- Advertisement -

જામનગર તાલુકાના મોટી બાણુંગાર ખાતેથી પોષણ અભિયાનનો પ્રારંભ

સ્વસ્થ અને સશક્ત ભારત નિર્માણના મહાયજ્ઞમાં  પ્રજાજનોને સંવેદનશિલતા સાથે જોડાવા ચેરમેનશ્રી મુળુભાઇ બેરાનો અનુરોધ

સહી પોષણ-દેશ રોશનના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને સુપોષિત કરવાની વ્યૂહ રચના ઘડવામાં આવી છે, જેનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ દાહોદ ખાતેથી કરાવ્યો છે, એમ ગુજરાત ગ્રામગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરા જણાવ્યું હતું.

Jamnagar Taluka Na Moti Banugar Khate Thi Poshan Abhiyaan No Prarambha 04

- Advertisement -

- Advertisement -

62

Get real time updates directly on you device, subscribe now.

જામનગર તાલુકાના મોટી બાણુંગાર ખાતેથી પોષણ અભિયાનનો પ્રારંભ

સહી પોષણ-દેશ રોશનના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને સુપોષિત કરવાની વ્યૂહ રચના ઘડવામાં આવી છે, જેનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ દાહોદ ખાતેથી કરાવ્યો છે, એમ ગુજરાત ગ્રામગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરા જણાવ્યું હતું.

  • સ્વસ્થ અને સશક્ત ભારત નિર્માણના મહાયજ્ઞમાં  પ્રજાજનોને સંવેદનશિલતા સાથે જોડાવા ચેરમેનશ્રી મુળુભાઇ બેરાનો અનુરોધ
  • જામનગર તાલુકાના મોટી બાણુંગાર ખાતેથી પોષણ અભિયાનનો પ્રારંભ કરાવતા ગુજરાત ગ્રામગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરા

જામનગર તાલુકાના મોટી બાણુંગાર ખાતે યોજાયેલા ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨નો શુભારંભ કરાવતા ચેરમેનશ્રીએ આંગણવાડીની સેવાઓમાં ગુજરાત દેશભરમાં મોખરે છે તેમ જણાવી, આ કાર્યક્રમની લક્ષ્યસિદ્ધિ માટે પોષણ ત્રિવેણીની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક બની રહેશે તેમ જણાવ્યું હતું. સામાજિક જનચેતના સાથે એક બાળક-એક પાલકની ભૂમિકા આપતા ચેરમેનશ્રીએ “મુખ્યમંત્રી સુપોષિત ગુજરાત નિધિ”, મોનિટરિંગ અને રીવ્યુ કમિટિઓના ગઠન સાથે સમગ્ર કાર્યક્રમનું મુખ્યમંત્રીશ્રીના ડેશબોર્ડ દ્વારા પણ સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે તેમ જણાવ્યું હતું.

Jamnagar Taluka Na Moti Banugar Khate Thi Poshan Abhiyaan No Prarambha 04
Jamnagar Taluka Na Moti Banugar Khate Thi Poshan Abhiyaan No Prarambha 04

સ્વસ્થ અને સશક્ત ભારત નિર્માણના આ મહાયજ્ઞમાં સૌ પ્રજાજનોને સંવેદનશિલતા સાથે જોડાવા પણ ચેરમેનશ્રીએ અનુરોધ કર્યો હતો. સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે સંવેદનશીલ રાજ્ય સરકારે હાથ ધરેલા ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો સહિત જામનગર મહાનગરપાલિકા વિસ્તાર મળી કુલ ૨૯ જેટલા કાર્યક્રમોનું આયોજન કરાયું છે તેમ, પ્રોગ્રામ ઓફીસરશ્રી આરતીબેન દવેએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું.

Jamnagar Taluka Na Moti Banugar Khate Thi Poshan Abhiyaan No Prarambha 03
Jamnagar Taluka Na Moti Banugar Khate Thi Poshan Abhiyaan No Prarambha 03
Related Posts
1 of 483

ત્રણ દિવસીય આ કાર્યક્રમોમાં ચેરમેનશ્રી, ધારાસભ્યશ્રી અને પ્રભારી સચિવશ્રી સહિત ૧૨ જેટલા ઉચ્ચ અધિકારીઓ, અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે, તેમ જણાવી પ્રોગ્રામ ઓફિસરશ્રીએ આંગણવાડીના માધ્યમથી પુરી પડાતી સેવાઓની જાણકારી આપી, પાલક વાલી યોજનાની પણ જાણકારી આપી હતી. દરમિયાન પાલક વાલી, સ્વસ્થ બાળક, સ્વસ્થ કિશોરી, શ્રેષ્ઠ વાનગી બનાવનારી આંગણવાડી વિગેરેનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.

Jamnagar Taluka Na Moti Banugar Khate Thi Poshan Abhiyaan No Prarambha 02
Jamnagar Taluka Na Moti Banugar Khate Thi Poshan Abhiyaan No Prarambha 02

ચેરમેનશ્રીએ બાલ શક્તિ, પૂર્ણા શક્તિ અને માતૃ શક્તિના પેકેટનું વિતરણ કર્યુ હતુ તેમજ નાના ભુલકાઓને અન્નપ્રાસન પણ કરાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, મોટી બાણુંગાર માધ્યમિક શાળા ખાતે યોજાયેલા ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ના શુભારંભ કાર્યક્રમમાં ચેરમેનશ્રી સહિત જિલ્લા પંચાયત ખીમરાણાના સભ્યશ્રી રસિકભાઇ કોડીનારીયા, સ્થાનિક સરપંચશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડોડીયાતાલુકા વિકાસ અધિકારીશ્રી મેરજા અન્ય આગેવાનો અને ગ્રામજનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Jamnagar Taluka Na Moti Banugar Khate Thi Poshan Abhiyaan No Prarambha 01
Jamnagar Taluka Na Moti Banugar Khate Thi Poshan Abhiyaan No Prarambha 01

આંગણવાડી કાર્યકરોએ પોષણ આરતી રજૂ કરી, સ્વસ્થ ગુજરાતના સંદેશને ગુંજતો કર્યો હતો. આંગણવાડીના કર્મયોગીઓ દ્વારા અહીં પોષણ અદાલત નાટક રજુ કરી, અનોખી જનચેતના જગાવી હતી. મહાનુભાવોએ દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. અંતે મહાનુભાવો સહિત પ્રજાજનોએ તંદુરસ્ત ભારત નિર્માણ માટેના શપથ પણ ગ્રહણ કર્યા હતા. ચેરમેનશ્રી સહિતના મહાનુભાવોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા આંગણવાડીની મુલાકાત પણ લીધી હતી. (દિવ્યા ત્રિવેદી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More