- Advertisement -

ખેડૂતો માટેનું પોર્ટલ લોન્ચીંગ કરતાં નાયબ મુખ્યમંત્રી

રાજ્યમાં સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર કટિબદ્ધ

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સુક્ષ્મ પદ્ધતિથી ખેતીની સુવિધા ઉપલબ્ધ કરાવવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે જેના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના હસ્તે જી.જી.આર.સી. દ્વારા ખેડૂતો માટે તૈયાર કરાયેલ http://khedut.ggrc.co.in પોર્ટલનું લોન્ચીંગ કરાયુ હતું.

Kheduto Matenu Portal Launching Karata Nayab Mukhyamantri 01

- Advertisement -

- Advertisement -

581

Get real time updates directly on you device, subscribe now.

ખેડૂતો માટેનું પોર્ટલ લોન્ચીંગ કરતાં નાયબ મુખ્યમંત્રી

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સુક્ષ્મ પદ્ધતિથી ખેતીની સુવિધા ઉપલબ્ધ કરાવવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે જેના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના હસ્તે જી.જી.આર.સી. દ્વારા ખેડૂતો માટે તૈયાર કરાયેલ http://khedut.ggrc.co.in પોર્ટલનું લોન્ચીંગ કરાયુ હતું.

Kheduto Matenu Portal Launching Karata Nayab Mukhyamantri 01
Kheduto Matenu Portal Launching Karata Nayab Mukhyamantri 01
Related Posts
1 of 398
  • રાજ્યમાં સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર કટિબદ્ધ
  • ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની દ્વારા ખેડૂતો માટે http://khedut.ggrc.co.in
  • પોર્ટલનું લોન્ચીંગ કરતાં  નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
  • ખેડૂતોએ પોર્ટલ દ્વારા અથવા મોબાઇલ નંબર ૯૭૬૩૩૨૨૨૧૧ પર પોતાની વિગતો ભરી નોંધણી/એસ.એમ.એસ. કરવાનો રહેશે
  • નોંધણી બાદ જી.જી.આર.સી. દ્વારા ખેડૂતોનો સામેથી સંપર્ક કરીને ટપક સિંચાઇ પદ્ધતિ ગોઠવવામાં સહાયરૂપ થશે
  • અત્યાર સુધીમાં રાજ્યના ૧૧ લાખથી વધુ ખેડૂતોએ લીધો લાભ : ૧૮.૫૦ લાખ હેક્ટરમાં સુક્ષ્મ સિંચાઇ સુવિધા ઉપલબ્ધ
  • રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સુક્ષ્મ સિંચાઇ ઉપલબ્ધ કરાવવા અત્યાર સુધીમાં કુલ રૂ.૬૦૯૦ કરોડની સબસીડી ચુકવાઇ
Also You like to read
1 of 210
Kheduto Matenu Portal Launching Karata Nayab Mukhyamantri 02
Kheduto Matenu Portal Launching Karata Nayab Mukhyamantri 02

નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલે પોર્ટલનું લોન્ચીંગ કરતા જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ખેડૂતોને પર ડ્રોપ મોર ક્રોપ માટે ડ્રીપ ઇરીગેશન-સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિ દ્વારા ઓછા પાણીએ વધુ ખેતી ખેડૂતો કરી શકે તે માટે ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની દ્વારા સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં જી.જી.આર.સી. દ્વારા રાજ્યના ૧૧ લાખથી વધુ ખેડૂતોને ૧૮.૫૦ લાખ જેટલા હેક્ટરમાં સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિ વસાવીને આ યોજનાનો લાભ પુરો પડાયો છે. ખેડૂતોને ખૂબ જ ઓછી કિંમતે ટપક સિંચાઇની સિસ્ટમ લગાડવા માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં કુલ રૂ. ૬૦૯૦ કરોડની માતબર રકમની સબસીડી પણ પુરી પાડી છે.

Kheduto Matenu Portal Launching Karata Nayab Mukhyamantri 03
Kheduto Matenu Portal Launching Karata Nayab Mukhyamantri 03

શ્રી પટેલે ઉમેર્યુ કે, સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કાર્યરત થયેલ આ પોર્ટલમાં અથવા મોબાઇલ નંબર ૯૭૬૩૩૨૨૨૧૧ ઉપર પોતાની વિગતો, નામ, જિલ્લો, તાલુકો, ગામ ભરી પૂર્વ નોંધણી જાતે જ કરી શકશે. નોંધણી થયા બાદ જી.જી.આર.સી. દ્વારા સામેથી ખેડૂતોનો સંપર્ક કરી સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિ લગાડવા માટેની કામગીરી કરવામાં આવશે. આ પ્રસંગે જી.જી.આર.સી. ના મેનેજીંગ ડીરેક્ટર શ્રી શાહમીના હુસૈન, જોઇન્ટ સી.ઇ.ઓ. શ્રી રેણુ ભટ્ટ, એગ્રો ડેવલપમેન્ટના ચીફ શ્રી પી.પી.દોંગા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. (દિલીપગજ્જર/જિતેન્દ્રરામી)

Kheduto Matenu Portal Launching Karata Nayab Mukhyamantri 04
Kheduto Matenu Portal Launching Karata Nayab Mukhyamantri 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More