- Advertisement -

હેંડો હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે પંચમ યુવા ઓલિમ્પિયાડને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી

સમાજ નિર્માણ થકી રાષ્ટ્રનિર્માણના સૂત્રને સાર્થક કરી ગુજરાતના પાટીદારોએ દેશ -દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ યુવાસંઘ-મહિલાસંઘ દ્વારા સમગ્ર ભારતમાં વસતા પાટીદારોમાં રમત-ગમત ક્ષેત્રે પડેલી પ્રતિભાને પિછાણી તેને યોગ્ય પ્લેટફોર્મ દ્વારા પ્રોત્સાહિત કરવાની આગવી પરંપરા “યુવા ઓલિમ્પિયાડ સમાજે શરૂ કરી છે.જેના ભાગરૂપે ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે પંચમ યુવા ઓલિમ્પિયાડને માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુક્યો હતો. આ ત્રિ-દિવસીય યુવા મહોત્સવમાં ભારતભરના રાજ્યમાંથી ૨૧( રીજીયન) પ્રદેશના દસ હજારથી વધુ ખેલાડીઓ પસંદ થયા હતા. પસંદગીના અંતે સાબર સ્ટેડિયમ ખાતે ૨૨૫૦ યુવા ખેલાડીઓ પોતાનું તકદીર રમત-ગમત ક્ષેત્રે અજમાવી રહ્યા છે

Hendo Himatnagar Sabar Stadium Khate Pancama Yuva Olympiad Ne Khullo Mukata Mukhyamantri 01

- Advertisement -

- Advertisement -

125

Get real time updates directly on you device, subscribe now.

હેંડો હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે પંચમ યુવા ઓલિમ્પિયાડને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી

  • સમાજ નિર્માણ થકી રાષ્ટ્રનિર્માણના સૂત્રને સાર્થક કરી ગુજરાતના પાટીદારોએ દેશ -દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
  • વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફીટ ઇન્ડિયાનો નારો આપ્યો તેના સમર્થનમાં કચ્છ કડવા પાટીદારોએ ફીટ પાટીદાર હિટ પાટીદાર ની દોટ આરંભી.
  • “હેંડો હિંમતનગર” સાબર સ્ટેડિયમ ખાતે પંચમ  યુવા ઓલિમ્પિયાડને દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી
  • શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ યુવાસંઘ- મહિલાસંઘ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ખેલ મહાકુંભમાં ભારતભરના ૨૧ રીજીયનના ૨૨૫૦ જેટલા યુવા ખેલાડીઓ ૧૬ જેટલી વિવિધ રમતોમાં પોતાની તકદીર અજમાવી રહ્યા છે.
  • “ખેલે ગુજરાત  જીતે ગુજરાત”ના ખેલ મહાકુંભમાં ૩૯.૫ લાખ ખેલાડીઓએ વિવિધ રમતોમાં રૂ. ૪૦ કરોડના ઇનામો રાજ્ય સરકારે આપ્યા છે.
  • ત્રિરંગા બલૂનમાં જુદા જુદા વૃક્ષોના બીજ ભરી આકાશમાં છોડાયા હરિયાળા વૃક્ષો ઉગાડવાનો નવતર પ્રયોગ કરાયો, સમગ્ર કાર્યક્રમમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો ચુસ્ત અમલ: યુવા હૈયું સાબર સ્ટેડિયમમાં હિલોળે ચડ્યું

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ યુવાસંઘ-મહિલાસંઘ દ્વારા સમગ્ર ભારતમાં વસતા પાટીદારોમાં રમત-ગમત ક્ષેત્રે પડેલી પ્રતિભાને પિછાણી તેને યોગ્ય પ્લેટફોર્મ દ્વારા પ્રોત્સાહિત કરવાની આગવી પરંપરા “યુવા ઓલિમ્પિયાડ સમાજે શરૂ કરી છે.જેના ભાગરૂપે ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે પંચમ યુવા ઓલિમ્પિયાડને માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુક્યો હતો. આ ત્રિ-દિવસીય યુવા મહોત્સવમાં ભારતભરના રાજ્યમાંથી ૨૧( રીજીયન) પ્રદેશના દસ હજારથી વધુ ખેલાડીઓ પસંદ થયા હતા. પસંદગીના અંતે સાબર સ્ટેડિયમ ખાતે ૨૨૫૦ યુવા ખેલાડીઓ પોતાનું તકદીર રમત-ગમત ક્ષેત્રે અજમાવી રહ્યા છે.

