- Advertisement -

શું તમારો બાળક પણ માયોપિયા નો શિકાર તો નથી ને?

- Advertisement -

- Advertisement -

22,130

Get real time updates directly on you device, subscribe now.

શું તમારો બાળક પણ માયોપિયા નો શિકાર તો નથી ને?

Myopia 03

થોડા સમય પહેલાં જ થયેલા એક રિસર્ચમા જાણવા મળ્યું કે એજ્યુકેશન સિસ્ટમમાં આઉટડોર એક્ટિવીટી ઓછી થવાને લીધે બાળકો માયોપિયા ના શિકાર થઈ જાય છે. હકીકતમાં આ એક એવા પ્રકારની બીમારી છે જેમાં તમને દૂર ની વસ્તુઓ ધૂંધળી દેખાય છે, તેને ટૂંકી નજર જેવા નામથી પણ ઓળખવામાં આવે છે.

Related Posts
1 of 401

Myopia 01

Also You like to read
1 of 85

આ રિસર્ચ માટે ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના લગભગ 60 હજારથી વધુ સ્ત્રી અને પુરુષોનો જેનેટિક ડેટા જોવામાં આવ્યો. જેનાથી જાણવા મળ્યું કે ઘણા બધા લોકોનેસ્કૂલ થી નીકળ્યા બાદ જ માયોપિયાના ફેક્ટર સામે આવવા લાગે છે. જાણકારોના જણાવ્યા અનુસાર, તેનું એક કારણ નેચરલ લાઇટ ની કમી પણ છે, એવું માનવામાં આવ્યું કે જે બાળકો ખુલ્લા મેદાનમાં રમવામાં સમય વ્યતીત કરે છે તેઓને આ બીમારી થવાના ચાન્સીસ ઓછા રહે છે. જોકે હમણાં જ થોડા સમય પહેલા થયેલ બીજી એક રિસર્ચ મુજબ, અઠવાડિયામાં 11 કલાક તડકામાં બહાર ફરવું, બીજી અન્ય એક્ટિવિટી કરતા રહેવાથી આ બીમારી પર અંકુશ લગાવી શકાય છે.

Myopia 02

આ જ કારણથી દુનિયાભરમાં બાળકોને ખુલ્લા મેદાનમાં વધુ સમય વિતાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. એવું પણ એક અનુમાન છે કે વર્ષ ૨૦૫૦ સુધી લગભગ ૫ અરબ લોકો એટલે કે વિશ્વની અડધી જનસંખ્યા આ બીમારીથી થઈ શકે છે. જેમાંથી દસ ટકા લોકો સંપૂર્ણપણે અંધાપાનો શિકાર બની શકે છે. ત્યાં જ ઘણા બધા એશિયન દેશો જેવા કે સિંગાપુર, અને ચીનમાં બાળકો પર એજ્યુકેશન સિસ્ટમનો ઘણો પ્રેશર રહે છે, જેમાં પ્રી-સ્કુલ લેવલથી જ બાળકો પર હોમ વર્ક નું ઘણું બધુ પ્રેસર સામેલ છે.

Myopia

આ જ કારણથી 90 ટકા બાળકો સ્કૂલથી નીકળ્યા બાદ જ આ બીમારીના શિકાર થતાં જોવા મળ્યા છે. આ વિશે વધુ એક રિસર્ચ જણાવે છે કે, તેનું ઝડપથી વધવાનું એક કારણ પ્રાકૃતિક હોવાની સાથે જ મુખ્ય રૂપથી ખરાબ જીવનશૈલી છે. એવામાં આજકાલ મોટેરાઓ થી લઈને બાળકો સુધી મોબાઈલ, લેપટોપવગેરે જેવા ગેજેટ્સ પર દરરોજના છ થી આઠ કલાક જેવો સમય વિતાવે છે. તેના કારણે ખૂબ જ નાની ઉંમરથી બાળકોમા આ બીમારીના લક્ષણો જોવા મળી રહ્યાં છે. એટલા માટે જ જ્યારે બીજી વાર બાળક જ્યારે પરેશાન કરતો હોય ત્યારે તેને મોબાઈલ આપવાની પહેલા એકવાર જરૂરથી વિચારજો, કે કદાચ તમારો બાળક પણ માયોપિયાનો શિકાર ન થઈ જાય.

Myopia 04

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More