સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે તંદુરસ્ત બાળકો જરૂરી

1,293

Get real time updates directly on you device, subscribe now.

સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે તંદુરસ્ત બાળકો જરૂરી –  શ્રીમતી અંજલીબેન રૂપાણી

Related Posts
1 of 237

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઓરી રૂબેલા રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા શ્રીમતી અંજલીબેન રૂપાણી

૪ લાખ બાળકોને ૧ માસ દરમ્યાન રસીકરણ કરવામાં આવશે

રાજકોટ તા. ૧૬ જુલાઈ. આજથી રાજ્ય વ્યાપી ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણીના હસ્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આત્મીય કોલેજ ખાતે શહેર કક્ષાનો ઓરી રૂબેલા રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો.

Measles-Rubella-06

આ તકે શ્રીમતી રૂપાણીએ જણાવ્યું હતું કે સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે બાળકો તંદુરસ્ત હોવા જરૂરી  છે. ઓરી તેમજ નુરબીબી રોગની અસરને ગંભીરતાપૂર્વક લઈ દરેક માતા તેમના સંતાનોને રસી અપાવે તેમજ આસપાસના બાળકોને પણ રસીકરણમાં જોડે તેવી પ્રાર્થના શ્રીમતી અંજલીબેને કરી હતી.

Also You like to read
1 of 9

Measles-Rubella-05

કાર્યક્રમમાં ઉપસ્થિત વિધાર્થીઓને હિમ્મત આપતાં તેમણે કહ્યું હતું કે, રસી આપતી વખતે કીડી ચટકો ભારે તેટલીજ તકલીફ પડશે માટે કોઈએ ડરવું નહી. તેમજ રસી લેતા બાળકોને બહાદુર બનવાની શીખ શ્રીમતી રુપાણીએ આપી હતી.

Measles-Rubella-04

આ તકે મેયર બીનાબેન આચાર્યએ દેશમાંથી ઓરી-રુબેલાને સંપૂર્ણપણે નાબુદી અભિયાનમાં  રાજકોટવાસીઓ જોડાઈ મદદરૂપ બનવા આહલેક કરી હતી. એક મહિનો સુધી ચાલનાર અભિયાનમાં ૪ લાખ જેટલા બાળકોને રસી આપવામાં આવશે તેમ મેયર બીનાબેને જણાવ્યું હતું.

Measles-Rubella-03

સ્ટે. કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે સ્વાગત પ્રવચન કર્યુ હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યું હતું. જયારે આભારવિધિ આરોગ્ય સમિતિના ચેરમેન જૈમનભાઈ ઠાકરે કરી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ રસીકરણ કાર્યક્રમમાં જોડાયા હતાં. રસીકરણમાં જોડતા દરેક બાળકોને સર્ટીફીકેટ આપવામાં આવ્યું હતું.

Measles-Rubella-02

આ પ્રસંગે ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી નીતિનભાઈ ભારદ્વાજ,  શ્રીમતી ભાનુબેન બાબરિયા, પદાધિકારીઓ સર્વેશ્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, દલસુખભાઈ જાગાણી, અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનીધી પાની, આઈ. એમ. એ. ના પ્રમુખ ડો. હિરેન કોઠારી, આઈ. એ. પી. ના પ્રમુખ ડો. દિનેશ શ્રીમાંનકર, પૂર્વ ડે. મેયર ડો. દર્શીતાબેન, શાહ શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. (gujaratinformation.net)

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More