”પંચમ”  યુવા ઓલિમ્પિયાડ ને સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, સમાજ નિર્માણથી રાષ્ટ્રનું નિર્માણ કચ્છ કડવા પાટીદારોએ દેશ -દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ યુવા પાંખની પંચમ ઓલિમ્પિયાડ  યોજવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. તેમણે વધુમાં જણાવ્યું કે કચ્છી પાટીદારો ઉદ્યમશીલતાને કારણે દેશ અને દુનિયાના અન્ય પ્રાન્તોમાં જઈને અજાણ્યા મુલકમાં આગવી ઓળખ ઉભી કરી છે. સાથે ખૂબ પ્રગતિ કરી અન્ય સમાજને પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભલે તેઓ અલગ અલગ પ્રાંતમાં હોય પણ કચ્છીઓ નવા વર્ષે માદરે વતનને યાદ કરી ભેગા મળે છે અને એકબીજાને મદદરૂપ થવાની ભાવના વ્યકત કરે છે, બંગાળ કે બેંગ્લોરમાં જનમ્યા હોય તેવી બીજી પેઢીનું જોડાણ થતું નથી, પણ કડવા પાટીદારોએ દુનિયાના ખૂણે વસતા સમાજબાંધવોને જોડીને ગ્રામ્ય-શહેરી સંસ્કૃતિને પારિવારિક ભાવનાથી જોડી છે. જે બિરદાવવા લાયક છે. રાજ્ય સરકારે પણ આ ભાવનાને વધુ સુદ્રઢ કરવાના ભાગરૂપે એન.આર.જી વિભાગની શરૂઆત કરી છે અન્ય પ્રાંત-રાજ્યમાં વસતા ટેલેન્ટેડ યુવાનોને ગુજરાતમાં લાવીને તેમના અનુભવનો લાભ લેવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

Hendo Himatnagar Sabar Stadium Khate Pancama Yuva Olympiad Ne Khullo Mukata Mukhyamantri 01
Hendo Himatnagar Sabar Stadium Khate Pancama Yuva Olympiad Ne Khullo Mukata Mukhyamantri 01

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલો ખેલ મહાકુંભ આજે રંગ લાવ્યો છે અને વડાપ્રધાનશ્રીએ હાલમાં ફીટ ઇન્ડિયાનો નારો આપ્યો છે તેનું સમર્થન કરી કડવા પાટીદારોએ “ફીટ પાટીદાર-હિટ પાટીદાર” અભિયાનનો આરંભ કર્યો છે જે આવકારદાયક છે.  ફિટનેસ માટે યુવાનોએ વ્યાયમ કરવો અનિવાર્ય અને આવશ્યક છે.તેમ જણાવી આપણું ગુજરાત અનેક ક્ષેત્રે અગ્રેસર છે આવનારા દિવસોમાં રમત-ગમત ક્ષેત્રે પણ નંબર વન બની રહે  તેવી મહેનત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા રાજ્યમાં સાબર સ્ટેડિયમ જેવા ૨૦ સંકુલો રાજ્ય સરકારે ઉભા કર્યા છે. ગુજરાતનો યુવાન સવાર-સાંજ રમતના મેદાનમાં રહેશે તો ગુજરાતને  અનેક  ગોલ્ડ મેડલો  કાયમ મળતા રહેશે. રમત-ગમત દ્વારા સંઘ ભાવના -રાષ્ટ્રભાવના જેવા ગુણો આપોઆપ કેળવાશે. તન તંદુરસ્ત તો મન તંદુરસ્ત રહશે ફીટ ઇન્ડીયા હશે તો પડકારોને પણ આસાનીથી ઝીલી શકીશું અને નયા ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપી શકીશું.

