કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કાર્યાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના હસ્તે વિવિધ વિકાસ કાર્યાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહે જણાવ્યું કે, અમદાવાદ જિલ્લાના સાણંદ-બાવળા તાલુકા સહિત સમગ્ર ગુજરાતમાં શહેરી વિકાસ કામોને એક નવી દિશા મળી છે. આ સાથે આવાસ યોજના લાભોથી લઇને વીજળી, શૌચાલય, ગેસ કનેક્શન અને આયુષ્યમાન ભારતના આરોગ્ય કાર્ડ આપીને  પાયાની સગવડો પણ પ્રજાજનો સુધી પહોંચાડવામાં આવી રહી છે.

26 10 2019 Vidhava Sahay Chek Vitaran 17
219

Get real time updates directly on you device, subscribe now.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના હસ્તે વિવિધ વિકાસ કાર્યાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહે જણાવ્યું કે, અમદાવાદ જિલ્લાના સાણંદ-બાવળા તાલુકા સહિત સમગ્ર ગુજરાતમાં શહેરી વિકાસ કામોને એક નવી દિશા મળી છે. આ સાથે આવાસ યોજના લાભોથી લઇને વીજળી, શૌચાલય, ગેસ કનેક્શન અને આયુષ્યમાન ભારતના આરોગ્ય કાર્ડ આપીને  પાયાની સગવડો પણ પ્રજાજનો સુધી પહોંચાડવામાં આવી રહી છે.

Ayushman Bharat Yojana Na Labharthio Sathe Sanvada Karata Kendriya Gruh Mantri 01
Ayushman Bharat Yojana Na Labharthio Sathe Sanvada Karata Kendriya Gruh Mantri 01
Related Posts
1 of 364
 • સાણંદ-બાવળા તાલુકા સહિત સમગ્ર ગુજરાતમાં શહેરી વિકાસ કામોને એક નવી દિશા મળી છે : કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ
 • નાણાંના અભાવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિકાસના એકપણ કાર્યો અટકવા દેતી નથી : મુ્ખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
 • કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના હસ્તે સાણંદ-બાવળા તાલુકામાં વિવિધ વિકાસ કાર્યાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
 • મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સાણંદ તથા બાવળા તાલુકાના પંચાયત તેમજ નગરપાલિકા વિસ્તારમાં રૂ.૭૮ કરોડથી વધુના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ થયા
 • સાણંદમાં ૫૫૦૦થી વધુ નિરાધાર વિધવા બહેનો અને માતાઓને સહાય બદલ વિશ્વ રેકોર્ડ થતા ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો
Ayushman Bharat Yojana Na Labharthio Sathe Sanvada Karata Kendriya Gruh Mantri 02
Ayushman Bharat Yojana Na Labharthio Sathe Sanvada Karata Kendriya Gruh Mantri 02

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના એપીએમસી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહના અધ્યશ્ર સ્થાને તથા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં સાણંદ-બાવળા વિધાનસભાના ૫૫૦૦થી વધુ વિધવા બહેનોને સહાયના હુકમનો વિતરણ, તથા રૂ.૭૮ કરોડથી વધુના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Ayushman Bharat Yojana Na Labharthio Sathe Sanvada Karata Kendriya Gruh Mantri 03
Ayushman Bharat Yojana Na Labharthio Sathe Sanvada Karata Kendriya Gruh Mantri 03
 • ૩૧૦ લાખના ખર્ચ પાણી પુરવઠા પ્રોજેક્ટ-સ્કાડા સિસ્ટમનું લોકાર્પણ
 • ૧૩૯ લાખના ખર્ચે જાહેર માર્ગો ઉપર સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમનું લોકાર્પણ
 • ૫૨.૪૨ લાખના ખર્ચે સ્ટેશન રોડ અને એલઇડી પોલનું લોકાર્પણ
 • ૨૧ લાખના ખર્ચે ૩૦ kw સોલાર રૂફ ટોપ લોકાર્પણ
 • ૧૩૦ લાખના ખર્ચે લક્ષ્મણા તળાવ ડેવપોલમેન્ટનું ખાતમુહૂર્ત
 • ૨૩.૮૩ લાખના ખર્ચે મામલતદાર કચેરી રોડ પર ફૂટપાથનું ખાતમુહૂર્ત
 • ૧૯.૮૬ લાખના ખર્ચે કોલટ રોડ ખાતે એલઇડી પોલનું ખાતમુહૂર્ત
 • ૧૭.૭૩ લાખના ખર્ચે શેઠ.સી.કે. હાઇસ્કૂલમાં આરસીસી રસ્તાનું ખાતમુહૂર્ત
Ayushman Bharat Yojana Na Labharthio Sathe Sanvada Karata Kendriya Gruh Mantri 04
Ayushman Bharat Yojana Na Labharthio Sathe Sanvada Karata Kendriya Gruh Mantri 04

