- Advertisement -

હેડ પોસ્ટ ઓફિસ ખાતે વિધવા સહાય યોજનાના લાભાર્થીઓના ખાતા ખોલાવવાની કામગીરી હાથ ધરાઈ

પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની ઉજવણી માટે કર્મયોગીઓમાં પણ જોવા મળતો અનેરો ઉત્સાહ

આગામી તારીખ ૨૬મી જાન્યુઆરીએ રાજકોટ ખાતે ૭૧મા પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી થનાર છે. જે અંતર્ગત ગોંડલ ખાતે તારીખ ૨૫મી જાન્યુઆરીના દિવસે મહિલા સંમેલન યોજાશે. જેના ભાગરૂપે ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને એક સાથે લાભ મળે તેવું સુચન જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહન દ્વારા કરવામાં આવેલ છે.

Head Post Office Khate Vidhava Sahaya Yojana Na Labharthi Ona Khata Kholva Ni Kamagiri Hatha Dharai 03

- Advertisement -

- Advertisement -

129

Get real time updates directly on you device, subscribe now.

પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની ઉજવણી માટે કર્મયોગીઓમાં પણ જોવા મળતો અનેરો ઉત્સાહ

રજાના દિવસે પણ હેડ પોસ્ટ ઓફિસ ખાતે વિધવા સહાય યોજનાના લાભાર્થીઓના ખાતા ખોલાવવાની કામગીરી હાથ ધરાઈ

Head Post Office Khate Vidhava Sahaya Yojana Na Labharthi Ona Khata Kholva Ni Kamagiri Hatha Dharai 01
Head Post Office Khate Vidhava Sahaya Yojana Na Labharthi Ona Khata Kholva Ni Kamagiri Hatha Dharai 01

આગામી તારીખ ૨૬મી જાન્યુઆરીએ રાજકોટ ખાતે ૭૧મા પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી થનાર છે. જે અંતર્ગત ગોંડલ ખાતે તારીખ ૨૫મી જાન્યુઆરીના દિવસે મહિલા સંમેલન યોજાશે. જેના ભાગરૂપે ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને એક સાથે લાભ મળે તેવું સુચન જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહન દ્વારા કરવામાં આવેલ છે. રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ સાથે સંકલન કરીને તમામ લાભાર્થીઓના પોસ્ટ ઓફિસનું ખાતું ખુલી જાય અને પાસબુક મળી જાય તે માટેનું સુચારૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

Head Post Office Khate Vidhava Sahaya Yojana Na Labharthi Ona Khata Kholva Ni Kamagiri Hatha Dharai 02
Head Post Office Khate Vidhava Sahaya Yojana Na Labharthi Ona Khata Kholva Ni Kamagiri Hatha Dharai 02
Related Posts
1 of 443

જેથી દરેક લાભાર્થીની મંજૂર થયેલ સહાય એક સાથે જમા થઇ શકે. જે અનુસંધાને આજ રોજ રજાના દિવસે પણ કર્મચારીઓ દ્વારા ઝુંબેશ રૂપે હેડ પોસ્ટ ઓફિસ રાજકોટ ખાતે રાજકોટ જિલ્લામાં મંજૂર થયેલ ૭૦૦૦થી ઉપરના લાભાર્થીઓના ખાતા ખોલવાની કામગીરી કરવામાં આવી રહી છે. વિધવા મહિલાઓને ખાતા ખોલાવવામાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિભાગ સતત કામગીરી કરી રહી છે.

Head Post Office Khate Vidhava Sahaya Yojana Na Labharthi Ona Khata Kholva Ni Kamagiri Hatha Dharai 03
Head Post Office Khate Vidhava Sahaya Yojana Na Labharthi Ona Khata Kholva Ni Kamagiri Hatha Dharai 03

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિવાસી અધિક કલેક્ટરશ્રી પરિમલ પંડ્યા, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ડૉ. જનકસિંહ ગોહિલ, હેડ પોસ્ટ ઓફિસના સિનિયર સુપ્રીટેન્ડન્ટશ્રી એમ.કે.પરમાર, સિનિયર પોસ્ટ માસ્ટર મિરલ ખમાર, ઓફિસ આસિસ્ટન્ટ એ.આર.મિરાણી તેમજ રાજકોટ મહિલા અને બાળ વિભાગના ફિલ્ડ ઓફિસર ભાવેશ પરવાડીયા કાર્યરત છે. (પ્રિયંકા)

Head Post Office Khate Vidhava Sahaya Yojana Na Labharthi Ona Khata Kholva Ni Kamagiri Hatha Dharai 04
Head Post Office Khate Vidhava Sahaya Yojana Na Labharthi Ona Khata Kholva Ni Kamagiri Hatha Dharai 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More