ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલ સેન્ટ્રલ સોલ્ટ તથા વિજ્ઞાનભારતીના સંયુક્ત ઉપક્રમે યોજાશે

Īnṭaranēśanala sāyansa phēsṭīvala sēnṭrala sōlṭa tathā vijñānabhāratīnā sanyukta upakramē yōjāśē

આગામી તા. ૨૨ના ભાવનગર સ્થિત સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ અને વિજ્ઞાનભારતી, ગુજરાત પ્રકરણના સંયુક્ત ઉપક્રમે ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ માટે વિજ્ઞાન વિસ્તરણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ એક આઉટરીચ પ્રવૃત્તિ છે કે જે ભારત સરકારની વિવિધ વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ શહેરોમાં હાથ ધરવામાં આવે છે. આ મુખ્ય પર્વની આ વર્ષની થીમ “રાઈઝન ઈન્ડિયા” છે જેનો હેતુ સંશોધન, નવીનતા અને સશક્તિકરણ રાષ્ટ્ર નિર્માણ કરવાનો છે.

Science Festival 02
285

Get real time updates directly on you device, subscribe now.

સેન્ટ્રલ સોલ્ટ તથા વિજ્ઞાનભારતીના સંયુક્ત ઉપક્રમે ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલ યોજાશે

આગામી તા. ૨૨ના ભાવનગર સ્થિત સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ અને વિજ્ઞાનભારતી, ગુજરાત પ્રકરણના સંયુક્ત ઉપક્રમે ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ માટે વિજ્ઞાન વિસ્તરણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ એક આઉટરીચ પ્રવૃત્તિ છે કે જે ભારત સરકારની વિવિધ વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ શહેરોમાં હાથ ધરવામાં આવે છે. આ મુખ્ય પર્વની આ વર્ષની થીમ “રાઈઝન ઈન્ડિયા” છે જેનો હેતુ સંશોધન, નવીનતા અને સશક્તિકરણ રાષ્ટ્ર નિર્માણ કરવાનો છે.

Science Festival
Science Festival
Also You like to read
1 of 171
Related Posts
1 of 359

IISF-૨૦૧૯ એ તકનીકી ક્ષેત્રે ભારતની સિધ્ધિઓને ઉજવણી માટે વિદ્યાર્થીઓ, સંશોધનકારો, ઈનોવેટર્સ, કલાકારો અને સામાન્ય લોકોને એક સાથે લાવવાનું દેશનું સૌથી મોટું એક પ્લેટફોર્મ છે. આ પ્રોગ્રામ એ યુવા પેઢીને સાયન્સ ક્ષેત્રે પ્રોત્સાહન આપવાનો અને વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે કામ કરતા લોકો તથા ભાગીદારોના સમુદાયને પ્રોત્સાહન આપવા માટેનો છે. આ કાર્યક્રમ સવારે ૧૦:૦૦ કલાકે શરૂ થશે અને ૨:૩૦ કલાક સુધી ચાલશે. આ કર્યક્રમમાં સમગ્ર રાજ્યની વિવિધ શાળાઓ અને કોલેજોમાંથી ૪૦૦ થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લેશે. કાર્યક્રમની શરૂઆત સંસ્થાના નિર્દેશક તથા આ કાર્યક્રમના મુખ્ય વિશેષ અતિથિના ઔપચારિક સ્વાગત દ્વારા થશે. ઉપરાંત, સેન્ટ્રલ સોલ્ટના વિવિધ વિભાગોમાં સોલ્ટ એન્ડ મરીન કેમીકલ વિભાગના વૈજ્ઞાનિક શ્રી બિપીન વ્યાસ મીઠાનાં વિવિધ પાસાઓની રસપ્રદ અને રોચક માહિતી આપશે. ઉપરાંત, વિદ્યાર્થીઓ સેન્ટ્રલ સોલ્ટમાં ચાલી રહેલી વિવિધ વૈજ્ઞાનિક સંશોધનો તથા પ્રયોગશાળાની મુલાકાત લેશે. સાથે સાથે વૈજ્ઞાનિકો તથા રિસર્ચ સ્કોલરો સાથે વાર્તાલાપ કરશે. પોતાના સંશોધન વિશેની માહિતી વિવિધ વિભગો પોતાની તકનીકી દ્વારા પ્રાયોગિક પ્રદર્શન પણ બતાવશે. આ કાર્યક્રમમાં એક વિજ્ઞાનને લગતી પ્રશ્નોતરી સ્પર્ધા પણ યોજવામાં આવશે. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને કલકત્તામાં યોજાનાર આઈ.આઈ.એસ.એફ. ૨૦૧૯ માં ભાગ લેવાનો મોકો મળશે.

Science Festival 02
Science Festival 02

આ વર્ષે CSIR-CSMCRI ની ટેક્નોલોજી ને પ્રતિષ્ઠિત “CSIR-ટેક્નોલોજી એવોર્ડ-૨૦૧૯ મળ્યો છે. નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય મંત્રી ડો. હર્શવર્ધનની ઉપસ્થિતિમાં આ એવોર્ડ CSIR-CSMCRI ટીમને પ્રાપ્ત થયેલ છે. આ ઉપરાંત, સંસ્થાને ગુજરાત ઈનોવેશન સોસાયટી, અમદાવાદ દ્વારા “હકર્યુલસ એવોર્ડ ૨૦૧૯”આપવામાં આવ્યો હતો. તદ્દઉપરાંત,  “IGCW-૨૦૧૯ એવોર્ડ”  મીનીસ્ટ્રી ઓફ કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ એન્ડ ફર્ટીલાઈઝર્સ તથા ગ્રીન કેમીસ્ટ્રી ફાઉન્ડેશન તરફથી મુંબઈ ખાતે CSIR-CSMCRI ટીમને આપવામાં આવ્યો. (વિરેન્દ્રસિંહ પરમાર)

Science Festival 01
Science Festival 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More