જિલ્લા કક્ષાનો સેક્ટર સ્પેસિફિક રોજગાર એપ્રેન્ટીસ ભરતી મેળો

વન આદિજાતિ વિકાસ મંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સેક્ટર સ્પેસિફિક રોજગાર-એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો

સુરત,શુક્રવાર: યુવાધનને યોગ્ય રોજગાર મળે અને ઔદ્યોગિક એકમોને જરૂરિયાત મુજબના કુશળ માનવબળ મળે તે આશયથી સુરત ખાતે વન આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સેક્ટર સ્પેસિફિક રોજગાર-એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો. ભરતી મેળામાં મંત્રીશ્રીના હસ્તે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અન્વયે યુવાનોને એપ્રેન્ટીસ નિમણૂંકપત્રો અને સન્માનપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

Jilla Kaksa No Sektar No Specific Rojagar Eprentis Bharati Melo 04
625

Get real time updates directly on you device, subscribe now.

જિલ્લા કક્ષાનો સેક્ટર સ્પેસિફિક રોજગાર એપ્રેન્ટીસ ભરતી મેળો

Related Posts
1 of 326

સુરત,શુક્રવાર: યુવાધનને યોગ્ય રોજગાર મળે અને ઔદ્યોગિક એકમોને જરૂરિયાત મુજબના કુશળ માનવબળ મળે તે આશયથી સુરત ખાતે વન આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સેક્ટર સ્પેસિફિક રોજગાર-એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો. ભરતી મેળામાં મંત્રીશ્રીના હસ્તે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અન્વયે યુવાનોને એપ્રેન્ટીસ નિમણૂંકપત્રો અને સન્માનપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

  • વન આદિજાતિ વિકાસ મંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સેક્ટર સ્પેસિફિક રોજગાર-એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો
  • દેશભરમાં એપ્રેન્ટિસ યોજના શરૂ કરી રાજ્યના યુવાનોને રોજગારી આપનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય: ગણપતસિંહ વસાવા
  • ભરતી મેળામાં ૩૧ કંપનીઓ અને ૧૩૦૦ રોજગારવાંચ્છું ઉમેદવારોએ ભાગ લીધો
  • વિદ્યાર્થીઓને રોજગાર અને તાલીમલક્ષી યોજનાઓથી માહિતગાર કરવા ‘પ્રેરણાત્મક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
Jilla Kaksa No Sektar No Specific Rojagar Eprentis Bharati Melo 01
Jilla Kaksa No Sektar No Specific Rojagar Eprentis Bharati Melo 01

રોજગાર અને તાલીમની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ રોજગાર નિયામકની કચેરી,સુરત, મોડલ કેરિયર સેન્ટર(સુરત), નર્મદ યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર, માંડવી નગર રોજગાર કચેરી, માંડવી/સુરત આઈ.ટી.આઈ. તથા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે “કારકિર્દી આયોજન સપ્તાહ-૨૦૧૯” ની ઉજવણીના ભાગરૂપે કતારગામના કાંસાનગર ગુરૂકુળ કુમારશાળા ખાતે આયોજિત ભરતી મેળામાં ૩૧ જેટલી ઔદ્યોગિક સંસ્થાઓ અને ૧૩૦૦ રોજગારવાંચ્છું ઉમેદવારોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, દેશભરમાં એપ્રેન્ટિસ યોજના શરૂ કરી રાજ્યના યુવાનોને રોજગારી આપનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય છે. દેશના ગ્રોથ એન્જિન સમાન યુવાનોનું કૌશલ્યવર્ધન કરી રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં ૩૦૦૦ રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળા યોજી કુલ ૧૧ લાખ ૪૨ હજાર યુવાનોને રોજગારીનો અવસર આપી પગભર કર્યા છે. વિદ્યાર્થીઓમાં શાળા-કોલેજના શિક્ષણ દરમિયાન જ રોજગાર ક્ષમતા વિકસે તે માટે કૌશલ્ય વિકાસ અને કોર્પોરેટ જગતની જરૂરિયાત મુજબના સ્કીલ ડેવલપમેન્ટ માટે સરકાર સતત પ્રયાસરત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વિઝનના કારણે નવું જોમ, નવી વિચારધારા અને ઉર્જાના અપાર ભંડાર સમા દેશના યુવાનોને તાલીમબદ્ધ કરી યોગ્ય દિશાદર્શન આપવામાં આવતાં આજે યુવાનો દેશના વિકાસ અને રાષ્ટ્રનિર્માણમાં ભાગીદાર બની રહ્યા હોવાનું જણાવી ઉપસ્થિત યુવાનોને મંત્રીશ્રીએ ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી

Also You like to read
1 of 58
Jilla Kaksa No Sektar No Specific Rojagar Eprentis Bharati Melo 02
Jilla Kaksa No Sektar No Specific Rojagar Eprentis Bharati Melo 02

સ્વાગત પ્રવચન કરતાં નાયબ નિયામક (રોજગાર)શ્રી મુકેશભાઈ વસાવાએ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓ માટે ઘણી જ તકો હોવાનું જણાવી ભરતીમેળામાં ભાગ લેનાર ૫૬ ટકા યુવાનો આર્મીમાં ભરતી થઇ દેશસેવા કરવા માટે ઉત્સુક હોવાનું કહ્યું હતું. મદદનીશ રોજગાર નિયામકની કચેરી,સુરત દ્વારા વિદ્યાર્થીઓને રોજગારલક્ષી પ્લેટફોર્મ આપવા માટે આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે ઉપસ્થિત યુવાનોને સર્વિસ સેક્ટરમાં રહેલી રોજગારીની તકો ઝડપી લેવાનો અને કોઈ પણ ક્ષેત્રની કાર્યપદ્ધતિમાં ઢળી જવાનો અનુરોધ કર્યો હતો.

Jilla Kaksa No Sektar No Specific Rojagar Eprentis Bharati Melo 03
Jilla Kaksa No Sektar No Specific Rojagar Eprentis Bharati Melo 03

આ વેળાએ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડો.એચ.એચ.રાજ્યગુરૂની ઉપસ્થિતિમાં વિવિધ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ જેવી કે, સ્ટાફ સિલેકશન(એસ.એસ.સી.),યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી. માટે તલસ્પર્શી માર્ગદર્શન, સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર અને તાલીમલક્ષી યોજનાઓની માહિતી વિદ્યાર્થીઓને મળી રહે તે માટે ‘પ્રેરણાત્મક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર’ પણ યોજાયો હતો. કાર્યક્રમમાં શિક્ષકો-પ્રાધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓ સુધી તમામ રોજગારલક્ષી ઉપયોગી જાણકારી પહોંચી શકે તે માટે નિષ્ણાંત વક્તાઓએ જ્ઞાનવર્ધક જાણકારી પીરસી હતી.

 આ પ્રસંગે ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રાણા, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડો.એચ.એચ. રાજ્યગુરૂ, ભારત સેવાશ્રમ સંઘના સંચાલક સ્વામીશ્રી અંબરીષાનંદજી, નાયબ નિયામક(તાલીમ) શ્રીમતી દક્ષાબેન જોષી, રોજગાર અધિકારી પારૂલબેન પટેલ, બિપીનભાઈ માંગુકિયા સહિત મોટી સંખ્યામાં નોકરીદાતા એકમો તેમજ રોજગારવાંચ્છુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

Jilla Kaksa No Sektar No Specific Rojagar Eprentis Bharati Melo 04
Jilla Kaksa No Sektar No Specific Rojagar Eprentis Bharati Melo 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More