- Advertisement -

દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલમહાકુંભ-૨૦૧૮ યોજાશે

- Advertisement -

- Advertisement -

209

Get real time updates directly on you device, subscribe now.

રાજકોટ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલમહાકુંભ-૨૦૧૮ યોજાશે

રાજકોટ તા.૭ સપ્ટેમ્બરઃ- ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા વહિવટીતંત્રના સહયોગથી જિલ્લા રમતગમતની કચેરી રાજકોટ (ગ્રામ્ય) દ્વારા સંચાલીત દિવ્યાંગ ખેલાડીઓ જેવા કે માનસિક ક્ષતિગ્રસ્ત (એમ.આર.) , શારીરીક ક્ષતિવાળા(ઓ.એચ.), અંધજન (બ્લાઇન્ડ) અને શ્રવણમંદ ક્ષતિવાળા (બહેરા)  ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભ-૨૦૧૮ની વિવિધ રમતોની સ્પર્ધાનું આયોજન આગામી ઓકટોબર-૨૦૧૮ માસના અંતિમ સપ્તાહમાં થનાર છે.

Related Posts
1 of 528

Khel Mahakumbh for Divyang

આ સ્પર્ધાઓમાં ભાગ લેવા ઇચ્છુક શહેર / જિલ્લાની માનસિક ક્ષતિગ્રસ્ત સંસ્થા, શારીરીક ક્ષતિગ્રસ્ત સંસ્થા, અંધજન (બ્લાઇન્ડ) અને શ્રવણમંદ ક્ષેત્રે કામગીરી કરતી સંસ્થા/શાળાઓના તેમજ ઉપર્યુકત ક્ષતિ ધરાવતા શહેર /જિલ્લાના દિવ્યાંગ ખેલાડી ભાઇઓ/બહેનોએ વધુ માહિતી અને પ્રવેશ ફોર્મ મેળવવા જીલ્લા રમતગમત અધિકારીની કચેરી રાજકોટ (ગ્રામ્ય), ૫/૫ બહુમાળી ભવન, રેસકોર્ષ પાસે, રાજકોટ (ફોન નં-૦૨૮૧-૨૪૪૦૦૮૧ પર સંપર્ક કરવા અને પ્રવેશફોર્મ મેળવી અને જમા કરાવવા રમતગમત અધિકારીશ્રી રાજકોટ (ગ્રામ્ય)ની યાદીમાં જણાવાયું છે.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

%d bloggers like this: