આઇ.આઇ.ટી.ઇ. ખાતે નવનિયુક્ત અધ્યાપકશ્રીઓને નિમણૂંક પત્ર અર્પણ

આઇ.આઇ.ટી.ઇ. ખાતે નવનિયુક્ત અધ્યાપકશ્રીઓને નિમણૂંક પત્ર અર્પણ

ભારતીય શિક્ષક પ્રશિક્ષક સંસ્થાન (IITE) ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના સંકલ્પ સિદ્ધિના આહવાનને ઊજાગર કરવાના હેતુસર રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કુલપતિ શ્રી ડૉ. હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને નવનિયુક્ત ૧૫ અધ્યાપકશ્રીઓને શુભેચ્છા સાથે નિમણૂક પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.

Iite Khate Navaniyukta Adhyapakasrio Ne Nimanunka Patra Arpana 01
265

Get real time updates directly on you device, subscribe now.

  • પોતાની જવાબદારીમાં પ્રમાણિક્તા અને નિષ્ઠાપૂર્વક એક કદમ ચાલીએ એ જ સાચી દેશ સેવા છે : શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
  • આઇ.આઇ.ટી.ઇ. ખાતે નવનિયુક્ત ૧૫ અધ્યાપકશ્રીઓને નિમણૂંક પત્ર અર્પણ
  • નિમણૂંક પામેલ શિક્ષક તરીકેની જવાબદારી નિભાવીને શૈક્ષણિક પદ્ધતિને વધુ સરળ બનાવવા અંગે રીસર્ચ કરવા આહવાન કરતા શિક્ષણ મંત્રીશ્રી
  • I.I.T.E.નાં પુસ્તકાલયની પ્રદર્શની ખુલ્લી મુકી મંત્રીશ્રીએ નવનિર્મિત પ્રાર્થનાસભા ખંડનું ઉદઘાટન અને IITE મેગેઝીનનું વિમોચન કર્યુ
Related Posts
1 of 367
Iite Khate Navaniyukta Adhyapakasrio Ne Nimanunka Patra Arpana 03
Iite Khate Navaniyukta Adhyapakasrio Ne Nimanunka Patra Arpana 03

આ પ્રસંગે નવનિયુક્ત અધ્યાપકશ્રીઓને શુભેચ્છા પાઠવતા શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ટીચર્સ યુનિવર્સિટીનો સૌ પ્રથમ વિચાર રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને આવ્યો હતો. ક્વોલીટી એજ્યુકેશનની સાથે સાથે ટીચર્સ ક્વોલીટીનાં મુખ્ય ધ્યેય સાથે આ સંસ્થાની શરૂઆત કરાઇ છે. IITEનાં કુલપતિ શ્રી ડૉ. હર્ષદ પટેલને અભિનંદન આપતા મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, તેમની ટીમના પ્રયત્નોથી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન સાકાર થતું જોઇ રહ્યો છું.

શ્રી ચુડાસમાએ વધુમાં ઉમેર્યું કે, પોતાની જવાબદારીમાં પ્રમાણિકતા અને નિષ્ઠાપૂર્વક એક કદમ આગળ ચાલીએ એ જ સાચી દેશ સેવા છે. નિષ્ઠાપૂર્વક શિક્ષક તરીકેની જવાબદારી નિભાવીને શૈક્ષણિક પદ્ધતિને વધુ સરળ બનાવવા અંગે રીસર્ચ કરવા મંત્રીશ્રીએ આહવાન કરી નવનિયુક્ત અધ્યાપકશ્રીઓને કહ્યું  હતું કે, તમારી પસંદગી યથાર્થ છે તે તમારે તમારા કૌશલ્યથી સાબિત કરી બતાવવાનું છે.

Also You like to read
1 of 179
Iite Khate Navaniyukta Adhyapakasrio Ne Nimanunka Patra Arpana 02
Iite Khate Navaniyukta Adhyapakasrio Ne Nimanunka Patra Arpana 02

શ્રી ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, કોઇ એક મામલતદાર બે તાલુકા ચલાવી શકે, કોઇ એક તલાટી બેથી વધુ ગામ ચલાવી શકે પરંતુ કોઇ એક શિક્ષક બે વર્ગખંડ ચલાવી શકે નહી, એટલે જ રાજ્ય સરકાર શિક્ષકોની ભરતીમાં ગુણવત્તા સાથે ઝડપનો આગ્રહ રાખે છે. રાજ્યની તમામ યુનિવર્સિટીને નિયત સમયમર્યાદામાં શિક્ષક-અધ્યાપકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવાયું હતું, તેમાં આઇ.આઇ.ટી.ઇ. સૌ પ્રથમ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ પ્રસંગે આઇ.આઇ.ટી.ઇ.ના કુલપતિ શ્રી ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, નિયત સમયમર્યાદા પહેલા ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે તેનો હું ગર્વ અનુભવું છુ. શિક્ષક અને મંત્રીના કોમ્બીનેશન એવા શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના સતત માર્ગદર્શન હેઠળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન એવા ‘‘ક્વોલીટી એજ્યુકેશન-ક્વોલીટી રીસર્ચ’’ને સાકાર કરવાનો અમારો સંપૂર્ણ પ્રયત્ન છે અને આ સ્વપ્નને પૂર્ણ કરવાનો સમગ્ર ટીમનો સંકલ્પ પણ છે.

Iite Khate Navaniyukta Adhyapakasrio Ne Nimanunka Patra Arpana 04
Iite Khate Navaniyukta Adhyapakasrio Ne Nimanunka Patra Arpana 04

આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રીના હસ્તે આઇ.આઇ.ટી.ઇ. મેગેઝીનનું વિમોચન અને નવનિર્મિત પ્રાર્થનાસભા ખંડનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આઇ.આઇ.ટી.ઇ.ના પુસ્તકાલય (શ્રી કીરીટ જોષી પુસ્તકાલય)ની પ્રદર્શની ખુલ્લી મુકી ફીઝીક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરાયેલા ડૉ. વિક્રમ સારાભાઇ સાયન્સ રીસર્ચ થીમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આઇ.આઇ.ટી.ઇ.ના રજીસ્ટ્રાર શ્રી મધુસુદન મકવાણા, સેન્ટર ઓફ એજ્યુકેશનના ડાયરેક્ટર અને ડીન શ્રી કલ્પેશભાઇ પાઠક, આચાર્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, નવનિયુક્ત અધ્યાપકોના પરીવારજનો અને આઇ.આઇ.ટી.ઇ. સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. (વિપુલચૌહાણ/જિતેન્દ્રરામી)

Iite Khate Navaniyukta Adhyapakasrio Ne Nimanunka Patra Arpana 01
Iite Khate Navaniyukta Adhyapakasrio Ne Nimanunka Patra Arpana 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More