- Advertisement -

કેન્દ્રીય શિપિંગ રાજયમંત્રીના હસ્તે વાયબ્રન્ટ કચ્છ વ્યાપાર પ્રદર્શન ખુલ્લું મૂકાયું

રાષ્ટ્રનિર્માણ માટે મહાજનની ભૂમિકા સમાજ માટે પ્રેરણાદાયી

મહાજનોએ સમાજમાં દાયિત્ય અદા કર્યું છે. ઉદ્યોગપતિ બની ગયા પછી સામાજીક દાયિત્યની લાયકાત મહાજન પાસેથી શીખવા મળે છે. સામાજીક વ્યવસ્થામાં મહાજનોનું યોગદાન રહયું છે. રાષ્ટ્ર નિર્માણમાં મહાજનની ભૂમિકા સમાજ માટે પ્રેરણાદાયી બની રહેશે, તેમ જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન ‘જીતો’ દ્વારા ગાંધીધામના ડીટીપી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘વાયબ્રન્ટ કચ્છ’ વ્યાપાર પ્રદર્શનને ખુલ્લું મૂકતાં જણાવ્યું હતું.

Kendriy Shipping Rajy Mantri Na Haste Vibrant Kutch Vyapar Pradarshan Khullu Mukayu 02

- Advertisement -

- Advertisement -

81

Get real time updates directly on you device, subscribe now.

રાષ્ટ્રનિર્માણ માટે મહાજનની ભૂમિકા સમાજ માટે પ્રેરણાદાયી

કેન્દ્રીય શિપિંગ રાજયમંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે ગાંધીધામમાં ‘વાયબ્રન્ટ કચ્છ’ વ્યાપાર પ્રદર્શન ખુલ્લું મૂકાયું

મહાજનોએ સમાજમાં દાયિત્ય અદા કર્યું છે. ઉદ્યોગપતિ બની ગયા પછી સામાજીક દાયિત્યની લાયકાત મહાજન પાસેથી શીખવા મળે છે. સામાજીક વ્યવસ્થામાં મહાજનોનું યોગદાન રહયું છે. રાષ્ટ્ર નિર્માણમાં મહાજનની ભૂમિકા સમાજ માટે પ્રેરણાદાયી બની રહેશે, તેમ જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન ‘જીતો’ દ્વારા ગાંધીધામના ડીટીપી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘વાયબ્રન્ટ કચ્છ’ વ્યાપાર પ્રદર્શનને ખુલ્લું મૂકતાં જણાવ્યું હતું.

Related Posts
1 of 439
Kendriy Shipping Rajy Mantri Na Haste Vibrant Kutch Vyapar Pradarshan Khullu Mukayu 01
Kendriy Shipping Rajy Mantri Na Haste Vibrant Kutch Vyapar Pradarshan Khullu Mukayu 01

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગામડાંમાં મહાજનો દ્વારા મુશ્કેલીના સમયમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવાયું છે. સંપતિ, સત્તા આવતાં વ્યકિત બદલાઇ જાય છે, તેનો વ્યવહાર બદલાઇ જાય છે પણ જૈન મહાજને ખાન-પાન, આચાર-વિચાર કે વાણીમાં આજ સુધી ફેરફાર નથી કર્યો, તેમ જણાવી તેમણે ‘જીતો’ જેવાં મહાજન સંગઠ્ઠનોની સામાજીક પ્રવૃતિઓમાંથી પ્રેરણા લઇ અન્ય સમાજ આગળ વધશે, તો જ રાષ્ટ્રનો વિકાસ થશે. એક બીજાના સહકારથી આગળ વધવાથી રસ્તો મળશે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નવા ભારતના નિર્માણમાં સૌ સાથે મળીને યોગદાન કરીએ તેવી લાગણી પણ તેમણે વ્યકત કરી હતી

Kendriy Shipping Rajy Mantri Na Haste Vibrant Kutch Vyapar Pradarshan Khullu Mukayu 02
Kendriy Shipping Rajy Mantri Na Haste Vibrant Kutch Vyapar Pradarshan Khullu Mukayu 02
Also You like to read
1 of 183

