- Advertisement -

કેવડીયા ખાતે ઉર્જા મંત્રીઓની બે દિવસની રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ

દેશના દરેક ઘર-ગામને વીજળીથી જોડવાની ભારતની સિદ્ધિની દુનિયાએ નોંધ લીધી છે

પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ છેલ્લા બે વર્ષમાં ભારતે દેશના લગભગ ગામો-ઘરોને વીજળીથી જોડવાનું અદભુત કામ કર્યું છે એવી જાણકારી આપતાં કેન્દ્રીય ઉર્જા મંત્રી શ્રી આર.કે.સિંઘે જણાવ્યું કે, ભારતની આ સિદ્ધિની દુનિયાએ નોંધ લીધી છે. તેમણે જણાવ્યું કે, છત્તીસગઢના કેટલાક નક્સલ પ્રભાવિત ગામો હવે વીજળીથી વંચિત છે જેમના સુધી વીજળી પહોંચાડી દેવામાં આવશે. અમે દેશના ૨૬.૬ મિલીયન ઘરોને વીજ જોડાણ આપ્યા છે. આ વિશ્વનું વીજ વિતરણનું ટૂંક સમયમાં કરવામાં આવેલું સિંગલ લાર્જેસ્ટ એક્સપાન્શન છે.

Kevadiya Khate Urja Mantrio Ni Be Divasa Ni Rastriya Parisada No Prarambha 02

- Advertisement -

- Advertisement -

373

Get real time updates directly on you device, subscribe now.

કેવડીયા ખાતે ઉર્જા મંત્રીઓની બે દિવસની રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ

Related Posts
1 of 483

પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ છેલ્લા બે વર્ષમાં ભારતે દેશના લગભગ ગામો-ઘરોને વીજળીથી જોડવાનું અદભુત કામ કર્યું છે એવી જાણકારી આપતાં કેન્દ્રીય ઉર્જા મંત્રી શ્રી આર.કે.સિંઘે જણાવ્યું કે, ભારતની આ સિદ્ધિની દુનિયાએ નોંધ લીધી છે. તેમણે જણાવ્યું કે, છત્તીસગઢના કેટલાક નક્સલ પ્રભાવિત ગામો હવે વીજળીથી વંચિત છે જેમના સુધી વીજળી પહોંચાડી દેવામાં આવશે. અમે દેશના ૨૬.૬ મિલીયન ઘરોને વીજ જોડાણ આપ્યા છે. આ વિશ્વનું વીજ વિતરણનું ટૂંક સમયમાં કરવામાં આવેલું સિંગલ લાર્જેસ્ટ એક્સપાન્શન છે.

  • દેશના દરેક ઘર-ગામને વીજળીથી જોડવાની ભારતની સિદ્ધિની દુનિયાએ નોંધ લીધી છે
  • ગુજરાતે વિશ્વની ટૉલેસ્ટ પર્સનાલિટીનું સ્ટેચ્યુ ઓફ યુનિટીના રૂપમાં ટૉલેસ્ટ સ્ટેચ્યુ બનાવીને ઘણું જ મહત્વનું કામ કર્યું છે : ભારત સરકારના ઉર્જા મંત્રી શ્રી આર.કે.સિંઘ
  • કેવડીયા ખાતે દેશના વિવિધ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉર્જા મંત્રીઓની બે દિવસની રાષ્ટ્રીય પરિષદનો કરાવ્યો પ્રારંભ
  • વીજ ચોરી અટકાવીને ડિસ્કોમ્સને નફાકારક બનાવવાની ગુજરાતની કામગીરીની ભારતના ઉર્જા મંત્રીશ્રીએ કરી પ્રસંશા

    Kevadiya Khate Urja Mantrio Ni Be Divasa Ni Rastriya Parisada No Prarambha 01
    Kevadiya Khate Urja Mantrio Ni Be Divasa Ni Rastriya Parisada No Prarambha 01

શ્રી સિંઘે આજે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની ટેન્ટ સીટી ખાતે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉર્જા તેમજ નવીન અને પુનરપ્રાપ્ય ઉર્જા મંત્રીઓની પરિષદનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે ગુજરાતના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્ય વીજ વિતરણ કંપનીઓના સાતમા વાર્ષિક રેટિંગના અહેવાલનું વિમોચન કર્યું હતું. તેમણે માધ્યમ સંવાદમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીના યશસ્વી નેતૃત્વ હેઠળ હવે દેશ ઉર્જાના ક્ષેત્રમાં પાવર સરપ્લસ બન્યો છે. હવે દેશ એક ગ્રીડથી જોડાયો છે, લેહ, લડાખ, દ્રાસ અને કારગિલ જેવા દુર્ગમ સ્થળોએ વીજળી પહોંચી છે. દેશના એક ખૂણેથી બીજા ખૂણા સુધી ૧ લાખ મે.વો. વીજળીનું પરિવહન થાય છે અને પાડોશી દેશોને વીજળીની નિકાસ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, હવે પછીનું લક્ષ્ય દેશના ચારેય ખૂણાઓ સુધી ચોવીસે કલાક વીજળી ઉપલબ્ધ કરાવવાનું છે. ગુજરાત સહિત દેશના ઘણાં રાજ્યો આ સિદ્ધિની સમીપ છે.

