- Advertisement -

ઇન્ડોનેશીયાના એમ્બેસેડર : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબજ પ્રભાવશાળી સ્મારક

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબજ પ્રભાવશાળી સ્મારક છે - ઇન્ડોનેશીયાના એમ્બેસેડરશ્રી SIDHARTO REZA SURYODIPURO    

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલાકાતથી અત્યંત પ્રભાવિત થયેલા ઇન્ડોનેશીયાના ભારત ખાતેના એમ્બેસેડરશ્રી SIDHARTO REZA SURYODIPURO એમ્બેસેડરના ધર્મપત્નિ શ્રીમતી DEWI RATNA SURYODIPURO સહિતના પ્રતિનિધિ મંડળે સરદાર સરોવર ડેમની પણ લીધેલી મૂલાકાતઃ SOU ખાતેના વિવિધ આકર્ષણોની પણ મેળવેલી જાણકારીઃ અદભૂત ઇજનેરી વિકાસ યાત્રા સાથે જોડાયેલા સહુને પાઠવ્યાં અભિનંદન

Indonesia Ambassador Statue Of Unity Khubaja Prabhavshali Smarako 02

- Advertisement -

- Advertisement -

572

Get real time updates directly on you device, subscribe now.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબજ પ્રભાવશાળી સ્મારક છે – ઇન્ડોનેશીયાના એમ્બેસેડરશ્રી SIDHARTO REZA SURYODIPURO    

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલાકાતથી અત્યંત પ્રભાવિત થયેલા ઇન્ડોનેશીયાના ભારત ખાતેના એમ્બેસેડરશ્રી SIDHARTO REZA SURYODIPURO એમ્બેસેડરના ધર્મપત્નિ શ્રીમતી DEWI RATNA SURYODIPURO સહિતના પ્રતિનિધિ મંડળે સરદાર સરોવર ડેમની પણ લીધેલી મૂલાકાતઃ SOU ખાતેના વિવિધ આકર્ષણોની પણ મેળવેલી જાણકારી : અદભૂત ઇજનેરી વિકાસ યાત્રા સાથે જોડાયેલા સહુને પાઠવ્યાં અભિનંદન

ઇન્ડોનેશીયાના ભારત ખાતેના એમ્બેસેડરશ્રી SIDHARTO REZA SURYODIPURO એ તેમની ગુજરાતની મૂલાકાત દરમિયાન આજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલાકાત લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં તકનીકી ઇજનેરી અંગે જાણકારી મેળવી અત્યંત પ્રભાવિત થયા હતાં. આ મૂલાકાતમાં તેમના ધર્મપત્નિ શ્રીમતી DEWI RATNA SURYODIPURO સહિત ઉપરાંત શ્રી NOVIANDRI WIBOWO તથા શ્રી LKHSAN સ્ટાફ સાથેનું પ્રતિનિધિ મંડળ પણ જોડાયું હતું.

Related Posts
1 of 401
Indonesia Ambassador Statue Of Unity Khubaja Prabhavshali Smarako 01
Indonesia Ambassador Statue Of Unity Khubaja Prabhavshali Smarako 01
Also You like to read
1 of 211

ઇન્ડોનેશીયાના એમ્બેસેડરશ્રી SIDHARTO REZA SURYODIPURO એ તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મૂલાકાત દરમિયાન  સૌ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોના પરિસરમાંથી પ્રતિમા નિહાળી ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેની સાથોસાથ  ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી નર્મદા ડેમ તેમજ વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક-રમણીય સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ તેઓશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી અને સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ રસપૂર્વક નિહાળી હતી.

ઇન્ડોનેશીયાના એમ્બેસેડરશ્રી SIDHARTO REZA SURYODIPURO એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલાકાતના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબજ પ્રભાવશાળી સ્મારક છે. હું અને મારૂ પ્રતિનિધિ મંડળ એ નિહાળીને ખૂબજ પ્રભાવિત થયા છે. કેવડીયામાં ખૂબ મોટા પ્રોજેકટસ ચાલી રહયાં છે. અદભૂત ઇજનેરી વિકાસ જોવા મળે છે. આ વિકાસ યાત્રા સાથે જોડાયેલા સહુને અભિનંદન પાઠવું છું.

Indonesia Ambassador Statue Of Unity Khubaja Prabhavshali Smarako 02
Indonesia Ambassador Statue Of Unity Khubaja Prabhavshali Smarako 02

તેઓશ્રીએ સરદાર સરોવર નર્મદા ડેમની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે નર્મદા ડેમને લગતી તમામ પ્રકારની તકનીકી વિગતો ઉપરાંત ભુગર્ભ જળવિદ્યુત મથક તેમજ કેનાલ હેડ પાવર હાઉસ ધ્વારા કરાતાં વીજ ઉત્પાદન અને તેના વિતરણની કાર્યપધ્ધતિ તેમજ નર્મદા ડેમથી લાભાન્વીત રાજયો વચ્ચે પાણીના જથ્થાની વહેંચણી અંગેની પણ રસપૂર્વક જાણકારી મેળવી હતી.

આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના શ્રી વૈભવ પાઠકે ઇન્ડોનેશીયાના એમ્બેસેડરશ્રી SIDHARTO REZA SURYODIPURO ને સ્મૃતિચિન્હરૂપે કોફી ટેબલ બુક એનાયત કરી હતી. ઇન્ડોનેશીયાના એમ્બેસેડરશ્રી SIDHARTO REZA SURYODIPURO ની આ મુલાકાત દરમિયાન ઇન્ડેક્ષ-બી ના એકઝીકયુટીવ આસિસ્ટન્ટશ્રી કૈલાશ હિરાણી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના શ્રી વૈભવ પાઠક, જિલ્લા ઉધોગ કેન્દ્રના શ્રી જયપ્રકાશ રાઠવા વગેરે ઉપસ્થિત રહયાં હતાં.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More