવામાં પ્રદુષિત કણોનો જેવાકે (PM ૨.૫ અને PM ૧૦), કાર્બન મોનોક્સાઈડ(CO), ઓઝોન(O3), બ્લેક કાર્બન(BC), સલ્ફર ડાયોકસાઈડ અને નાયટ્રોઝન ઓક્સાઈડ (Nox), સમાવેશ થાય છે. હવા પ્રદુષણમાં રહેલા આવા કણો કે જે ઘણીવાર માણસ પોતાની આંખે જોઈ શકતા નથી અને ઘણીવાર જોઈ પણ શકે છે, આવી પ્રદુષિત હવાને એર પોલ્યુશન કહેવામાં આવે છે.

એર પોલ્યુશન(હવા પ્રદુષણ)ના મુખ્ય સ્ત્રોત જોઇએ તો ઘરની બહારના વાયુ પ્રદૂષણો જેવા કે વાહનોના ધુમાડા, ધૂળથી, કચરો બળવાથી, બાંધકામની ધૂળ, ખેતીના પાકના અવશેષો બળવા, ઉદ્યોગોની ચીમનીઓ, અશ્મિભૂત બળતણ, થર્મલ પાવરપ્લાન્ટ, ઈટોના ભઠ્ઠા, ફાટકડાના ધુમાડા વગેરે…ઘરની અંદરના વાયુ પ્રદૂષણો જેવા કે રસોઈ અને ગરમીના હેતુ માટે વાપરતા ચૂલ્હા, સગડી અથવા ફાયર પ્લેસમાં વાપરતા લાકડા, કોલસા, છાણ, કેરોસીન તેમજ મચ્છર કોઈલ, ધૂપ સ્ટીક, સિગારેટ, બીડીના બાળવાથી અને રસાયણોના ઉપયોગમાં લેવાતા સ્પ્રે વગેરે….ગણાય

એર પોલ્યુશન (હવા પ્રદુષણ)થી બચવા લાકડા, ફટાકડા, પાંદડા, ખેતવાડીની વધારાની ચીજ વસ્તુઓ, કચરો જેવી વસ્તુઓ જાહેરમાં બાળવી નહિ. વધારે પડતા વાહનોના ટ્રાફિક તેમજ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં જવાનું ટાળવું. સવારે તેમજ મોડી રાત્રે ઘરથી બહારના ભાગે ચાલવા, દોડવા, કે પછી શારીરિક કસરત ન કરવી. વહેલી સવારે તેમજ મોડી રાત્રે ઘરના બારી-દરવાજા ખુલ્લા રાખવા નહી, હવાઉજાસ માટે બપોરના ૧૨ થી ૪ વાગ્યાનો સમય પસંદ કરવો. જાહેરમાં ધુમ્રપાન તેમજ તમાકુની પ્રોડક્ટનું સેવન કરવું નહિ. ઘરની અંદર રહેવાનું પસંદ કરો અથવા તો બહારની પ્રવૃતિનો સમય વ્યવસ્થિત ગોઠવો. શ્વાસ લેવામાં તકલીફ પડવી, કફ, છાતીમાં પીડા અથવા બળતરા, અખોમાં બળતરા (લાલ અથવા પણી પડવું) આવા ચિન્હો જણાય તો આપના નજીકના ડોકટરનો સંપર્ક તાત્કાલિક કરવો. ફેફસા, શ્વાસ, તેમજ હાર્ટની બીમારીવાળા દર્દીઓએ તેમની દવા સાથે રાખવી જોઈએ. N95 અને N99 માસ્કનો જ ઉપયોગ કરવોજોઈએ કે જે સર્ટિફાઈડ છે, સાદું કે પેપેરવાળું માસ્ક ઈફેસ્ટીવ નથી તેથી તેનો ઉપયોગ ટાળવો જોઈએ. રસોઈ બનાવવા માટે સ્વચ્છ અને ધુમ્રહીન બળતણ(ગેસ તેમજ ઇલેક્ટ્રિક સગડી)નો ઉપયોગ કરવો જોઈએ.તેમ જિલ્લા પંચાયત જૂનાગઢની આરોગ્ય શાખા દ્વારા જણાવાયુ છે. જૂનાગઢ એપેડેમીક મેડીકલ ઓફીસર ડો. ચંદ્રેશ વ્યાસે જણાવ્યુ કે “ચેતતા નર સદા સુખી” અને “પહેલુ સુખ તે જાતે નર્યા” આ ઉક્તિને સાર્થક અને ચરિતાર્થ કરવા પ્રદુષણને અટકાવવુ અને પ્રદુષણથી થતી હાનીઓ વિશે સજાગ બનવુ આવશ્યક છે. (સંકલન- અશ્વિન પટેલ, માહિતી બ્યુરો જૂનાગઢ, અશ્વિન પટેલ)
મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.