- Advertisement -

જૂનાગઢ જિલ્લાના ત્રણ શિક્ષકોનું મહાનુભાવો દ્વારા બહુમાન કરવામાં આવ્યું

જૂનાગઢમાં મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન સમારોહ યોજાયો

જૂનાગઢ,તા.૫ આજરોજ શિક્ષક દિન નિમિત્તે ગુજરાત સરકાર શ્રી અને જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જૂનાગઢ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન સમારોહ પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

Junagadh Jilla Na Tran Siksakonu Mahanubhavo Dvara Bahuman Karavama Avyu 03

- Advertisement -

- Advertisement -

491

Get real time updates directly on you device, subscribe now.

દેશભરમાં પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રનિર્માણના ઘડવૈયા ગણાતા શિક્ષકોને આજે તેમની પ્રસંશનીય કામગીરી માટે બિરદાવવામાં આવતા હોય છે. ત્યારે આજરોજ જૂનાગઢના સ્વામિનારાયણ ગુરુકુલ જ્ઞાનબાગ ઇન્ટરનેશનલસ્કૂલમાં મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લાના ત્રણ શ્રેષ્ઠ શિક્ષકોનું   સાલ, સ્મૃતિપત્ર, અને ચેક આપી સાથે બહુમાન કરવામાં આવ્યું હતું.

Junagadh Jilla Na Tran Siksakonu Mahanubhavo Dvara Bahuman Karavama Avyu 02
Junagadh Jilla Na Tran Siksakonu Mahanubhavo Dvara Bahuman Karavama Avyu 02

મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે દેશનું વર્તમાન અને ભવિષ્ય શિક્ષકોના હાથમાં હોય છે. શિક્ષણ એ એક માહિતી છે જે એક ગોઠવેલ માળખા મુજબ કામ કરે છે તેને શિક્ષક કહે છે, પરંતુ ગુરુ બનવા માટે શિક્ષણની સાથોસાથ ભવિષ્ય માટેઅને જીવનઉપયોગી માર્ગદર્શન આપી સાચા અર્થમાં પથદર્શક બનવું જોઈએ.  શિક્ષણથી પણ કંઈક વિશેષ આપ આપવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો. તેમને પોતાના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે મને આજે પણ મારા શિક્ષકોએ આપેલી શીખ ,પાઠ યાદ છે.

આ તકે સદગુરુ પુરાણી શ્રીજ્ઞાનસ્વરૂપદાસજી સ્વામીએ શિક્ષકોને સંબોધતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રનું નિર્માણ કરે તે શિક્ષકને ગુરુ કહેવામાં આવે છે. શિક્ષકો સંસ્કાર, શિસ્ત, મર્યાદા અને સદવિદ્યાનું વિદ્યાર્થીઓને ગણતર આપે. શિક્ષક, રક્ષક,પોષક,સેવક એ ભગવાનના અંગ છે. સ્વામીજી એ વધુમાં જણાવ્યું હતું કે જે શિક્ષકમાં કર્મ યોગ, જ્ઞાનયોગ, ભક્તિ યોગ હોય એ શિક્ષક શ્રેષ્ઠ ગણાય છે.જૂનાગઢના ધારાસભ્ય શ્રીભીખાભાઈ જોષીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે મારા કરતાં વધારે વિદ્યાર્થી સવાયો કેમ બને, એવા ભાવ સાથે શિક્ષક વિધાર્થીઓને શિક્ષણ આપે. હાલમાં લોકોમાં રાષ્ટ્રભાવના લુપ્ત થતી જોવા મળી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને રાષ્ટ્રભાવનાનો પણ પાઠ ભણાવવાની પણ ટકોર શિક્ષકોને કરી હતી.

Related Posts
1 of 481
Junagadh Jilla Na Tran Siksakonu Mahanubhavo Dvara Bahuman Karavama Avyu 01
Junagadh Jilla Na Tran Siksakonu Mahanubhavo Dvara Bahuman Karavama Avyu 01

આ તકે જૂનાગઢ ના મેયર શ્રી ધીરુભાઈ ગોહિલ પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે શિક્ષકો વિદ્યાર્થીઓ અને યોગ્ય કેળવણી આપી જીવન જીવવાની સાચી દિશા બતાવે છે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં ૧૯૬૨ થી શિક્ષક દિન ઉજવવામાં આવે છે ત્યારે સિદ્ધિ પ્રાપ્ત જુનાગઢ તાલુકા અને જિલ્લા કક્ષાના પારિતોષિક વિજેતા શિક્ષકોને શુભકામના પાઠવી હતી.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લાશિક્ષણઅધિકારી શ્રી નૈષધ મકવાણા આમંત્રિતોનુ શાબ્દિક સ્વાગત કરી શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન થનાર શિક્ષકોની કામગીરીની વાત કરી શિક્ષક દિનની મહત્તા સમજાવી હતી.

Junagadh Jilla Na Tran Siksakonu Mahanubhavo Dvara Bahuman Karavama Avyu 04
Junagadh Jilla Na Tran Siksakonu Mahanubhavo Dvara Bahuman Karavama Avyu 04

જૂનાગઢના શ્રેષ્ઠ શિક્ષક તરીકે શ્રી જગમાલભાઇ પિઠીયા, ભેસાણના શ્રી ડો.કિશોરભાઈ શેલડીયા, માંગરોળના શ્રી વિજયભાઈ જોરાનું બહુમાન મંત્રીશ્રીએ સ્મૃતિપત્ર, સાલ ઓઢાડી, અને ચેક આપી કર્યું હતું. આ તકે શ્રી જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામીએ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાનું તથા ઉપસ્થિત મહાનુભાવો નું મોમેન્ટો આપી અભિવાદન કર્યું હતું.

આ તકે પ્રાથમિક શિક્ષણ અધિકારી કે. એ.પટેલ, અગ્રણી શ્રી ગોવિંદભાઈ સવસાણી, પ્રાચાર્યશ્રી કનુભાઈ કરકર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ધીરુભાઈ મુંજપરા, શિક્ષક સંઘ સાથે જોડાયેલા પ્રમુખ હોદ્દેદારો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Junagadh Jilla Na Tran Siksakonu Mahanubhavo Dvara Bahuman Karavama Avyu 03
Junagadh Jilla Na Tran Siksakonu Mahanubhavo Dvara Bahuman Karavama Avyu 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More