હિમાલય ભ્રમણ કાર્યક્રમ ૩૧ ઓગસ્ટ-૨૦૧૯ સુધી અરજી કરવી

રાજ્યના યુવક-યુવતીઓ માટે ઉમદા તક હિમાલય ખાતે ઓક્ટોબર માસમાં નિઃશુલ્ક હિમાલય ભ્રમણ કાર્યક્રમ યોજાશે રસ ધરાવતા લોકોએ તા.૩૧મી ઓગસ્ટ-૨૦૧૯ સુધી અરજી કરવી

રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલિમ સંસ્થા, સાધના ભવન માઉન્ટ આબુ દ્વારા સપ્ટેમ્બર-ઓક્ટોબર-૨૦૧૯માં નિ:શુલ્ક હિમાલય ભ્રમણ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ૧૮ થી ૪૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓ અરજી કરી શકશે એમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના કમિશનરશ્રી દ્વારા જણાવાયું છે.

Himalay Bhraman Karyakram 31 August 2019 Sudhi Araji Karavi
497

Get real time updates directly on you device, subscribe now.

રાજ્યના યુવક-યુવતીઓ માટે ઉમદા તક હિમાલય ખાતે ઓક્ટોબર માસમાં નિઃશુલ્ક હિમાલય ભ્રમણ કાર્યક્રમ યોજાશે રસ ધરાવતા લોકોએ તા.૩૧મી ઓગસ્ટ-૨૦૧૯ સુધી અરજી કરવી

Related Posts
1 of 302

રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલિમ સંસ્થા, સાધના ભવન માઉન્ટ આબુ દ્વારા સપ્ટેમ્બર-ઓક્ટોબર-૨૦૧૯માં નિ:શુલ્ક હિમાલય ભ્રમણ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ૧૮ થી ૪૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓ અરજી કરી શકશે એમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના કમિશનરશ્રી દ્વારા જણાવાયું છે.

Image By : alpinerecreation.com
Also You like to read
1 of 116

હિમાલય ભ્રમણ કાર્યક્રમમાં જોડાવવા ઇચ્છતા યુવક-યુવતીઓએ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે. જેમાં પોતાનું પુરું નામ, સરનામું, ટેલિફોન નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત વગેરે દર્શાવવાનું રહેશે. તદ્ઉપરાંત શારીરિક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર, ગુજરાતના વતની હોવાનો દાખલો, વાલીની સંમતી, ચઢાણનો કોચિંગ કોર્ષ કર્યાનું પ્રમાણપત્ર સામેલ હોવું જરૂરી છે. ઉપરાંત માઉન્ટ આબુ/જુનાગઢ ખાતે માનદ્ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવાઓ આપી હોય તો તેની વિગતો દર્શાવવાની રહેશે. સંપૂર્ણ વિગતો સાથેની અરજી તા.૩૧/૦૮/૨૦૧૯ સુધીમાં આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, સાધના ભવન, માઉન્ટ આબુ-૩૦૭૫૦૧ને આર.પી.એ.ડી.થી મોકલી આપવાની રહેશે.

Image By : conqueranycourse.wordpress.com

અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેદવારોની લાયકાત અને ગુણવત્તાના આધારે પસંદગી કરાશે. પસંદગી પામેલ ઉમેદવારોને તેમના વતનથી હિમાલય ખાતેના ભ્રમણ સ્થળ સુધી જવા-આવવાના પ્રવાસ ખર્ચ, ભોજન ખર્ચ તેમજ નિવાસ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક પુરી પાડવામાં આવશે. અન્ય વ્યક્તિગત સાધન સામગ્રીની વ્યવસ્થા ઉમેદવારે જાતે કરવાની રહેશે. પસંદગી પામેલ ઉમેદવારને જાણ કરાશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે. (દિલીપ ગજ્જર /જિતેન્દ્ર રામી)

Image By : https://www.alpineguides.co.nz

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More