- Advertisement -

આઇટીઆઇમાં ભરતી મેળો યુવાનોને નોકરીની તક

આઇટીઆઇમાં યોજાયેલા ભરતી મેળામાં ૨૩૨ યુવાનોને નોકરીની તક મળી

અહીંની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે દાહોદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા યોજવામાં આવેલા તાલુકા કક્ષાના ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરમાં ૨૩૨ યુવાનોને વિવિધ કંપનીમાં રોજગારની તક સાંપડી છે. ઔદ્યોગિક ભરતી મેળામાં પસંદગી પામેલા યુવાનોને રૂ. ૧૨થી ૧૫ હજારના માસિક પગારની નોકરી ઓફર થઇ છે.

Iti Ma Bharati Melo Yuva No Ne Nokari Ni Taka 03

- Advertisement -

- Advertisement -

458

Get real time updates directly on you device, subscribe now.

આઇટીઆઇમાં ભરતી મેળો યુવાનોને નોકરીની તક

અહીંની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે દાહોદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા યોજવામાં આવેલા તાલુકા કક્ષાના ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરમાં ૨૩૨ યુવાનોને વિવિધ કંપનીમાં રોજગારની તક સાંપડી છે. ઔદ્યોગિક ભરતી મેળામાં પસંદગી પામેલા યુવાનોને રૂ. ૧૨થી ૧૫ હજારના માસિક પગારની નોકરી ઓફર થઇ છે.

  • આઇટીઆઇમાં યોજાયેલા ભરતી મેળામાં ૨૩૨ યુવાનોને નોકરીની તક મળી
  • દાહોદ જિલ્લા રોજગાર કચેરીના ઔદ્યોગિક ભરતી મેળામાં પસંદગી પામેલા યુવાનોને રૂ. ૧૨થી ૧૫ હજારના માસિક પગારની ઓફર થઇ
Related Posts
1 of 398

ભરતી મેળાના પ્રારંભે દાહોદ આઇટીઆઇના આચાર્ય શ્રી કૌશિક કણઝારિયાએ કહ્યું કે, કારકીર્દિની શરૂઆત પ્રથમ પગથિયાથી જ થાય છે અને સફળતા માટે સંઘર્ષ અનિવાર્ય છે. જે પગારની ઓફર થાય તે સ્વીકારી લઇ પોતાની કારકીર્દિની શરૂઆત કરવી જોઇએ. જો યુવાન પોતાના વતનમાં જ કામ કરવાની મમત મૂકે તો તે કોઇ પણ સ્થળે સ્થાયી થઇ સારી કમાણી કરી શકે છે.

Iti Ma Bharati Melo Yuva No Ne Nokari Ni Taka 01
Iti Ma Bharati Melo Yuva No Ne Nokari Ni Taka 01
Also You like to read
1 of 209

તેમણે એમ પણ કહ્યું કે, અભ્યાસકાળ દરમિયાન યુવાનો પોતાના ઘરે રહેતા હોય છે. ઘરમાં તમામ પ્રકારની સુખ સવલત હોય છે. પણ, જ્યારે નોકરીની શરૂઆતમાં યુવાનને આવી સવલત મળતી નથી. ઘરથી દૂર રહેવું પડે છે. એટલે તેનાથી વિચલિત થયા વિના જ નોકરી કરવી જોઇએ. તો જ સફળતા મળે છે.

Iti Ma Bharati Melo Yuva No Ne Nokari Ni Taka 02
Iti Ma Bharati Melo Yuva No Ne Nokari Ni Taka 02

આ ઔદ્યોગિક ભરતી મેળામાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા કુલ ત્રણ હજાર યુવાનોને ભાગ લેવા જણાવવામાં આવ્યું હતું. જે પૈકી ૩૬૫ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરતી મેળામાં ઉપસ્થિત ૬ નોકરીદાતા કંપનીના પ્રતિનિધિઓએ આ યુવાનોના ઇન્ટરવ્યુ કર્યા હતા. તેમાંથી ૨૩૨ યુવાનોની પસંદગી કરી નોકરીની ઓફર કરવામાં આવી હતી.

Iti Ma Bharati Melo Yuva No Ne Nokari Ni Taka 03
Iti Ma Bharati Melo Yuva No Ne Nokari Ni Taka 03

દાહોદ જિલ્લા માહિતી કચેરી દ્વારા ભરતી મેળામાં ઉપયોગી સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના શ્રી વસૈયા દ્વારા સ્વરોજગાર માટે લોનસહાય અંગેની વિવિધ સરકારી યોજનાની માહિતી યુવાનોને આપવામાં આવી હતી. ઔદ્યોગિક ભરતી મેળાને સફળ બનાવવા માટે શ્રી ધર્મેશ એમ. ચૌહાણ, શ્રી શૈલેષ એન. મેડા, સુશ્રી હિરલ એમ. સેલોટે જહેમત ઉઠાવી હતી. (દર્શન)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More