હર ઘર નલ, હર ઘર જલ યોજના મહિલાઓ માટે આશીર્વાદ રૂપ

હર ઘર નલ, હર ઘર જલ યોજના મહિલાઓ માટે આશીર્વાદરૂપ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૯ના બજેટમાં જાહેર કરેલી યોજના હર ઘર નલ, હર ઘર જલ યોજનાનો લાભ ફતેપુરના અંતરિયાળ ગામ ચીખલીને મળ્યો છે. દાહોદ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીય પેય જળ યોજના સાથે ચીખલી ગામને જોડી તમામ ઘરોને નળ થકી પાણી ઘરના આંગણા સુધી પહોંચાડી દીધું છે. ખાસ કરીને આ યોજના મહિલાઓ માટે આશીર્વાદ બનીને આવી છે. પહેલા માથે બેડા મૂકી પાણી માથે ભટકતી ચીખલીની મહિલાઓ હવે નળની ચકલી ખોલે ને પાણી મળી જાય છે.

Her Ghar Nal, Her Ghar Jal Yojana Is A Blessing For Women 02
349

Get real time updates directly on you device, subscribe now.

હર ઘર નલ, હર ઘર જલ યોજના મહિલાઓ માટે આશીર્વાદરૂપ

Related Posts
1 of 326

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૯ના બજેટમાં જાહેર કરેલી યોજના હર ઘર નલ, હર ઘર જલ યોજનાનો લાભ ફતેપુરના અંતરિયાળ ગામ ચીખલીને મળ્યો છે. દાહોદ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીય પેય જળ યોજના સાથે ચીખલી ગામને જોડી તમામ ઘરોને નળ થકી પાણી ઘરના આંગણા સુધી પહોંચાડી દીધું છે. ખાસ કરીને આ યોજના મહિલાઓ માટે આશીર્વાદ બનીને આવી છે. પહેલા માથે બેડા મૂકી પાણી માથે ભટકતી ચીખલીની મહિલાઓ હવે નળની ચકલી ખોલે ને પાણી મળી જાય છે.

  • ઉનાળામાં પાણી માટે ભટકતી ફતેપુરના
  • ચીખલીની મહિલાઓના ઘર સુધી પહોંચ્યું પાણી
  • અંતરિયાળ એવા ચીખલી ગામના ૧૫૦ ઘરોમાં નળ કનેકશન
  • અપાયા, હવે નળની ચકલી ખોલે ને પાણી આવે છે
Her Ghar Nal, Her Ghar Jal Yojana Is A Blessing For Women 02
Her Ghar Nal, Her Ghar Jal Yojana Is A Blessing For Women 02

ચીખલી ગામ ફતેપુરા તાલુકાનું તાલુકા સ્થળથી ૧૫ કીમી દુર આંતરીયાળ અને છુટી છવાયી વસ્તી  ઘરાવતું ગામ છે. ગામલોકો સામાન્યત: પીવાના પાણી માટે હેંડ પમ્પ તથા કુવા મારફત પાણી મેળવતા હતા. જેમા ચોમાસા તથા શિયાળાની ઋતુમાં સરળતાથી ઘરોની નજીકથી પાણી ઉપલબ્ધ થતું પરંતુ, ઉનાળાની ઋતુ દરમ્યાન હેંડ પમ્પ તથા કુવાના પાણીના તળ નીચા જતા ઘણા લાબા અંતરે નદી તળાવની નજીક આવેલ કુવાઓમાથી પાણી લાવવાની જરૂરીયત ઉપસ્થિત થતી હતી.

Also You like to read
1 of 138

ઘરના સભ્યો અને પશુઓની જરૂરીયાતનુ પાણી પુરુ પાડવા બહેનોને ઘણા લાબા અંતર સુધી ચાલીને જવા પડતું હતું. જેમાં બહેનોનો ઘણો સમય વેડફાતો અને બાળકો તથા ઘરના, ખેતીના કામકાજ પર ધ્યાન આપી શકાતું ન હતુ.

Her Ghar Nal, Her Ghar Jal Yojana Is A Blessing For Women 03
Her Ghar Nal, Her Ghar Jal Yojana Is A Blessing For Women 03

દરમ્યાન ભાણાસિમલ જુથ પાણી પુરવઠા યોજનામાં ગામનો સમાવેશ થયો જેમાં સમ્પ, પાઇપલાઇન  સ્ટેન્ડપોસ્ટની કામગીરી થઇ. જેનાથી ૧૦૦-૧૫૦ મીટરની મર્યાદામાં સ્ટેંડપોસ્ટ મારફત પાણી મળતું થયું પણ તેમા પણ ક્યારેક એકજ સમયે બધા પાણી લેવા એકત્ર થતા લાઇનમાં લાગવું પડતું હતું.

જેના કાયમી નિરાકરણ માટે બધા એકત્ર થયા અને વર્ષ ૨૦૧૭-૧૮માં ગામમાં પાણી સમિતી બનાવી અને ગામના ઘરે-ઘરે પાણી વિતરણ કરવાની યોજના રૂપીયા ૨૪.૮૨ લાખના ખર્ચ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિમાં મંજુર કરવામાં આવી. જેમાં ભાણાસીમલ જુથ પાણી પુરવઠા યોજના આધારીત ૧૫૦ ઘરોને ઘરે-ઘરે નળ કનેકશનથી પાણી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું અને કામો કરતાં ૫રીણામ સ્વરૂ૫ ઘરે ઘરે પાણી મળતું થયુ છે.

Her Ghar Nal, Her Ghar Jal Yojana Is A Blessing For Women 01
Her Ghar Nal, Her Ghar Jal Yojana Is A Blessing For Women 01

હાલ આ ઘરઘર નળ કનેક્શન યોજના થકી ગામની છુટી છવાયી વસ્તી વાળા ૧૫૦ ઘરોને ભાણાસીમલ જુથ યોજના આઘારીત પાણી ઘર આંગણે મળે છે. જેથી હવે બહેનોને દુર દુર પાણી લેવા નથી જવુ પડતુ અને પુરતો સમય બાળકો, ઘર તથા ખીતીના કામકાજમાં આપી શકે છે અને આર્થિક સદ્ધરતા તરફ લઇ જતા માર્ગ મોકળા થયા છે. (ખાસલેખ – દર્શન ત્રિવેદી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More