Hendo Himatnagar Sabar Stadium Khate Pancama Yuva Olympiad Ne Khullo Mukata Mukhyamantri 02
Hendo Himatnagar Sabar Stadium Khate Pancama Yuva Olympiad Ne Khullo Mukata Mukhyamantri 02
Related Posts
1 of 483

નયા ભારત- નયા ગુજરાતના નિર્માણ માટે આપણે ગરીબી, બેકારી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા આવશ્યક છે. સાથે સાથે કન્યા કેળવણીને ઉત્તેજન, સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવી, કોઇ ભૂખ્યો ન રહે, કોઇ ગરીબ ન રહે તેવા સંકલ્પ સાથે આ સરકાર આગળ વધી રહી છે.આ ગાંધી- સરદાર-મોદી નું ગુજરાત છે તેને ભવ્ય અને દિવ્ય બનાવીએ અને તેની પ્રતિષ્ઠામાં વધારો કરીએ તેવી અપીલ કરી હતી અને યુવા રમતવીરોને સફળતા માટે શુભકામના પાઠવી હતી. સમાજે સરકાર પાસે જે અપેક્ષા રાખી છે. તેમાં  હકારાત્મક રહીને સૌ સાથે મળીને આગળ વધીશું આ સરકાર તમારી છે. તમારી સાથે છે.  સમાજ સુદ્રઢ અને શક્તિશાળી બનશે, તો રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ સારું અને સુંદર બનશે તેવો મને પૂરો વિશ્વાસ છે. ભારત એક યુવાઓનો દેશ છે, ખેલે ગુજરાત જીતે ગુજરાતનાં અભિયાનથી આરંભાયેલા ખેલ મહાકુંભમાં ૩૯.૫ લાખ ખેલાડીઓએ વિવિધ રમતોમાં રૂ. ૪૦ કરોડના ઇનામો રાજ્ય સરકારે આપ્યા છે.

Hendo Himatnagar Sabar Stadium Khate Pancama Yuva Olympiad Ne Khullo Mukata Mukhyamantri 03
Hendo Himatnagar Sabar Stadium Khate Pancama Yuva Olympiad Ne Khullo Mukata Mukhyamantri 03

આ પ્રસંગે મુખ્યમંત્રીએ સમાજ દ્વારા KKP બિઝનેસ માર્ટ એપ્લિકેશનને લોન્ચ કરી હતી અને સ્ટેજ પરથી ૨૦૨૦ ત્રિરંગા બલૂનમાં જુદા જુદા વૃક્ષના બીજ ભરેલા ફુગ્ગાને  આકાશમાં ઉડાડી હરિયાળા ગુજરાતનો નવતર પ્રયોગ કર્યો હતો સમાજ દ્વારા મુખ્યમંત્રીનું કચ્છી પાઘડી, શાલ અને મોમેન્ટો અર્પણ કરી રક્ષા રૂપી સ્નેહગાંઠ બાંધી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખશ્રી અબજીભાઇ કાનાણીએ આ ઓલિમ્પિયાડ થકી સમાજની એકતાની ભાવના વધુ સુદ્રઠ બનશે તેવી આશા વ્યકત કરી સૌ મહેમાનોને આવકાર્યા હતા. જયારે યુવાસંઘના પ્રમુખ શ્રી કિંજલ ધોળુએ સમગ્ર ઓલિમ્પિયાડની રૂપરેખા આપી હતી.

Hendo Himatnagar Sabar Stadium Khate Pancama Yuva Olympiad Ne Khullo Mukata Mukhyamantri 04
Hendo Himatnagar Sabar Stadium Khate Pancama Yuva Olympiad Ne Khullo Mukata Mukhyamantri 04

આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના પ્રભારી અને રમત-ગમત અને સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદશ્રી દિપસિંહ રાઠોડ, ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના પ્રમુખશ્રી હંસરાજભાઇ ધોળું, જિલ્લા અગ્રણી અને જી.યુ.ડી.સી.ના ચેરમેનશ્રી જે.ડી પટેલ, હિંમતનગરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, પ્રાંતિજના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, ઈડરના ધારાસભ્યશ્રી હેતુભાઈ કનોડીયા, સંસ્કારધામ દેશલપરના પ્રમુખશ્રી જેઠાભાઇ ચોપડા, ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખશ્રી મણીભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી સી.જે પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી  રાજેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પોલીસ વડાશ્રી ચૈતન્ય માંડલીક અને કચ્છ કડવા પાટીદાર સમાજના યુવા સંગઠનના હોદ્દેદારો અને રમતવીરો તથા પાટીદાર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More