ખાપટ ખાતે મહાત્મા ગાંધી બોયઝ હોસ્ટેલનું કૃષિ મંત્રી હસ્તે લોકાર્પણ

ખાપટ ખાતે રૂ. ૫ કરોડના ખર્ચે નિર્મિત “મહાત્મા ગાંધી” બોયઝ હોસ્ટેલનું કૃષિ મંત્રીશ્રી ફળદુના હસ્તે લોકાર્પણ

પોરબંદર તા.૪, પોરબંદર ખાતે ૧૫૦ વિઘા જમીનમાં પથરાયેલ ખાપટ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં રૂ ૫ કરોડના ખર્ચે નિર્મિત “મહાત્માં ગાંધી” બોયઝ હોસ્ટેલનું કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી આર.સી.ફળદુએ આજે લોકાર્પણ કર્યુ હતું. ત્રણ માળની આ હોસ્ટેલમાં ૧૮૯ વિધાર્થીઓની ક્ષમતા સાથે ૬૩ રૂમનુ નિર્માણ કરાયું છે.

Khapata Khate Mahatma Gandhi Boys Hostel Nu Krushi Mantri Haste Lokarpana 01
68

Get real time updates directly on you device, subscribe now.

ખાપટ ખાતે મહાત્મા ગાંધી બોયઝ હોસ્ટેલનું કૃષિ મંત્રી હસ્તે લોકાર્પણ

Related Posts
1 of 326

પોરબંદર તા.૪, પોરબંદર ખાતે ૧૫૦ વિઘા જમીનમાં પથરાયેલ ખાપટ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં રૂ ૫ કરોડના ખર્ચે નિર્મિત “મહાત્માં ગાંધી” બોયઝ હોસ્ટેલનું કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી આર.સી.ફળદુએ આજે લોકાર્પણ કર્યુ હતું. ત્રણ માળની આ હોસ્ટેલમાં ૧૮૯ વિધાર્થીઓની ક્ષમતા સાથે ૬૩ રૂમનુ નિર્માણ કરાયું છે.

  • ખાપટ ખાતે રૂ. ૫ કરોડના ખર્ચે નિર્મિત “મહાત્મા ગાંધી” બોયઝ હોસ્ટેલનું કૃષિ મંત્રીશ્રી ફળદુના હસ્તે લોકાર્પણ
  • કૃષિ કોલેજના વિદ્યાર્થીઓ કૃષિના ઋૃષિ બની ખેડુતો માટે તેમના જ્ઞાનને નિખારે :-કૃષિ મંત્રીશ્રી ફળદુ

ખાપટ ખાતે ત્રણ વર્ષ પહેલા શરૂ કરાયેલ કૃષિ કોલેજના વિધાર્થીઓને અધતન હોસ્ટેલની ભેટ આપી કૃષિ મંત્રીશ્રી એ કહ્યુ કે, સરકાર વ્યવસ્થાનુ નિર્માણ કરે, સવલત આપે ત્યારે કૃષિના વિધાર્થીઓએ કૃષિક્ષેત્રમાં સતત ચિંતન મનન અને નિષ્ઠાથી અભ્યાસ કરી કૃષિના ઋૃષિ બની ખેડુતો માટે તેના જ્ઞાન-તજજ્ઞતાને નિખારવાની છે. ખેડુતોને એટલા સક્ષમ બનાવો કે વિશ્વના પટ ઉપર આપણું ખેડુતોનું ખેત ઉત્પાદન  ગુણવાતામાં શ્રેષ્ઠ બને.

Khapata Khate Mahatma Gandhi Boys Hostel Nu Krushi Mantri Haste Lokarpana 01
Khapata Khate Mahatma Gandhi Boys Hostel Nu Krushi Mantri Haste Lokarpana 01

વિધાર્થીઓને આત્મ વિશ્વાસથી ધ્યેય તરફ આગળ વધવા પ્રેરીત કરી, કૃષિમંત્રીશ્રીએ કહ્યુ કે, કૃષિ ક્ષેત્રે વધુ પડતા રાસાયણિક ખાતર અને દવાનો વપરાશ કોઇ રીતે યોગ્ય નથી. ભારત કૃષિ પ્રધાન દેશ છે, ત્યારે કૃષિના વિધાર્થીઓ તજજ્ઞોએ યોગ્ય માર્ગદર્શન આપી ખેડુતોની આવક બમણી કરવામાં મદદરૂપ થાય તે આજના સમયની તાતી જરૂરીયાત છે તેમશ્રી ફળદુએ ઉમેર્યુ હતુ.