તેમણે જણાવ્યું કે, પેરિસ ક્લાઈમેટ એકોર્ડને માન આપીને અને ભાવિ પેઢી પ્રત્યેની જવાબદારી સમજીને ઉર્જા ઉત્પાદનમાં કાર્બન ફ્યુઅલનો ઉપયોગ ઘટાડવામાં આવી રહ્યો છે. ગ્રાહકલક્ષી અને જેઓ જાતે પોતાના ઉપયોગ માટે વીજળી પેદા કરી લે છે અને જરૂરી વધારાની વીજળી ગ્રીડમાંથી લે છે એવા ક્રોસ યુઝર્સ માટે રેગ્યુલેશન્સ બનાવવામાં આવી રહ્યા છે.

Kevadiya Khate Urja Mantrio Ni Be Divasa Ni Rastriya Parisada No Prarambha 02
Kevadiya Khate Urja Mantrio Ni Be Divasa Ni Rastriya Parisada No Prarambha 02

ખેડૂતો પોતાની વધારાની જમીનમાં સોલાર પ્લાન્ટ્સ લગાવે, પોતાના ઉપયોગ માટે સૌર ઉર્જાનો લાભ લે અને વધારાની વીજળી ગ્રીડમાં આપી આવક મેળવે અને કાર્બન ફ્યુઅલનો વપરાશ ઘટે એ પ્રકારના પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે.સિંચાઈ માટે ૧૦ લાખ ગ્રીડ કનેક્ટેડ સોલાર પમ્પસ,સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતા ૧.૭૫ લાખ પમ્પસનું સોલારાઈઝેશન જેવા પગલાં લેવામાં આવી રહ્યાં છે. દેશભરમાં સ્માર્ટ પ્રિ પેઈડ મીટર્સ લગાવવાની બાબત રાજ્યો સાથે વિચારણામાં છે. તેનાથી ગ્રાહકોને અને ડિસ્કોમ્સને ઘણાં લાભો થશે. કુસુમ યોજના હેઠળ દેશના ખેડૂતોના સિંચાઈ માટેના પમ્પસને સોલારાઈઝ કરાશે અને ખેડૂતોને સક્ષમ પમ્પસ આપવામાં આવશે. દેશભરમાં સમાન વીજદર જેવા સુચનોનો અભ્યાસ કરવામાં આવી રહયો છે. પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની સ્થાપિત ક્ષમતામાં અઢી વર્ષમાં જંગી વધારો શક્ય બન્યો છે. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં ઉર્જાની દયનિય પરિસ્થિતિની ભૂમિકા આપવાની સાથે ૨ હાઇડલ પાવર પ્રોજેક્ટ્સની સ્થાપના, સક્ષમ વીજ વિતરણ વ્યવસ્થાના આયોજનની રૂપરેખા આપી હતી.

Kevadiya Khate Urja Mantrio Ni Be Divasa Ni Rastriya Parisada No Prarambha 03
Kevadiya Khate Urja Mantrio Ni Be Divasa Ni Rastriya Parisada No Prarambha 03

સરદાર સાહેબને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપતાં કેન્દ્રીય ઉર્જા મંત્રીએ જણાવ્યું કે ગુજરાતે વિશ્વની ટૉલેસ્ટ પરસનાલિટીનું સ્ટેચ્યુ ઓફ યુનિટીના રૂપમાં ટૉલેસ્ટ સ્ટેચ્યુ બનાવીને ભારતના એક અગ્રણી ઘડવૈયાને અનેરી આદર અંજલિ આપી છે. ગુજરાત રાજ્યે યજમાનના રૂપમાં આ સ્થળે ઉર્જા પરિષદ યોજવાની જે તક આપી એ અમારા માટે ગૌરવરૂપ છે.તેમણે તમામ રાજ્યો સાથે મળીને ઉર્જાના ક્ષેત્રમાં સુધારાઓનો અમલ કરે અને દેશને શુદ્ધ ઉર્જાની બાબતમાં આત્મ નિર્ભર બનાવે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ દ્વારા વીજ ક્ષેત્રને વિકસાવે એવો અનુરોધ કર્યો હતો.

આ કોન્ફરન્સમાં દેશભરના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશના ઊર્જા મંત્રીશ્રીઓ, ઊર્જા સચિવશ્રીઓ, વીજ વિતરક કંપનીના ચેરમેનશ્રીઓ અને મેનેજીંગ ડિરેક્ટરશ્રીઓ, કેન્દ્રીય ઉર્જા સચિવ શ્રી સુભાષચંદ ગર્ગ, નવીન અને પુનઃ પ્રાપ્ય ઉર્જા મંત્રાલય (MNRE)ના સચિવ શ્રી આનંદકુમાર, ગુજરાત સરકારના ઉર્જા વિભાગના વરિષ્ઠ સચિવશ્રી, ગુજરાતની વિભાગીય વીજ કંપનીઓના મેનેજીંગ ડિરેકટરશ્રીઓ, જિલ્લા કલેકટર શ્રી આઇ.કે.પટેલ વગેરે ઉપસ્થિત રહયાં હતાં. (જિતેન્દ્રરામી)

Kevadiya Khate Urja Mantrio Ni Be Divasa Ni Rastriya Parisada No Prarambha 04
Kevadiya Khate Urja Mantrio Ni Be Divasa Ni Rastriya Parisada No Prarambha 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More