- Advertisement -

જૂનાગઢમાં મગફળી પાક સુધારણા પર ખેડૂત મેળો – પ્રદર્શન

મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા યોજાયેલ મેળામાં ૭૦૦ થી વધુ ખેડૂતોએ લાભ લીધો

જૂનાગઢ મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા આજે મગફળી પાક સુધારણા તેમજ નવી વિકસાવવામાં આવેલ મગફળીની જાત અંગે ખેડૂત મેળો અને પ્રદર્શન યોજાયું હતું. જેમાં મગફળી વાવતા પ્રગતિશીલ ખેડૂતોએ તજજ્ઞો પાસેથી માર્ગદર્શન અને ચર્ચા કરી પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું.

Junagadh Ma Magfali Pak Sudharna Par Khedut Melo Pradarsan 02

- Advertisement -

- Advertisement -

21

Get real time updates directly on you device, subscribe now.

જૂનાગઢમાં મગફળી પાક સુધારણા પર ખેડૂત મેળો – પ્રદર્શન યોજાયું

મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા યોજાયેલ મેળામાં ૭૦૦ થી વધુ ખેડૂતોએ લાભ લીધો

જૂનાગઢ મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા આજે મગફળી પાક સુધારણા તેમજ નવી વિકસાવવામાં આવેલ મગફળીની જાત અંગે ખેડૂત મેળો અને પ્રદર્શન યોજાયું હતું. જેમાં મગફળી વાવતા પ્રગતિશીલ ખેડૂતોએ તજજ્ઞો પાસેથી માર્ગદર્શન અને ચર્ચા કરી પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું. જૂનાગઢમાં મગફળી સંશોધન કેન્દ્ર કાર્યરત છે, જેનો મુખ્ય ઉદેશ મગફળી પાક સુધારણાનો છે.

Junagadh Ma Magfali Pak Sudharna Par Khedut Melo Pradarsan 01
Junagadh Ma Magfali Pak Sudharna Par Khedut Melo Pradarsan 01

જૂનાગઢ મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા આજે યોજાયેલ કૃષિ શિબિરમાં ૭૦૦ થી વધુ મગફળી વાવતા પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો. શિબિરમાં ખેડૂતોએ વિવિધ રાસાયણિક ખાતરોનો જમીન ચકાસણીના આધારે મગફળીના પાકમાં ઉપયોગ અંગે તથા તજજ્ઞો પાસેથી ખેડૂતોએ તેમણે થતી સમસ્યાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.મગફળી સંશોધન કેન્દ્રના ડિરેક્ટરશ્રી રાધાકૃષ્ણએ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલી નવી મગફળીની જાત ગિરનાર-૪માં ઓલીક એસીડની માત્રા વધુ હોઇ છે.

Junagadh Ma Magfali Pak Sudharna Par Khedut Melo Pradarsan 02
Junagadh Ma Magfali Pak Sudharna Par Khedut Melo Pradarsan 02
Related Posts
1 of 484

તેમણે ઉમેર્યું કે,ખેડૂતો વધારે માંગ ધરાવતી ઉચ્ચ ઓલીક ધરાવતી ગીરનાર-૪ મગફળીના વાવેતર થી વધુ બજાર કિમત અને નફો મેળવી શકશે. આ કાર્યક્રમમાં ભક્તકવિ નરસીંહ મહેતા યુનિ.ના કુલપતિ ડો. ચેતન ત્રીવેદીએ ખેડુતોને પરસ્પર આદાન પ્રદાન, તજજ્ઞોનું માર્ગદર્શન અને અનુભવનો સમન્વય સાધી ખેતીમાં આધુનીકતા અપનાવવા જણાવ્યુ હતુ. મદદનીશ કમીશ્નર ડીએસી શ્રી જીતેન્દ્ર કુમાર,કૃષિ યુનિ.ના ડો.પ્રમોદ મોહનોત, ડીનશ્રી ડો.એન.કે.ગોંટીયા, એગ્રીકલ્ચર કોલેજના પ્રીન્સીપાલ ડો.મોહન એ. વાડોદરિયા,ડો.ગોહિલ, ડો.ડોબરીયા, ડો. સાવલીયાએ કૃષિ વિષયક માર્ગદર્શન આપ્યું હતું.

Junagadh Ma Magfali Pak Sudharna Par Khedut Melo Pradarsan 03
Junagadh Ma Magfali Pak Sudharna Par Khedut Melo Pradarsan 03

આ તકે કૃષિ વિષયક ૨૫ જેટલા સ્ટોલના માધ્યમથી ખેડુતોને પાક વાવેતર, બિયારણની પસંદગી ખાતરનો સંતુલીત ઉપયોગ અંગે જાણકારી મેળવી હતી. આ તકે ખેડૂતો માટે મગફળીના પાક માટે નોંધાયેલ અને  ભલામણ કરાયેલ જંતુનાશક દવાની યાદી પુસ્તિકાનું વિમોચન પણ કરાયું હતુ. કૃષિ તજજ્ઞોએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં થતી મગફળીની ખુબ માંગ  હોવાનું જણાવી  સીંગતેલ અને સીંગદાણા  ઉપરાંત મગફળીમાં અન્ય વેલ્યુ એડીશન કરવાની હિમાયત કરી હતી.

Junagadh Ma Magfali Pak Sudharna Par Khedut Melo Pradarsan 04
Junagadh Ma Magfali Pak Sudharna Par Khedut Melo Pradarsan 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More