- Advertisement -

સંવિધાન દિવસની ૭૦મી વર્ષ ગાંઠ

સંવિધાનની સૌથી મહત્વની એવી ‘મુળભૂત ફરજો’ સંબંધિત જનજાગૃતિ ફેલાવલા રાષ્ટ્રીય ઝૂંબેશ યોજાશે

બંધારણની સ્વીકૃતિ મળ્યાની સ્મૃતિરૂપે દર વર્ષે તા.૨૬મી નવેમ્બરે ઉજવાતા સંવિધાન દિવસની ૭૦મી વર્ષગાંઠ નિમિત્તે આ વર્ષે સંવિધાનની સૌથી મહત્વની બાબત એવી મુળભૂત ફરજો સંબંધિત જનજાગૃતિ ફેલાવવા રાષ્ટ્રીય ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. ભારત સરકારના વિધિ અને ન્યાય મંત્રાલય આ રાષ્ટ્રીય ઝૂબશમાં મધ્યસ્થ મંત્રાલય તરીકે ભારત સરકાર, રાજ્ય સરકારો અને જાહેર તથા ખાનગી સંસ્થાઓના અન્ય મંત્રાલયો / વિભાગો સાથે કામ કરશે.

Indian Constitution Day

- Advertisement -

- Advertisement -

192

Get real time updates directly on you device, subscribe now.

સંવિધાન દિવસની ૭૦મી વર્ષ ગાંઠ

બંધારણની સ્વીકૃતિ મળ્યાની સ્મૃતિરૂપે દર વર્ષે તા.૨૬મી નવેમ્બરે ઉજવાતા સંવિધાન દિવસની ૭૦મી વર્ષગાંઠ નિમિત્તે આ વર્ષે સંવિધાનની સૌથી મહત્વની બાબત એવી મુળભૂત ફરજો સંબંધિત જનજાગૃતિ ફેલાવવા રાષ્ટ્રીય ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. ભારત સરકારના વિધિ અને ન્યાય મંત્રાલય આ રાષ્ટ્રીય ઝૂબશમાં મધ્યસ્થ મંત્રાલય તરીકે ભારત સરકાર, રાજ્ય સરકારો અને જાહેર તથા ખાનગી સંસ્થાઓના અન્ય મંત્રાલયો / વિભાગો સાથે કામ કરશે.

Image By : www.livehindustan.com
Related Posts
1 of 398
  • સંવિધાન દિવસની ૭૦મી વર્ષ ગાંઠ નિમિત્તે
  • સંવિધાનની સૌથી મહત્વની એવી ‘મુળભૂત ફરજો’ સંબંધિત જનજાગૃતિ ફેલાવલા રાષ્ટ્રીય ઝૂંબેશ યોજાશે
  • ૨૬મી નવેમ્બર-૨૦૧૯ થી ૧૪મી એપ્રિલ-૨૦૨૦ સુધી આ ઝૂંબેશ ચાલશે
  • ડૉ.બાબા સાહેબ આંબેડકર અને સંવિધાનનના અન્ય ઘડવૈયાઓના અમુલ્ય યોગદાનને શ્રદ્ધાંજલિ અપર્ણ કરાશે
  • રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા જનજાગૃત કાર્યક્રમોનું આયોજન
Indian Constitution Day
Indian Constitution Day
Also You like to read
1 of 209

તા.૨૬મી નવેમ્બરે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવે છે અને બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર તથા સંવિધાનના અન્ય નિર્માણકર્તાઓના અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે દેશ સંવિધાનની સ્વિકૃતિની ૭૦મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે ભારતીય લોકતંત્રમાં આ અત્યંત મહત્વની ઘટનાને યાદ કરવા માટે સરકાર સંવિધાનની સૌથી મહત્વની બાબત મુળભૂત ફરજોની જાગૃતિ ફેલાવવા રાષ્ટ્રીય ઝૂબેશ શરૂ કરશે. આ ઝૂબેશ તા.૨૬મી નવેમ્બર-૨૦૧૯ થી શરૂ થશે અને તા.૧૪મી એપ્રિલ-૨૦૨૦ એટલે કે ‘સમરસતા દિવસ’ તરીકે ઉજવાતી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી પર ઝૂંબેશનું સમાપન કરવામાં આવશે.

Image By : jagranjosh.com

ભારત સરકાર દ્વારા સૂચિત કરવામાં આવેલી આ ઝૂબેશને અસરકારક બનાવવા રાજ્ય સરકારના  વિવિધ વિભાગો દ્વારા કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના વિભાગ દ્વારા નગરપાલિકા-નગર નિગમો દ્વારા નાગરિકોની મુળભૂત ફરજો, નાગરિક કર્તવ્ય અંગે બેઠકો કરવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તાલુકા અને ગ્રામ કક્ષાએ પ્રતિજ્ઞા તથા અવેરનેસ વોક-રન યોજવામાં આવશે.

Image By : ndtvimg.com

શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય/જિલ્લા કક્ષાની ચર્ચા તથા નિબંધ સ્પર્ધા અન સાંસ્કૃતિક કાર્યક્રમો, પત્રીકા વિતરણ શાળા-કોલેજોમાં ખાસ સભામાં બધારણના આમુખનું વાંચન, ચિત્ર સ્પર્ધા, પ્રશ્નાવલી, સ્કીટ, વાર્તાલાપ અને મુળભૂત ફરજો પર સેમિનારો યોજાશે. કાયદા વિભાગ દ્વારા બાર કાઉન્સીલ્સ, બાર એસોસીએશન, કાનુની સહાય કન્દ્રો અને સત્તા મંડળો મારફતે લોકજાગૃતિ અભિયાનો યોજાશે. પ્રવાસન વિભાગ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે પંચતીર્થના કોઇપણ સ્થળોએ પ્રવાસના કાર્યક્રમો સહિત વિવિધ વિભાગો દ્વારા ઝૂબેશ સંલગ્ન જનજાગૃતિ આયોજનો તૈયાર કરી દેવામાં આવ્યા છે. (વિપુલચૌહાણ/જિતન્દ્રરામી)

Image By : india.com

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More