- Advertisement -

હિંમતનગર નગરપાલિકા દ્રારા સ્વચ્છતા જાગૃતિ માટે સ્વચ્છતા રથનુ પ્રસ્થાન

લુણાવાડા કોટેજ વિસ્તારમાંથી મળેલી નિરાધાર માનસિક અસ્વસ્થ મહિલાનું સમાજ સેવી સંસ્થામાં પુનઃસ્થાપન કર્યું

સંવેદનશીલ રાજય સરકારની સંવેદના જોવી હોય તો મહીસાગર જિલ્લાની ૧૮૧ મહિલા હેલ્પલાઇન સેવાની કર્મઠ સેવાઓ જુવો જે મહિલાના પરિવારની ભાળ મળી શકી નથી તેવી માનસિક રીતે અસ્થિર મહિલાઓને સુરક્ષિત રીતે મહિલા સ્વૈચ્છિક સંસ્થાઓમાં પુનઃસ્થાપન કરવામાં આવે છે

Himmatanagar Nagarapalika Dwara Svachchhata Jagruti Mate Svachchhata Ratha Nu Prasthan

- Advertisement -

- Advertisement -

88

Get real time updates directly on you device, subscribe now.

હિંમતનગર નગરપાલિકા દ્રારા સ્વચ્છતા જાગૃતિ માટે સ્વચ્છતા રથનુ પ્રસ્થાન

  • ૧૮૧ હેલ્પલાઇન મહીસાગર જિલ્લામાં મહિલા માટે સંકટ સમયની સંજીવની બની
  • લુણાવાડા કોટેજ વિસ્તારમાંથી મળેલી નિરાધાર માનસિક અસ્વસ્થ મહિલાનું સમાજ સેવી સંસ્થામાં પુનઃસ્થાપન કર્યું

સંવેદનશીલ રાજય સરકારની સંવેદના જોવી હોય તો મહીસાગર જિલ્લાની ૧૮૧ મહિલા હેલ્પલાઇન સેવાની કર્મઠ સેવાઓ જુવો જે મહિલાના પરિવારની ભાળ મળી શકી નથી તેવી માનસિક રીતે અસ્થિર મહિલાઓને સુરક્ષિત રીતે મહિલા સ્વૈચ્છિક સંસ્થાઓમાં પુનઃસ્થાપન કરવામાં આવે છે. ઉપરાંત આવી માનસિક અસ્વસ્થ મહિલાઓને સંસ્થાઓ દ્વારા સઘન સારવાર આપીને સ્વસ્થ થતાં તેના પરિવાર સગા-સંબંધીના નામ-સરનામાં મેળવવાની કવાયત પણ હાથ ધરવામાં આવે છે. બીમાર મહિલાઓ હોયતેમજ વિકટ પરિસ્થતિમાં સંકટમાં મહિલા હોય, તમામને સ્થાનિક પોલિસની મદદથી નારી સંરક્ષણ ગૃહ, ચેરિટી સંસ્થાઓ, એન.જી.ઓ.માં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે.આનોંધનીય છે કે મહિલાઓ માટે ૧૮૧ હેલ્પલાઇન અભયમ પૂરવાર થઇ છે.

Related Posts
1 of 443
Himmatanagar Nagarapalika Dwara Svachchhata Jagruti Mate Svachchhata Ratha Nu Prasthan
Himmatanagar Nagarapalika Dwara Svachchhata Jagruti Mate Svachchhata Ratha Nu Prasthan

મહીસાગર જિલ્લામાં ૧૮૧ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર મનીષાબેન મકવાણા,કોન્ટેબલ હંસાબેન તથા પાઇલોટ રમેશભાઇને ફરજ દરમ્યાન જાગૃત નાગરિકનો ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ મળ્યો હતો. જેમાં જણાવેલ કે લુણાવાડાની કોટેજ હોસ્પીટલ વિસ્તારમાં એક બહેન આમ તેમ ફરી રહયાં છે અને અસ્થિર મગજના હોય તેમ જણાય છે. કોલ મળ્યા બાદ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની ટીમ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પહોંચી તે બહેનને શોધી તેમનું કાઉન્સેલીંગ કર્યું હતું પણ માનસિક અસ્વસ્થ જણાંતા બહેન કઇ પણ  જણાવતાં નહોતાં અને તે બહેન તેમના મનમાં જે આવે તે બોલ્યા કરતાં હતા. તેથી તેઓ માનસિક બિમાર હોય તેવું લાગતાં તેમજ તેમનું સરનામું પણ ન જણાવતાં તેમને સુરક્ષિત જગ્યાએ જયાં તેમને તમામ સેવાઓ મળી રહે તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો અને નજીકના પોલીસ સ્ટેશનનું લખાણ મેળવી બાયડ ખાતે આવેલ જય અંબે મંદબુધ્ધિ સમાજ સેવા ટ્રસ્ટમાં તેમની માનસિક સારવાર અને બીજી અન્ય સેવાઓ મળી રહે તે માટે તે બહેનનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે.

આવી જ ઉત્કૃષ્ટ સેવાઓ સાથે ગુજરાતમાં કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અન્ય રાજ્યો કરતા આગવી ખાસીયતો ધરાવતી સમગ્ર દેશની પ્રથમ હેલ્પલાઇન તરીકે ઉભરી આવેલ છે. રાજ્ય સરકારની આ ૧૮૧ અભયમ હેલ્પલાઈનની સેવા ગ્રામ્ય તેમ શહેરી વિસ્તારની જરૂરિયાતમંદ મહિલાઓ માટે સંજીવની સમાનબનીરહીછે.અભયમ  મહિલા સુરક્ષા હેલ્પલાઇને નારી સુરક્ષાના જાગ્રત પહેરેદારની ભૂમિકા બખૂબી અદા કરી છે. આમ, ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ સંકટ સમયની સાંકળ બનીને લાચાર, નિરાધાર તેમજ પીડિત મહિલા માટે સંજીવની સમાન બની રહી છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More