- Advertisement -

ખેડામાં નાગરિકોને બેન્‍કો દ્વારા રૂ૧૫૦ કરોડનું ધિરાણ કરાશે

ખેડા જિલ્‍લામાં ૨૦૦૦ ઉપરાંત નાગરિકોને બેન્‍કો દ્વારા રૂા.૧૫૦ કરોડનું માતબર ધિરાણ કરાશે : કલેકટરશ્રી સુધીર પટેલ

નડિયાદ-શુક્રવારઃ- ખેડા જિલ્‍લા લીડ બેન્‍ક બેન્‍ક ઓફ બરોડા અને ક્ષેત્રિય કાર્યાલય દ્વારા ભારત સરકારના નાણાંકીય સેવાઓ વિભાગની સુચનાથી કસ્‍ટમર આઉટરીચ ઇનીસીયેટીવ (ગ્રાહક સંપર્ક પહેલ) કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલ બે દિવસીય લોન મેળાનો કલેકટરશ્રી સુધીર પટેલે બેન્‍ક ઓફ બરોડાના એક્ઝીકયુટીવ ડાયરેકટરશ્રી વિક્રમાદિત્‍ય સિંહ ખીચીની ઉપસ્‍થિતિમાં ખુલ્‍લો મુક્યો હતો.

Khedama Nagariko Ne Ben‍ko Dvara Ru150 Karoda Nu Dhirana Karase 01

- Advertisement -

- Advertisement -

320

Get real time updates directly on you device, subscribe now.

ખેડામાં નાગરિકોને બેન્‍કો દ્વારા રૂ૧૫૦ કરોડનું ધિરાણ કરાશે

નડિયાદ-શુક્રવાર : ખેડા જિલ્‍લા લીડ બેન્‍ક બેન્‍ક ઓફ બરોડા અને ક્ષેત્રિય કાર્યાલય દ્વારા ભારત સરકારના નાણાંકીય સેવાઓ વિભાગની સુચનાથી કસ્‍ટમર આઉટરીચ ઇનીસીયેટીવ (ગ્રાહક સંપર્ક પહેલ) કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલ બે દિવસીય લોન મેળાનો કલેકટરશ્રી સુધીર પટેલે બેન્‍ક ઓફ બરોડાના એક્ઝીકયુટીવ ડાયરેકટરશ્રી વિક્રમાદિત્‍ય સિંહ ખીચીની ઉપસ્‍થિતિમાં ખુલ્‍લો મુક્યો હતો.

  • ગ્રાહક સંપર્ક પહેલ
  • ખેડા જિલ્‍લામાં ૨૦૦૦ ઉપરાંત નાગરિકોને બેન્‍કો દ્વારા રૂા.૧૫૦ કરોડનું માતબર ધિરાણ કરાશેઃ કલેકટરશ્રી સુધીર પટેલ
  • નડિયાદ શહેરમાં પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલ ૧૫૦ મહિલા કારીગરોને બેન્‍ક ઓફ બરોડા દ્વારા ખાસ યોજના હેઠળ ધિરાણ અપાશે : શ્રી વિક્રમાદિત્‍ય ખીચી
  • નડિયાદમાં બે દિવસીય લોન મેળાનો પ્રારંભ ૩૨ રાષ્‍ટ્રીય બેન્‍કો સહિત ખાનગી બેન્‍કો લોન મેળામાં સ્‍ટોલ ઉભા કર્યા
Khedama Nagariko Ne Ben‍ko Dvara Ru150 Karoda Nu Dhirana Karase 01
Khedama Nagariko Ne Ben‍ko Dvara Ru150 Karoda Nu Dhirana Karase 01

અત્રે ઉલ્‍લેખનીય છે કે કેન્‍દ્ર સરકારના નાણાંકીય સેવાઓ વિભાગ દ્વારા સમગ્ર દેશમાં એક નવતર પહેલના ભાગરૂપે ૪૦૦ જિલ્‍લાઓમાં રાષ્‍ટ્રીયકૃત બેન્‍કો દ્વારા લોન મેળાનું આયોજન કરી છેવાડાના ગ્રાહકો સુધી પહોંચવાનું નિર્ધારીત કરવામાં આવ્‍યું છે. પ્રથમ તબક્કામાં તા. ૭ ઓક્ટોબર સુધીમાં ૨૫૦ જિલ્‍લાઓને આવરી લેવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં તા. ૨૧-૧૦-૧૯ થી ૨૫-૧૦-૧૯ દરમિયાન ૧૫૦ જિલ્‍લામાં લોન મેળા યોજાશે.

બેન્‍કો દ્વારા તહેવારોના સમયગાળામાં ગ્રાહકોની માંગને પહોંચી વળવા એમએસએમઇ અને રીટેલ ગ્રાહકોને ધિરાણ આપવાના ભાગરૂપે આ લોન મેળો યોજાયો છે. બે દિવસ દરમિયાન કૃષિ, વાહનો, ઘર, રીટેલ, એમએસએમઇ, શિક્ષણ અને વ્‍યક્તિ કેટેગરીમાં સ્‍થળ પરજ લોન મંજૂર થશે. લોન વિતરણમાં તમામ નાણાંકીય ધારાધોરણનું પાલન વિશે જાગૃત્તિ કેમ્‍પનું આયોજન પણ કરવામાં આવ્‍યું છે.

