- Advertisement -

કપાયેલા હોઠ અને તાળવા જેવી જન્મજાત ખામીવાળા બાળકને રાજ્ય સરકારે આપ્યું નવજીવન

છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચતી હોવાનું રાજ્ય સરકારનું સુત્ર સાર્થક

જ્યારે કોઇ ઘરે બાળકનો જન્મ થાય કે ઘરમાં ઉત્સવ જેવા વાતાવરણનું નિર્માણ થઇ જાય છે પરંતુ મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ખાખરેચી ગામે સંગીતા બેન અને વિકાસભાઇ ભોજવીયાના ઘરે બાળકનો જન્મ થયો તો ઘરના વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ. કારણ હતું બાળકની જન્મજાત ખામી. જન્મ સમયે બાળકનો ઉપરનો હોઠ અને મોંઢાનું તાળવું કપાયેલ સ્થિતિમાં હતું જેને ડૉક્ટરી ભાષામાં ક્લેફ્ટ લીપ અને ક્લેફ્ટ પેલેટ કહે છે.

Kapayela Hotha Ane Talava Jevi Janmajata Khami Vala Balaka Ne Rajya Sarakare Apyu Navajivana 02

- Advertisement -

- Advertisement -

237

Get real time updates directly on you device, subscribe now.

કપાયેલા હોઠ અને તાળવા જેવી જન્મજાત ખામીવાળા બાળકને રાજ્ય સરકારે આપ્યું નવજીવન

જ્યારે કોઇ ઘરે બાળકનો જન્મ થાય કે ઘરમાં ઉત્સવ જેવા વાતાવરણનું નિર્માણ થઇ જાય છે પરંતુ મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ખાખરેચી ગામે સંગીતા બેન અને વિકાસભાઇ ભોજવીયાના ઘરે બાળકનો જન્મ થયો તો ઘરના વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ. કારણ હતું બાળકની જન્મજાત ખામી. જન્મ સમયે બાળકનો ઉપરનો હોઠ અને મોંઢાનું તાળવું કપાયેલ સ્થિતિમાં હતું જેને ડૉક્ટરી ભાષામાં ક્લેફ્ટ લીપ અને ક્લેફ્ટ પેલેટ કહે છે.

  • છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચતી હોવાનું રાજ્ય સરકારનું સુત્ર સાર્થક
  • કાર્તિકના કિલ્લોલથી ભોજવીયા પરિવારની ખુશીનો પાર ન રહ્યો
  • કપાયેલા હોઠ અને તાળવા જેવી જન્મજાત ખામીવાળા બાળકને રાજ્ય સરકારે આપ્યું નવજીવન
Related Posts
1 of 398

જ્યારે આ વાત માળીયા તાલુકાના મેડીકલ ઓફિસર ડૉ. હાર્દિક મહેતાના ધ્યાને આવી ત્યારે તેઓએ બાળકના માતા-પિતાને મળીને રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઓપરેશન કરવા માટે સલાહ આપી હતી. પહેલા તો બાળકના માતા-પિતાએ બાળક પર ઓપરેશન કરવાની મનાઇ કરી દીધી હતી પરંતુ પરિવારજનોએ ડૉક્ટોરની સમજાવટ અને ખાતરી બાદ ઓપરેશન માટે મંજૂરી આપી હતી.

Kapayela Hotha Ane Talava Jevi Janmajata Khami Vala Balaka Ne Rajya Sarakare Apyu Navajivana 01
Kapayela Hotha Ane Talava Jevi Janmajata Khami Vala Balaka Ne Rajya Sarakare Apyu Navajivana 01
Also You like to read
1 of 209

વધુમાં મેડીકલ ઓફિસર ડૉ. હાર્દિક મહેતા આ અંગે જણાવતા કહે છે કે કાર્તિકની પરિસ્થિતિને ધ્યાને લઇ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજકોટની ખાનગી ધ્રુવ હોસ્પિટલમાં પ્રથમ ક્લેફ્ટ લીપનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યાર બાદ ક્લેફ્ટ પેલેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનનો ખર્ચ અંદાજે સવા લાખ રૂપિયા થાય છે જે રાજ્ય સરકારે નિઃશુલ્ક કરાવી આપ્યું હતું.

બાળકની માતા સંગીતાબહેને જણાવ્યું હતું કે બાળકના જન્મવેંત તેમની આ પરિસ્થિતિ જોઇને ઉમ્મીદ પણ છોડી દીધી હતી. પરંતુ રાજ્ય સરકારની આ યોજના અને ડૉક્ટરોની સમજાવટ બાદ બાળકના ઓપરેશન માટે હા પાડી અને આજે મારુ બાળક અન્ય બીજા બાળકોની જેમ જીવન જીવી રહ્યું છે જે રાજ્ય સરકારને આભારી છે.

Kapayela Hotha Ane Talava Jevi Janmajata Khami Vala Balaka Ne Rajya Sarakare Apyu Navajivana 02
Kapayela Hotha Ane Talava Jevi Janmajata Khami Vala Balaka Ne Rajya Sarakare Apyu Navajivana 02

ક્લેફ્ટ લીપ અને ક્લેફ્ટ પેલેટ એટલે શું ?

ક્લેફ્ટને આરોગ્યની ભાષામાં બાળકનો ઉપરનો હોઠ કપાયેલ હોય કે તાળવામાં કાંણુ હોય એ ખામીને ક્લેફ્ટ કહે છે. ક્લેફ્ટ લીપ અને ક્લેફ્ટ પેલેટના વિવિધ પ્રકારો હોય છે. ક્લેફ્ટ લીપનું ઓપરેશન બાળકની ૬ મહિનાની ઉંમરે અને ક્લેફ્ટ પેલેટનું ઓપરેશન ૧૮ થી ૨૪ મહિનામાં ઓપરેશન કરવું આવશ્યક છે. (ખાસ અહેવાલ : ઘનશ્યામ પેડવા, સહાયક માહિતી નિયામક, મોરબી | ફોટો : પ્રવિણ સનાળીયા)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More