- Advertisement -

ખંભાત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગો માટે કેમ્પ ૨૭મીના રોજ

આ કેમ્પમાં એસ.એસ.હોસ્પિટલના તબીબો મેડીકલ ટીમ સાથે હાજર રહેશે

રાજયના મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી જિલ્‍લા કલેકટર શ્રી દિલીપ રાણાએ આણંદ જિલ્‍લાના તારાપુર તાલુકાની પસંદગી કરી તાલુકાના ગામે-ગામ સરકારની વિવિધ યોજનાઓથી વંચિત રહી ન જાય તે માટે સતત એક માસ સુધી જન વિકાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશને મળેલ સફળતાથી પ્રેરાઇને ખંભાત તાલુકામાં જિલ્‍લાનો બીજો જન વિકાસ ઝુંબેશ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્‍યો છે.

Divyang

- Advertisement -

- Advertisement -

200

Get real time updates directly on you device, subscribe now.

ખંભાત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગો માટે કેમ્પ ૨૭મીના રોજ

રાજયના મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી જિલ્‍લા કલેકટર શ્રી દિલીપ રાણાએ આણંદ જિલ્‍લાના તારાપુર તાલુકાની પસંદગી કરી તાલુકાના ગામે-ગામ સરકારની વિવિધ યોજનાઓથી વંચિત રહી ન જાય તે માટે સતત એક માસ સુધી જન વિકાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશને મળેલ સફળતાથી પ્રેરાઇને ખંભાત તાલુકામાં જિલ્‍લાનો બીજો જન વિકાસ ઝુંબેશ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્‍યો છે.

  • તા.૨૭મીના રોજ ખંભાતના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખાસ દિવ્યાંગો માટે કેમ્પ યોજાશે
  • આ કેમ્પમાં એસ.એસ.હોસ્પિટલના તબીબો મેડીકલ ટીમ સાથે હાજર રહેશે
  • આ કેમ્પનો દિવ્યાંગજનોને લાભ લેવા અનુરોધ
Also You like to read
1 of 210
Related Posts
1 of 398

આ ઝુંબેશ કાર્યક્રમ સાથે સંકળાયેલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવા તાજેતરમાં જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને ખંભાત ખાતે મીટીંગ યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણાએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી જેમ તારાપુર તાલુકામાં જન વિકાસ ઝુંબેશને સફળતા મળી છે તેવી જ સફળતા ખંભાત તાલુકામાં મળે તેમજ કોઇ સાચો લાભાર્થી સરકારની યોજનાથી વંચિત રહી ન જાય અને કોઇ ખોટો લાભાર્થી લાભ લઇ ન જાય તે જોવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

 

Divyang
Divyang

આ બેઠકમાં આપવામાં આવેલ માર્ગદર્શનના પગલે પેટલાદની એસ.એસ. હોસ્પિટલના ઉપક્રમે આગામી તા. ૨૭/૧૧/૧૯ના રોજ સવારના ૯-૦૦ થી સાંજના ૪-૦૦ વાગ્યા સુધી ખંભાતના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગો માટે ખાસ કેમ્પનું  આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં એસ.એસ.હોસ્પિટલ તથા ખંભાત સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબો મેડીકલ ટીમ અને જરૂરી સાધનો સાથે હાજર રહીને દિવ્યાંગોની ચકાસણી કરી પ્રમાણપત્રો આપશે.

આ કેમ્પમાં ઓપ્થલીમક, સાઇક્રીયાટીસ્ટ, ઓર્થોપેડીક, કલીનીકલ સાયકલોજીસ્ટ તબીબો સહિત જરૂરી ટીમો હાજર રહીને આ કામગીરી કરશે જેનો ખંભાત શહેર સહિત આજુબાજુના ગામોના દિવ્યાંગજનોને લાભ લેવા પેટલાદ એસ.એસ. હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જનશ્રીએ એક યાદી દ્વારા અનુરોધ કર્યો છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More