આ પ્રસંગે સામાજીક અને શૈ્ક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, દેશભરમાં વ્યાપાર મેળા કે પ્રદર્શન જેવા મોટાં આયોજનો કરવા હોય તો આપણા દેશના લોકોની પ્રથમ નજર ગુજરાત તથા કચ્છ ઉપર પડે છે. ભૂકંપ પછી કચ્છનો ઊડીને આંખે વળગે તેવો ચોમુખી વિકાસ થયો છે. પ્રવાસન ક્ષેત્રે પણ કચ્છનો વિકાસ થયો છે. કચ્છ સવાયું બની સિંગાપુર થવા સાથે બે મહાબંદરો અહીં છે. પાણી-વીજળીની વિપુલ ઉપલબ્ધી સાથે કચ્છ સહિત ગુજરાત રાજયમાં કાયદો-વ્યવસ્થા અને માળખાકીય સુવિધાઓ સાથે સલામતીનો અહેસાસ પણ અહીં થતો હોવાનું તેમણે જણાવ્યું હતું.

Kendriy Shipping Rajy Mantri Na Haste Vibrant Kutch Vyapar Pradarshan Khullu Mukayu 03
Kendriy Shipping Rajy Mantri Na Haste Vibrant Kutch Vyapar Pradarshan Khullu Mukayu 03

‘જીતો’ એપેક્ષના પ્રમુખ શ્રી ગણપતરાજ ચૌધરીએ અને સંસ્થાના  ચેરમેન પ્રદીપ રાઠોડે સંસ્થાકીય વિગતો આપી હતી. કાર્યક્રમના પ્રારંભે સંસ્થાનાં ગાંધીધામ શાખા પ્રમુખ મહેશભાઈ કુંજે સૌને આવકારતા જણાવ્યું હતું કે કચ્છમાં હજુ પણ ઉદ્યોગનાં વિકાસની એક તકો રહેલી છે. આ પરંપરાને આગળ વધારવા માટે વાયબ્રન્ટ ગુજરાતની પ્રેરણા લઇ આયોજન કરાયું હોવાનું ઉમેર્યું હતું. કેન્દ્રીય શીપીંગ રાજયમંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાએ કાર્યક્રમના પ્રારંભે વ્યાપાર પ્રદર્શનનું ઉદઘાટન કર્યા બાદ સ્ટોલોની મુલાકાત લીધી હતી.

Kendriy Shipping Rajy Mantri Na Haste Vibrant Kutch Vyapar Pradarshan Khullu Mukayu 04
Kendriy Shipping Rajy Mantri Na Haste Vibrant Kutch Vyapar Pradarshan Khullu Mukayu 04

આ પ્રસંગે કચ્છ-મોરબી વિભાગના સાંસદ વિનોદભાઇ ચાવડા, કેન્દ્રીય લઘુમતી આયોગના સભ્ય સુનિલ સિંઘી, ટુરીઝમના ડાયરેકટર અને જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, માંડવી-મુંદરા વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી,નગરપાલિકા પ્રમુખ કાનજીભાઈ ભર્યા, રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, ભાજપ અગ્રણી દિલીપભાઈ ત્રિવેદી, ડીપીટીના ચેરમેન એસ.કે મહેતા, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, જીએસટી કમિશનર પ્રમોદ વસાવે, કાસેઝનાં ડેવલોપમેન્ટ કમિશનર, ગાંધીધામ ચેમ્બર પ્રમુખ દિનેશ ગુપ્તા, અદાણી જૂથના પ્રતિનિધિ ધીરેન શાહ, અનિલ જૈન,હેમંત શાહ, હિરેન શાહ વગેરે ઉપસ્થિ રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન ભૈરવીબેન જૈને જયારે આભારદર્શન ‘જીતો’ ના ઉપપ્રમુખ દીપક પારેખે કરી હતી. (વીએભટ્ટ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More