જિલ્લામાં ડેન્ગ્યુ નો ઉપદ્રવ અટકાવવા જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ

જિલ્લામાં વિવિધ ટીમો દ્વારા ડેન્ગ્યુના કેસ અટકાવવા કામગીરી હાથ ઘરાઇ

આણંદ-ગુરૂવાર – આ વર્ષે વરસાદ  આણંદ જિલ્લામાં દર વર્ષની સરખામણીમાં વધારે વરસાદ થયેલ છે. અનુકુળ વાતાવરણ, વરસાદ પડવાની પધ્ધતિને ધ્યાને લઇને મચ્છરની ઉત્પત્તિમાં ડેન્ગ્યુ વધારો જોવા મળેલ છે. આ કારણે વાહક જન્ય રોગોમાં પણ ગુજરાતના અન્ય જિલ્લાની જેમ આણંદ જિલ્લામાં કેસોમાં વધારો જોવા મળેલ છે.

Jilla Ma Dengyu No Upadrava Atakavava Jilla Arogya Tantra Sajja 03
276

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 367
Jilla Ma Dengyu No Upadrava Atakavava Jilla Arogya Tantra Sajja 01
Jilla Ma Dengyu No Upadrava Atakavava Jilla Arogya Tantra Sajja 01

જિલ્લામાં ડેન્ગ્યુ ના કેસોમાં વધારો ન થાય તેમજ નાગરિકોને સ્વસ્થ વાતાવરણ મળી રહે તે માટે  જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા છેલ્લા ૨ અઠવાડિયા આણંદ કલેક્ટરશ્રી , જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા ગાંધીનગરના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે સંકલન કરીને સ્પેશિયલ સર્વેલન્સ યોજીને ઝુંબેશના ભાગ રૂપે વાહક જન્ય રોગ અટકાયત કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

Also You like to read
1 of 178

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કુલ ૧૬૬૩ ટીમો બનાવવામાં આવી છે. જેઓએ સમગ્ર આણંદ જિલ્લામાં કુલ ૨૬૬૮૮૪ ઘરોમાં સર્વે કરીને ૭૨૬૩૪૬ પાત્રોની  સ્થળ તપાસ  હાથ ઘરી હતી.  જેમાંથી ૯૦૩૭ ઘરોમાં પોરા મળી આવ્યા હતા. તેના ભાગરૂપે કુલ ૮૨૦૮ ઘરોમાં  ફોંગીગ ની કામગીરી હાથ ઘરીને ડેન્ગ્યુ મચ્છરનો ઉપદ્રવ અટકાવવામાં આવ્યો હતો. ડેન્ગ્યુ મચ્છર જો સગર્ભા માતાઓને કરડે તો માતા તેમજ ગર્ભમાં રહેલ બાળકને ખૂબ જ જોખમ ઉભુ થતુ હોય છે જેના અગમચેતીના ભાગરૂપે ૯૫૦ જોખમી સગર્ભા માતાઓને મચ્છરદાની નું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

Jilla Ma Dengyu No Upadrava Atakavava Jilla Arogya Tantra Sajja 02
Jilla Ma Dengyu No Upadrava Atakavava Jilla Arogya Tantra Sajja 02

આણંદ જિલ્લામાં વિવિધ મચ્છર ઉત્પતિ સ્થળોએ આણંદ સાસંદસભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ તેમજ અન્ય અધિકારી તેમજ પદાધિકારીઓ દ્વારા ગપ્પી ફીશ મુકવામાં આવેલ હતી. આણંદ જિલ્લાના નાગરિકો તેમજ ગ્રામજનોમાં ડેન્ગ્યુ રોગ તેમજ તેનાથી બચવાના ઉપાયો વિશેની જાગૃતતા લાવવા માટે ૧૦૦૦૦૦ પત્રિકાઓનું વિતરણ તેમજ ૩૯ હોર્ડિંગ્સ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી છે.

Jilla Ma Dengyu No Upadrava Atakavava Jilla Arogya Tantra Sajja 03
Jilla Ma Dengyu No Upadrava Atakavava Jilla Arogya Tantra Sajja 03

આણંદ જિલ્લામાં કુલ ૩૫ ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. તેમજ જાહેર થયેલ પ્રત્યેક પોઝીટીવ ડેન્ગ્યુ કેસ તેમજ શંકાસ્પદ ડેન્ગ્યુ કેસની આજુબાજુ તાત્કાલિક જે તે વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લોકોમાં જનજાગ્રુતિ આવે તે માટે પણ જનસમુદાયમાં આરોગ્ય શિક્ષણ પુરૂ પાડવામાં આવી રહ્યુ છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More