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ :-

 • વીજળી, શૌચાલય, ગેસ કનેક્શન અને આયુષ્યમાન ભારતના આરોગ્ય કાર્ડ આપીને પાયાની સગવડો પ્રજાજનો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
 • હવે આવનારા સમયમાં ઘરે-ઘરે નળથી પાણી પહોચાડવાનો સંકલ્પ પણ સાકાર કરવામાં આવશે.
26 10 2019 Vidhava Sahay Chek Vitaran 05
26 10 2019 Vidhava Sahay Chek Vitaran 05

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી :-

 • છેવાડાના માનવી સુધી આજે વિકાસના કામો પહોંચાડીને તેમનું જીવન-ઘોરણ ઊંચું લાવવામાં આવી રહ્યું છે.
 • પીડિત, શોષિત જેમણે પણ સહાયની જરૂર છે તેમની ચિંતા કરીને દરેક પ્રકારની સહાય રાજ્ય સરકાર દ્વારા પહોંચાડવામાં આવી રહી છે.
26 10 2019 Vidhava Sahay Chek Vitaran 06
26 10 2019 Vidhava Sahay Chek Vitaran 06
Also You like to read
1 of 176

અમદાવાદ જિલ્લામાં વિધવા બહેનોને વિધવા પેન્શન સહાયના સામૂહિક વિતરણનો વિશ્વ રેકોર્ડ પણ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં થયો હતો. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર  દ્વારા ૫૫૦૦થી વધુ નિરાધાર વિધવા બહેનો-માતાઓને એક જ સ્થળેથી આ સહાય  સાણંદ ખાતેથી અર્પણ કરવામાં આવી હતી. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિએ આ વિશ્વ રેકોર્ડ થવા અંગેનું પ્રમાણપત્ર  અર્પણ કર્યું હતું.

26 10 2019 Vidhava Sahay Chek Vitaran 07
26 10 2019 Vidhava Sahay Chek Vitaran 07

ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહે જણાવ્યું કે, આજે સાણંદ-બાવળા તાલુકામાં વિકાસના કામોની સાથે-સાથે ૫૫૦૦થી વધુ વિધવા બહેનોના જીવનને અસર કરનાર કાર્યક્રમની પણ શરૂઆત થઇ છે. જેમના જીવનમાં ઇશ્વરે સંક્ટ મોકલ્યું છે અને તેમના જીવનનો આધાર છિંનવાઇ ગયો છે ત્યારે તેમની પડખે રાજ્ય સરકાર આધાર બનીને ઊભી રહી છે. દર મહિને વિધવા બહેનોને રૂ. ૧૨૦૦ સહાય તરીકે આપવામાં આવશે.

