- Advertisement -

ખંભાળીયા ખાતેતાલુકા જીમ સેન્‍ટરનું ઉદઘાટન કરતા સાંસદ પુનમબેન માડમ

ખંભાળીયા ખાતે ૧૯.૮૩ લાખના ખર્ચે ૩૫ થી વધુ સાધનોથી સજજ તાલુકા જીમ સેન્‍ટરનું ઉદઘાટન કરતા સાંસદશ્રી પુનમબેન માડમ

રમત ગમત, યુવા સાંસ્‍કૃતિક પ્રવૃતિ વિભાગ અંતર્ગતની કમિશનર યુવક સેવા, સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર તથા જિલ્‍લા રમત ગમત અધિકારીની કચેરી અને નગરપાલિકા જામ ખંભાળીયાના સહયોગથી જાહેર જનતાના સ્‍વાસ્‍થયના હિતાર્થે તાલુકા જીમ સેન્‍ટરનું નિર્માણ નગરપાલિકા હોલ, પોરનાકા ખંભાળીયા ખાતે કરવામાં આવેલ છે. જેનું આજે સાંસદશ્રી પુનમબેન માડમે લોકાર્પણ કરી પ્રજા સમક્ષ ખુલ્‍લું મુકયું હતું.

Khambhalia Khate Taluka Gym Centre Nu Udghatan Karata Sansad Punamben Madama 04

- Advertisement -

- Advertisement -

450

Get real time updates directly on you device, subscribe now.

Khambhalia Khate Taluka Gym Centre Nu Udghatan Karata Sansad Punamben Madama 01
Khambhalia Khate Taluka Gym Centre Nu Udghatan Karata Sansad Punamben Madama 01
Related Posts
1 of 401

આ તકે સાંસદશ્રી પુનમબેન માડમે જણાવ્‍યું કે લોકોને વધુ તંદુરસ્‍ત બનાવવાના હેતુથી રાજય સરકાર દ્વારા ખંભાળીયાને આ સુંદર સુવિધા પુરી પાડવામાં આવી છે. આનો સદઉપયોગ અને સારૂ જતન કરવાની જવાબદારી આપણા સૌની છે. તેમણે કહયું કે ભુતકાળમાં ડાયાબીટીશના કેશો બહુ ઓછા જોવા મળતા આજે કામ ન કરવાના લીધે વિશ્વના સૌથી વધુ ડાયાબીટીશના કેશો ભારતમાં છે. બેઠાળુ જીવનના લીધે અનેક બીમારીઓ થાય છે. ‘હમ ફીટ તો દેશ ફીટ’ ની દિશામાં આગળ વધવા પ્રધાનમંત્રીશ્રીએ હંમેશા આગેવાની લીધી છે. મોટા શહેરોના સારા જીમ સેન્‍ટર જેવી મશીનરી આ જીમ સેન્‍ટરમાં ઉપલબ્‍ધ છે. આર્મી, પોલીસ જેવી ભરતી તથા રમતવિરો અને જાહેર જનતા આરોગ્‍ય અને ફીટનેશ માટે ઉપયોગી બની રહે તેવા હેતુથી આ જીમ સેન્‍ટર શરૂ કરવામાં આવેલ છે. તેમણે શહેરના તમામ યુવક યુવતિઓને આ જીમ સેન્‍ટરનો લાભ લેવા આહવાન કર્યું હતું.

Also You like to read
1 of 211
Khambhalia Khate Taluka Gym Centre Nu Udghatan Karata Sansad Punamben Madama 02
Khambhalia Khate Taluka Gym Centre Nu Udghatan Karata Sansad Punamben Madama 02

ગ્રીમકોના ચેરનેન શ્રી મેઘજીભાઇ કણઝારીયાએ જણાવ્‍યું કે ૧૯.૮૩ લાખના ખર્ચે ૩૫ થી વધુ સાધનોનો આ જીમ સેન્‍ટરમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે. તેમજ કલેકટરશ્રી ડો. મીનાએ જણાવ્‍યું કે ગુજરાત રાજયના દરેક જિલ્‍લાના તાલુકા મથક પર પ્રજાના આરોગ્‍ય અને સ્‍વાસ્‍થ્‍યને ધ્‍યાનમાં રાખીને દરેક તાલુકામાં એક જીમ સેન્‍ટર ઉભા કરવાનું સરકારશ્રી દ્વારા નકકી કરવામાં આવેલ છે. નગરપાલિકા હોલમાં ફાળવેલ જગ્‍યામાં દેવભૂમિ દ્વારકા જિલ્‍લાનું આ પ્રથમ સરકારી તાલુકા જીમ છે. જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રી પી.એસ. જાડેજાએ આ જીમ સેન્‍ટરનો વધુમાં વધુ લકોને લાભ મળશે તેમ જણાવી સારી રીતે સંચાલન અને જાણવણી થાય તે જોવા જણાવ્‍યું હતું. સ્‍વાગત પ્રવચન નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી પી.એમ. ગઢવીએ તથા આભારવિધિ નગરપાલિકા પ્રમુખ શ્રી શ્વેતાબેન શુકલએ કરી હતી તેમજ કાર્યક્રમનું સંચાલન દા.સુ. ગર્લ્‍સ સ્‍કુલના શ્રી જયોત્‍સનાબેને કર્યું હતું.

Khambhalia Khate Taluka Gym Centre Nu Udghatan Karata Sansad Punamben Madama 03
Khambhalia Khate Taluka Gym Centre Nu Udghatan Karata Sansad Punamben Madama 03

આ કાર્યક્રમમાં જિલ્‍લા ભાજપ પ્રમુખ શ્રી કાળુભાઇ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ શ્રી અનીલભાઇ તન્‍ના, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી જાડેજા, જિલ્‍લા પંચાયત સદસ્‍યશ્રી મયુરભાઇ ગઢવી, શ્રી મશરીભાઇ નંદાણીયા, શ્રી દેવશીભાઇ કરમુર, અગ્રણી શ્રી શૈલેષ કણજારીયા, શ્રી ગોવિંદભાઇ કનારા, શ્રી યોગેશભાઇ મોટાણી, શ્રી દિલીપભાઇ દતાણી, શ્રી ઇન્‍દરજિતસિંહ પરમાર સહિતના આગેવાનો, શહેરીજનો ચીફ ઓફીસરશ્રી, ગઢવી, રમત ગમત અધિકારી શ્રી રાવલીયા વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

Khambhalia Khate Taluka Gym Centre Nu Udghatan Karata Sansad Punamben Madama 04
Khambhalia Khate Taluka Gym Centre Nu Udghatan Karata Sansad Punamben Madama 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More