Khedama Nagariko Ne Ben‍ko Dvara Ru150 Karoda Nu Dhirana Karase 02
Khedama Nagariko Ne Ben‍ko Dvara Ru150 Karoda Nu Dhirana Karase 02

કલેકટરશ્રી સુધીર પટેલે જણાવ્‍યું કે કેન્‍દ્ર સરકાર દ્વારા રાષ્‍ટ્રીયકૃત બેન્‍કો દ્વારા અપાતી લોન, બેન્‍કની વિવિધ યોજનાઓના લાભો અંતિમ વ્‍યક્તિ સુધી પહોંચે તે માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ લોન મેળાના માધ્‍યમથી બે દિવસમાં ખેડા જિલ્‍લામાં બે હજાર ઉપરાંત લોકોને રૂા. ૧૫૦ કરોડ જેટલી માતબર રકમનું લોન-ધિરાણ આપવામાં આવનાર છે. કલેકટરશ્રીએ બેન્‍કો સામે ચાલીને  ગ્રાહકોના આંગણી આવી છે ત્‍યારે તેનો મહત્તમ  લાભ લઇ લોન-ધિરાણના નાણાં સમયસર ભરપાઇ કરવા અનુરોધ કર્યો હતો.

Related Posts
1 of 484

કલેકટરશ્રીએ જણાવ્‍યું કે જિલ્‍લા પ્રશાસન દ્વારા જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્ર મારફતે બેન્‍ક ઓફ બરોડા સાથે નડિયાદમાં પતંગ વ્‍યવસાય સાથે સંકળાયેલા ૧૫૦ જેટલા કારીગરો માટે રાજય સરકારની દત્તોપંત ઠેંગડી સહાય યોજના અંતર્ગત રૂા. ૧૦,૦૦૦ થી લઇ રૂા. ૧,૦૦,૦૦૦ સુધીની સબસીડી અને વ્‍યાજ સહાય સહિતની યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં આ યોજના હેઠળ કારીગરોને ધિરાણ આપવામાં આવશે. જેથી તેઓને ખાનગી ધિરાણકર્તાઓ ઉપર આધાર રાખવો પડશે નહીં અને કાચો માલ ખરીદી શકશે.

Khedama Nagariko Ne Ben‍ko Dvara Ru150 Karoda Nu Dhirana Karase 03
Khedama Nagariko Ne Ben‍ko Dvara Ru150 Karoda Nu Dhirana Karase 03

બેન્‍ક ઓફ બરોડાના એક્ઝીક્યુટીવ ડાયરેકટરશ્રી વિક્રમાદિત્‍ય સિંહ ખીચીએ જણાવ્‍યું કે રાષ્‍ટ્રીયકૃત બેન્‍કો દ્વારા કસ્‍ટમર આઉટરીચ કાર્યક્રમ હેઠળ સામે ચાલીને લોકોની જરૂરિયાત પૂરી શકાય તે માટે બેન્‍કીંગને લગતી તમામ સુવિધાઓ એક જ સ્‍થળે ઉભી કરવામાં આવી છે. બેન્‍ક ઓફ બરોડા દ્વારા આઉટરીચ કાર્યક્રમ હેઠળ રાજ્ય સરકાર સાથે દત્તોપંત ઠેંગડી યોજના હેઠળ પતંગ વ્‍યવસાય સાથે સંકળાયેલી ૧૫૦ મહિલા કારીગરોને લોન આપવાનો ખાસ યોજના હેઠળ ધિરાણ આપવાનું નક્કી કરવામાં આવ્‍યું છે.

જેથી પતંગ ઉદ્યોગને વધુ વેગ મળવા સાથે મહિલાઓનું આર્થિક સશક્તિકરણ પણ થશે. શ્રી ખીચીએ બેન્‍ક ઓફ બરોડાની વિવિધ ગ્રાહકલક્ષી બેન્‍કીંગ સેવાઓની વિસ્‍તૃત વિગતો આપતા જણાવ્‍યું કે આ બે દિવસીય લોન મેળામાં ૩૨ જેટલી રાષ્‍ટ્રીયકૃત બેન્‍કો સહિત ખાનગી બેન્‍કો અને માઇક્રો ફાઇનાન્સ કંપનીઓએ પોતાના સ્‍ટોલ ઉભા કર્યા છે. બેન્‍ક ઓફ બરોડા સહિત તમામ બેન્‍કો ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પ્રતિબધ્ધ હોવાનું તેમણે જણાવ્‍યું હતું. બેન્‍ક ઓફ બરોડાના અમદાવાદના મહાપ્રબંધકશ્રી જી.કે.પાનેરીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.

Khedama Nagariko Ne Ben‍ko Dvara Ru150 Karoda Nu Dhirana Karase 04
Khedama Nagariko Ne Ben‍ko Dvara Ru150 Karoda Nu Dhirana Karase 04

આ લોન મેળામાં મહાનુભાવોના હસ્‍તે બેન્‍કોની વિવિધ ધિરાણ યોજનાઓ હેઠળ ગ્રાહકોને મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. પ્રથમ દિવસે ૧૩૫૧ ગ્રાહકોને રૂા. ૭૪.૩૪ કરોડના લોન/ધિરાણના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્‍યા હતા.

પ્રારંભમાં બેન્‍ક ઓફ બરોડાના ખેડા ક્ષેત્રના ક્ષેત્રિય પ્રબંધકશ્રી મહેન્‍દ્ર વાલાએ સૌનો આવકાર કર્યો હતો. અને અંતમાં મયુરભાઇએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે વિવિધ બેન્‍કના મેનેજરો, લીડ બેન્‍ક મેનેજરશ્રી દિવ્‍યેશ પરીખ, બેન્‍કના ગ્રાહકો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More