26 10 2019 Vidhava Sahay Chek Vitaran 08
26 10 2019 Vidhava Sahay Chek Vitaran 08

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી ગૃહમંત્રીશ્રી વધુમાં જણાવ્યું કે, હવે આવનારા સમયમાં ઘરે-ઘરે નળથી પાણી પહોચાડવાનો સંકલ્પ પણ સાકાર કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, નાણાના અભાવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એકપણ વિકાસના કાર્યોને અટકવા દેતી નથી. સાણંદ અને બાવળા તાલુકમાં આજે રૂ.૭૮ કરોડથી વધુ વિકાસના કામોમાં ખાતમુહુર્ત અને લોકાર્પણ થયા છે. આ સાથે નિરાધાર વિધવા સહાયની યોજના અંતર્ગત વિધવા બહેનોને આજથી રૂ.૧૨૦૦નું પેન્શન શરૂ થશે.

26 10 2019 Vidhava Sahay Chek Vitaran 09
26 10 2019 Vidhava Sahay Chek Vitaran 09

મુખ્યમંત્રીશ્રી જણાવ્યું કે, આ વિધવા સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને દર મહિને નિયમિત તેમના ખાતમાં સીધા પૈસા જમા જશે. આ યોજના થકી વિધવા બહેનોના આસું લુછવાનો અને દુ:ખમાં ભાગીદાર થવાનું સરકારને એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મુખ્યમંત્રીશ્રી જણાવ્યું કે, છેવાડાના માનવી સુધી આજે વિકાસના કામો પહોંચાડીને તેમનું જીવન-ઘોરણ ઊંચું લાવવામાં આવી રહ્યું છે. આ સરકાર એક સંવેદનશીલ સરકાર છે. પીડિત, શોષિત જેમણે પણ સહાયની જરૂર છે તેમની ચિંતા કરીને દરેક પ્રકારની સહાય રાજ્ય સરકાર દ્વારા પહોંચાડવામાં આવી રહી છે. જરૂરિયાતમંદ લોકો અને સાચો લાભાર્થી રહી ન જાય અને ખોટો લાભાર્થી લાભ લઇ ન જાય તેની ચિંતા કરીને આજે કાર્યક્રમ યોજાયો છે.

26 10 2019 Vidhava Sahay Chek Vitaran 10
26 10 2019 Vidhava Sahay Chek Vitaran 10

મુખ્યમંત્રીશ્રી વધુમાં જણાવ્યું કે, છેલ્લાં બે દિવસમાં કરોડો રૂપિયાના વિકાસોના કામો ગાંધીનગર, અમદાવાદ જિલ્લામાં વ્યાપક સ્વરૂપે થઇ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં વિકાસના કામોને લઇને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અગાઉ કોંગ્રેસની સરકારમાં વિકાસના કામો થતા નહોતા તેનું કારણ એ હતું કે એ સમયની સરકારની તિજોરીમાં પૈસા આવતા જ નહોતા. તિજોરી પર ભ્રષ્ટાચારનો પંજો રહેતો હતો. કરવેરાના પૈસા પણ ભ્રષ્ટાચારમાં વેડફાતા હતા. હાલ ગુજરાત સહિત અને ભારતભરમાંથી ભ્રષ્ટાચાર દુર થાય, ઇમાનદારીથી શાસન થાય અને પ્રજાનો પૈસો પ્રજાના હિતમાં વપરાય એ કામ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

26 10 2019 Vidhava Sahay Chek Vitaran 11
26 10 2019 Vidhava Sahay Chek Vitaran 11

આ પ્રસંગે દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનને લઇને કાપડની થેલીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ, ગૃહમંત્રી  શ્રી પ્રદિપસિંહ જાડેજા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી, ધારાસભ્ય શ્રી કનુભાઇ પટેલ, કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ, કલેક્ટર શ્રી ડૉ.વિક્રાંત પાંડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ સહિત જિલ્લા તાલુકા અને પંચાયતના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. (જિતેન્દ્રરામી)

26 10 2019 Vidhava Sahay Chek Vitaran 12
26 10 2019 Vidhava Sahay Chek Vitaran 12

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

READ IN GUJARATI READ IN HIndi

:: Gallery ::

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More