- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા નવાનગર નેચર કલબનું સન્માન

જામનગર મહાનગરપાલિકા દ્વારા નવાનગર નેચર કલબનું સન્માન

જામનગર તા.૧૬ ઓગષ્ટ, ૭૩માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણની પ્રશંસનીય કામગીરી બદલ નવાનગર નેચર કલબનું જામનગર મહાનગરપાલિકા દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. નવાનગર નેચર કલબ પર્યાવરણ સંરક્ષણની વિવિધ પ્રવૃત્તિઓ માટે ખુબજ જાણીતી છે.

Jamnagar Municipal Corporation Dvara Navnagar Nature Club Nu Sanman

- Advertisement -

- Advertisement -

560

Get real time updates directly on you device, subscribe now.

જામનગર મહાનગરપાલિકા દ્વારા નવાનગર નેચર કલબનું સન્માન

જામનગર તા.૧૬ ઓગષ્ટ, ૭૩માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણની પ્રશંસનીય કામગીરી બદલ નવાનગર નેચર કલબનું જામનગર મહાનગરપાલિકા દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. નવાનગર નેચર કલબ પર્યાવરણ સંરક્ષણની વિવિધ પ્રવૃત્તિઓ માટે ખુબજ જાણીતી છે. આ સંસ્થા દ્વારા વૃક્ષારોપણ, વૃક્ષ પ્રદર્શન,ફ્લાવર શો,કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડન વર્કશોપ અને વૃક્ષ પરિચય શિબિર,પક્ષી બચાવો અંતર્ગત ચકલીઓના માળા તથા કુંડાનું વીતરણ,વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી સ્પર્ધા અને પ્રદર્શન તથા વર્ષાદી પાણીના સંગ્રહ માટે જળ સંચય અભિયાન અંતર્ગત કુંવા તથા બોર રિચાર્જ પદ્ધતિનુ નિર્દેશન તથા સ્કૂલ કોલેજોમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ અભિયાન, પ્રદુષણ અટકાવવા સાઇકલ રેલી અને ગ્રીન વોક તથા નેચર એન્ડ એડવેન્ચર કેમ્પનું આયોજન કરવામાં આવે છે તદ્ઉપરાંત બાળકોમાં પ્રકૃતિ પ્રેમ કેળવાઈ તે માટે પ્રકૃતિ ચિત્ર સ્પર્ધા તેમજ રંગોળી સ્પર્ધા જેવા અનેક વિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. અત્રે નોંધનીય કે આ વર્ષે 5જૂન2019થી લઈ ને અત્યાર સુધી ૧૭૦૦ જેટલા વૃક્ષોનું સફળતા પૂર્વક વાવેતર કરેલ છે. ગણેશ વિસર્જન પછીના દિવસોમાં આ સંસ્થા દ્વારા છેલ્લા ૬ વર્ષથી બાલાચડી દરિયા કિનારે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે છે અને બે વર્ષથી ગુજરાતનું સૌથી મોટુ સ્વચ્છતા અભિયાન તરીકે નોંધ લેવામાં આવી છે. સંસ્થાની પ્રવૃત્તિઓની નોંધ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને વન મંત્રી એ પણ લીધી છે.

Also You like to read
1 of 212
Jamnagar Municipal Corporation Dvara Navnagar Nature Club Nu Sanman
Jamnagar Municipal Corporation Dvara Navnagar Nature Club Nu Sanman
Related Posts
1 of 401

જામનગર રણજીત નગર ખાતે જામનગર મહાનગરપાલિકા દ્વારા 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મેયર શ્રી હસમુખભાઈ જેઠવા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી સુભાષભાઈ જોશી,ડે. મેયર કરસન કરમુર,પુર્વ મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, કમિશ્નરશ્રી સતીષ પટેલ,શહેર ભા.જ.પ પ્રમુખશ્રી હસમુખભાઈ હિંડોચા તેમજ અન્ય રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતમાં નવાનગર નેચર કલબના હોદેદારો પ્રમુખશ્રી વિજેન્દ્રસિંહ(વિજયસિંહ)જાડેજા,સંસ્થા ખજાનચી શ્રીધર્મેશભાઈ અજા,પ્રવિણસિંહ જાડેજા તથા સંસ્થાના મહિલા સભ્ય અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શ્રીમતી હર્ષાબા પી.જાડેજાને શિલ્ડ તેમજ પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે આવનાર દિવસોમા શહેરને હરિયાળું અને સ્વચ્છ બનાવવા માટે શહેરની બુદ્ધિજીવી પર્યાવરણ પ્રેમી મહિલાઓને સાથે જોડી આ સંસ્થા વધુમાં વધુ કામગીરી કરશે તેવી સંસ્થાના સભ્ય શ્રીમતી હર્ષાબા પી.જાડેજા તથા પ્રમુખ શ્રી વિજેન્દ્રસિંહ (વિજયસિંહ)જાડેજા ખાતરી આપી હતી અને સન્માન કરવા બદલ જામનગર મહાનગરપાલિકાનો આભાર પ્રકટ કર્યો હતો.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More