- Advertisement -

ખંભાતના ટી.ડી.ઓ. દ્વારા બાળકીને દત્તક લેવામાં આવી

ખંભાતના સરપંચશ્રી, તલાટીશ્રી તેમજ આગેવાનો કુપોષિત બાળકો દત્તક લઇને કુપોષણ દૂર કરવા સંકલ્પબધ્ધ થયા.

કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માટે ખંભાત તાલુકામાં અનોખી પહેલ હાથ ઘરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પોષણ અભિયાન 2020ના માધ્યમથી રાજ્યભરમાં કુપોષિત બાળકોમાંથી કુપોષણ દુર કરવા આગામી 30 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી સુધીની ઝુંબેશ માટે આહવાન અને ગત 23 જાન્યુઆરી એ દાહોદ થી ગુજરાત પોષણ અભિયાન 2020 ના લોન્ચિંગ બાદ સમગ્ર રાજ્યમાં અભિયાન હાથ ધરાઇ રહ્યુ છે ત્યારે ખંભાત તાલુકામાં અંદાજે 350 જેટલા કુપોષિત બાળકોને દત્તક લઇને તેમની સાર-સંભાળ અને કાળજી રાખવાની જવાબદારી ખંભાત તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી, તલાટી શ્રી તેમજ સરપંચશ્રીઓ પોતાના ગામોનાં બાળકોની કાળજી લેવા આગળ આવ્યા છે.

Khambhat Na Tdo Dwara Balaki Ne Dattak Levama Avi 01

- Advertisement -

- Advertisement -

85

Get real time updates directly on you device, subscribe now.

ખંભાતના ટી.ડી.ઓ. દ્વારા બાળકીને દત્તક લેવામાં આવી

  • ખંભાતના 350 કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા દત્તક લેવામાં આવશે
  • ખંભાતના સરપંચશ્રી, તલાટીશ્રી તેમજ આગેવાનો કુપોષિત બાળકો દત્તક લઇને કુપોષણ દૂર કરવા સંકલ્પબધ્ધ થયા.
  • બાળકોને દત્તક લઇ આરોગ્યલક્ષી સારવાર તેમજ પૌષ્ટિક આહાર આપવામાં આવશે
Khambhat Na Tdo Dwara Balaki Ne Dattak Levama Avi 01
Khambhat Na Tdo Dwara Balaki Ne Dattak Levama Avi 01

કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માટે ખંભાત તાલુકામાં અનોખી પહેલ હાથ ઘરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પોષણ અભિયાન 2020ના માધ્યમથી રાજ્યભરમાં કુપોષિત બાળકોમાંથી કુપોષણ દુર કરવા આગામી 30 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી સુધીની ઝુંબેશ માટે આહવાન અને ગત 23 જાન્યુઆરી એ દાહોદ થી ગુજરાત પોષણ અભિયાન 2020 ના લોન્ચિંગ બાદ સમગ્ર રાજ્યમાં અભિયાન હાથ ધરાઇ રહ્યુ છે ત્યારે ખંભાત તાલુકામાં અંદાજે 350 જેટલા કુપોષિત બાળકોને દત્તક લઇને તેમની સાર-સંભાળ અને કાળજી રાખવાની જવાબદારી ખંભાત તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી, તલાટી શ્રી તેમજ સરપંચશ્રીઓ પોતાના ગામોનાં બાળકોની કાળજી લેવા આગળ આવ્યા છે.

Khambhat Na Tdo Dwara Balaki Ne Dattak Levama Avi 02
Khambhat Na Tdo Dwara Balaki Ne Dattak Levama Avi 02

ખંભાત તાલુકાનું કોઇપણ બાળક સારા પોષણથી વંચિત ન રહી જાય તે દિશામાં ખંભાત વહીવટી તંત્ર દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં ખંભાતના ટીડીઓ શ્રી રણજીતસિંહ માટી એડા દ્વારા એક બાળક તેમજ ખંભાત તાલુકના પોપટવાવ અને ભીમતળાવમાં સરપંચશ્રી તેમજ માજી સરપંચશ્રી દ્વારા 7 બાળકો ને કુપોષણ મુક્ત કરવા માટે દત્તક લેવામાં આવ્યા હતા. બાળક દત્તક લેવા એટલે કે બાળકની કાળજી રાખવી તેમજ સરકાર તરફથી આપવામાં આવતો ખોરાક,ફળ બાળક નિયમિત લે છે કે નહીં તે પ્રત્યે નિયમિત ધ્યાન રાખી બાળકની બાળરોગ તબીબની સારવાર અપાવવી.

Related Posts
1 of 484
Khambhat Na Tdo Dwara Balaki Ne Dattak Levama Avi 03
Khambhat Na Tdo Dwara Balaki Ne Dattak Levama Avi 03

આ અનોખી પહેલ માટે ખંભાતના ટીડીઓશ્રીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યુ કે કુપોષણને નાથવા માટે આપણે જ આપણાથી  શરૂઆત કરવી પડશે જે માટે મેં પોપટપુરા ગામની દિકરી દિવ્યાબેન કમલેશભાઇ વણકરને કુપોષણથી મુક્ત કરવા માટે દત્તક લીધુ છે. આ બાળકની સવારે તાલુકા પંચાયતમાં આવતી વખતે તેમજ સાંજે ફરજ પરથી પાછા ફરતી વખતે મુલાકાત લઇને બાળકને સુપોષણ મળી રહ્યુ છે કે નહી તેની સારસંભાળ રાખીશ તેમજ આ બાળકને નિયમિત પણે તબીબી સારવાર મળી રહે તેની કાળજી રાખીશ.

Khambhat Na Tdo Dwara Balaki Ne Dattak Levama Avi 04
Khambhat Na Tdo Dwara Balaki Ne Dattak Levama Avi 04

આ બાળકને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે સ્વખર્ચે જરૂરી ફળ, સુકો મેવો, દુધ,  જાતે જ બાળકને બન્ને સમય આપવા આવીશ. તેઓ આ પ્રમાણે અમલ કરી રહ્યા છે. સરપંચશ્રી તરફથી દિવ્યાને બે સમય ઘેરબેઠા દુધ મળી રહ્યુ છે. ખંભાત તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા ખંભાત પંથકમાં કુપોષણ અટકે તેમજ ખંભાત નગરજનો તેમજ ગ્રામજનોને પ્રેરણા મળે તેમજ તાલુકામાં કુપોષિત બાળકોનું પ્રમાણ ઘટે અને બાળકો સુપોષિત રહે તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More