વાત્રક નદી ઉપર ચેકડેમ બનાવવા ગ્રામજનોની રજૂઆત

કલેક્ટરશ્રીના હસ્‍તે  લાભાર્થીઓને વિધવા સહાયના હુકમોનું વિતરણ

આ રાત્રિ સભામાં ગ્રામજનોએ વાત્રક નદી ઉપર ચેકડેમ બનાવવા, સ્‍ટ્રીટ લાઇટ, રસ્‍તા, તેમજ ફીટ ઇન્‍ડિયા મુવામેન્‍ટ અંતર્ગત ગામમાં જીમ સેન્‍ટર ઉભુ કરવાની રજૂઆતો કરી હતી. કલેકટરશ્રી સુધીર પટેલે ગ્રામજનોના પ્રશ્‍નો સાંભળી તેનો હકારાત્‍મક ઉકેલ કરવા સ્‍થળ પર જ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. કલેક્ટરશ્રીના હસ્‍તે વિધવા સહાયના ૪૦ – લાભાર્થીઓને મંજૂરીના હૂકમોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

Introduction Of Villagers To Build Checkdam On Vatrak River 01
284

Get real time updates directly on you device, subscribe now.

વાત્રક નદી ઉપર ચેકડેમ બનાવવા ગ્રામજનોની રજૂઆત

Related Posts
1 of 323

નડિયાદ-શુક્રવારઃ- ગ્રામજનોના પ્રશ્‍નો સાંભળી તેનો હકારાત્‍મક ઉકેલ કરવાની નવતર પહેલના ભાગરૂપે કલેકટરશ્રી સુધીર પટેલની ઉપસ્‍થિતિમાં કપડવંજ તાલુકાના વાઘજીપુર ગામે રાત્રિ સભા યોજાઇ હતી.

  • કપડવંજ તાલુકાના વાઘજીપુરમા કલેકટરશ્રી સુધીર પટેલની ઉપસ્‍થિતિમાં રાત્રિ સભા યોજાઇ
  • કલેક્ટરશ્રીના હસ્‍તે  લાભાર્થીઓને વિધવા સહાયના હુકમોનું વિતરણ

આ રાત્રિ સભામાં ગ્રામજનોએ વાત્રક નદી ઉપર ચેકડેમ બનાવવા, સ્‍ટ્રીટ લાઇટ, રસ્‍તા, તેમજ ફીટ ઇન્‍ડિયા મુવામેન્‍ટ અંતર્ગત ગામમાં જીમ સેન્‍ટર ઉભુ કરવાની રજૂઆતો કરી હતી. કલેકટરશ્રી સુધીર પટેલે ગ્રામજનોના પ્રશ્‍નો સાંભળી તેનો હકારાત્‍મક ઉકેલ કરવા સ્‍થળ પર જ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. કલેક્ટરશ્રીના હસ્‍તે વિધવા સહાયના ૪૦ – લાભાર્થીઓને મંજૂરીના હૂકમોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

Also You like to read
1 of 135
Introduction Of Villagers To Build Checkdam On Vatrak River 01
Introduction Of Villagers To Build Checkdam On Vatrak River 01

ગ્રામજનોની પાયાની સુવિધાઓની મુખ્‍ય માંગણીઓ વહેલી તકે ઉકેલાશે તેમ જણાવતા  જિલ્‍લા કલેકટરશ્રી સુધીર પટેલે કેન્‍દ્ર સરકારની બી.પી.એલ લાભાર્થીઓ માટેની ઉજજવલા યોજના, આયુષ્‍યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના, પ્રધાનમંત્રી સિંચાઇ યોજનાનો લાભ લેવા અનુરોધ કરી ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓનો મહત્‍તમ લાભ લઇ તેનો સકારાત્‍મક ઉપયોગ કરવા જણાવ્‍યું હતું.

Introduction Of Villagers To Build Checkdam On Vatrak River 02
Introduction Of Villagers To Build Checkdam On Vatrak River 02

વિવિધ વિભાગના અધિકારીઓએ કેન્દ્ર/રાજય સરકારની વિવિધ પ્રજાકલ્‍યાણલક્ષી યોજનાઓની વિસ્‍તૃત જાણકારી આપી તેનો મહત્તમ લાભ લેવા ગ્રામજનોને જણાવ્‍યું હતું. આ રાત્રિ સભામાં પ્રાન્‍ત અધિકારી ભાર્ગવ પટેલ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સરપંચશ્રી નરેન્‍દ્રસિંહ ઝાલા, તાલુકા પંચાયત સદસ્‍ય નવનીતસિંહ ચૌહાણ તેમજ વિવિધ કચેરીઓના અધિકારીઓ પદાધિકારીઓ અને મહિલાઓ સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.

Introduction Of Villagers To Build Checkdam On Vatrak River 03
Introduction Of Villagers To Build Checkdam On Vatrak River 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More