આ પ્રસંગે પોરબંદરનાં ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયાએ કહ્યુ કે, કૃષિ શ્રેષ્ઠ વ્યવસાય છે, કૃષિ અને પશુપાલન બે જ એવા વ્યવસાય છે. જેમાં પર્યાવરણનુ જતન થાય છે. કૃષિ ક્ષેત્રે અનેક સંભાવનાઓ પડેલી છે. ખેડુતોને ખેતી માટે યોગય માર્ગદર્શન આપવાની જવાબદારી કૃષિ વિધાર્થીઓની છે.

Also You like to read
1 of 89
Khapata Khate Mahatma Gandhi Boys Hostel Nu Krushi Mantri Haste Lokarpana 02
Khapata Khate Mahatma Gandhi Boys Hostel Nu Krushi Mantri Haste Lokarpana 02

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટિના કુલપતીશ્રી એ.આર. પાઠકે જણાવ્યું કે, ૩ વર્ષ પહેલા શરૂ કરાયેલ કૃષિ કોલેજ આજે પૂર્ણ રૂપે કાર્યરત છે.આ માટે તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવાની સાથે વિધાર્થીઓને સારા શિક્ષણ, સારા સ્વાચ્થ્ય માટે સુભેચ્છા પાઠવી હતી.

કૃષિ મહાવિધાલયમાં અભ્યાસ કરતાં વિધાર્થી સંજય આંબલીયાએ જણાવ્યું કે, નવી હોસ્ટેલનાં નિર્માણથી છાત્રોને મહત્વની સુવિધાઓ મળી શકશે. રવિ સરવૈયાએ કહ્યુ કે, હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ થતા હું મોકળાશ અનુભવુ છું. હોસ્ટેલ રૂમમાં સ્વતંત્ર કબાટ, ટેબલ, બેડ સહિતની સુવિધા પુરી પાડવા બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Khapata Khate Mahatma Gandhi Boys Hostel Nu Krushi Mantri Haste Lokarpana 03
Khapata Khate Mahatma Gandhi Boys Hostel Nu Krushi Mantri Haste Lokarpana 03

અરવલ્લી જિલ્લામાંથી અભ્યાસ કરવા આવેલો વિધાર્થી તેજસે હર્ષ સાથે કહ્યુ કે, હોસ્ટેલમાં ડાયનિંગ હોલ, જીમ, ટેબલ,ટેનિશ/રૂમની સુવિધા મળી છે. જે ખુબ જ મહત્વનું છે. રાહુલ બ્રાંભોલીયાએ કહ્યુ કે, હોસ્ટેલમાં રીડીંગ હોલ, લાઇબ્રેરી, રીક્રીએશન રૂમ સહિતની સુવિધા મળતા એકાગ્રતામાં વધારો થશે.

લોકાર્પણ સમારોહના પ્રાંરભે કૃષિ યૂનિ. સંશોધન નિયામક ડો વી.પી. ચોવટીયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ પ્રસંગે પોરબંદર નગરપાલીકા પ્રમુખ અશોક ભદ્રેચા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે. અડવાણી, પ્રાંત અધિકારીશ્રી કે.વી બાટી, વિસ્તરણ શસ્ક્ષણ નિયામક ડો. રાજાણી, અગ્રણીશ્રી વિક્રમભાઇ ઓડેદરા, ખાપટ કૃષિ કોલેજના આચાર્ય આર.કે. ઓડેદરા, કાર્યપાલક ઇજનેરશ્રી બી.એન. ઉમટ સહિત કુષિ કોલેજના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રધ્યાપક ડો. ગોરફાડ અને આભારવિધી કૃષિ .યુનિ.ના કુલ સચિવ ડો. પી.એમ ચૌહાણે કરી હતી.

Khapata Khate Mahatma Gandhi Boys Hostel Nu Krushi Mantri Haste Lokarpana 04
Khapata Khate Mahatma Gandhi Boys Hostel Nu Krushi Mantri Haste Lokarpana 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More