- Advertisement -

ખેલમહાકુંભ : યોગમા રાજ્યકક્ષાએ દ્રિતીય નંબર મેળવ્યો

યોગ કરવાથી શારીરિક અને માનસિક સંતુલન જળવાઇ રહે છે અલ્પેશભાઇ મકવાણા.

ખેલમહાકુંભ : યોગમા રાજ્યકક્ષાએ દ્રિતીય નંબર મેળવ્યો. ખેલમહાકુંભમાં જિલ્લાકક્ષાએ પ્રથમ અને રાજ્યકક્ષાએ દ્રિતીય નંબર મેળવનાર પોરબંદરનાં ૧૮ વર્ષિય યુવાન અલ્પેશભાઇ મકવાણા કહે છે, યોગ કરવાથી શારીરિક અને માનસિક સંતુલન જળવાઇ રહે છે. માણસ અનેક શારીરિક બિમારીઓ દૂર કરીને મફતમાં માનસિક શાંતિ અનુભવ યોગ થકી કરી શકે છે. યોગથી થતા લાભને ધ્યાનમાં રાખીને વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

- Advertisement -

- Advertisement -

180

Get real time updates directly on you device, subscribe now.

ખેલમહાકુંભમાં યોગમા રાજ્યકક્ષાએ દ્રિતીય નંબર મેળવ્યો  

યોગ કરવાથી શારીરિક અને માનસિક સંતુલન જળવાઇ રહે છે : અલ્પેશભાઇ મકવાણા

માણસ અનેક શારીરિક બિમારીઓ દૂર કરીને મફતમાં માનસિક શાંતિ અનુભવ યોગ થકી કરી શકે છે.

યોગ કરવાથી શારીરિક અને માનસિક સંતુલન જળવાઇ રહે છે અલ્પેશભાઇ મકવાણા 01
યોગ કરવાથી શારીરિક અને માનસિક સંતુલન જળવાઇ રહે છે અલ્પેશભાઇ મકવાણા 01

પોરબંદર તા.૭, ખેલમહાકુંભમાં જિલ્લાકક્ષાએ પ્રથમ અને રાજ્યકક્ષાએ દ્રિતીય નંબર મેળવનાર પોરબંદરનાં ૧૮ વર્ષિય યુવાન અલ્પેશભાઇ મકવાણા કહે છે, યોગ કરવાથી શારીરિક અને માનસિક સંતુલન જળવાઇ રહે છે.  

માણસ અનેક શારીરિક બિમારીઓ દૂર કરીને મફતમાં માનસિક શાંતિ અનુભવ યોગ થકી કરી શકે છે. યોગથી થતા લાભને ધ્યાનમાં રાખીને વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાત સરકાર દ્રારા દર વર્ષે યોજાતો ખેલમહાકુંભ ખેલૈયાઓ માટે એક પ્લેટફોર્મ બન્યુ છે.

યોગ કરવાથી શારીરિક અને માનસિક સંતુલન જળવાઇ રહે છે અલ્પેશભાઇ મકવાણા 03
યોગ કરવાથી શારીરિક અને માનસિક સંતુલન જળવાઇ રહે છે અલ્પેશભાઇ મકવાણા 03

પંચરની નાની દુકાન દ્રારા ગુજરાન ચલાવતા ઘનશ્યામભાઇ મકવાણાના પુત્ર અલ્પેશ કહે છે કે, ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી કોલેજ સુધી પહોંચી શક્યો નથી. પણ મારી સવારની શરૂઆત  મારા શોખથી થાય છે. અને આ શોખ છે દરરોજ સવારે ૬ થી ૮ વાગા સુધી યોગ કરવા. ટીવીમાં આવતા જુદા જુદા યોગાસનનાં કાર્યક્રમો જોઇને છેલ્લા હું ૩ વર્ષથી યોગ કરૂ છું અને શાળાના વિદ્યાર્થીઓને પણ યોગાસન કરાવુ છું.

Related Posts
1 of 443

ઓ.એન.મોઢા વિદ્યાલયમાં યોગ શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશભાઇએ વધુમાં કહ્યુ કે, હું છેલ્લા ૨ વર્ષથી ખેલમહાકુંભમાં ભાગ લઉ છું હાર કે જીત, નંબર આવે કે ના આવે મને તો ફક્ત યોગાસન કરવા ગમે છે માટે હું ખેલમહાકુંભમાં ઉત્સાહિત થઇને જોડાવ છું.

તમે ધો૧૦નાં વિધાર્થી હોય કે ૬૫ વર્ષિય નિવૃતિનુ જીવન જીવતા હોય દરેક ઉમરના લોકોએ યોગ કરવા જોઇએ યોગ માણસને મફતમાં દવાઓ કે માનસિક તણાવથી દુર રાખે છે.

અલ્પેશભાઇએ કહ્યુ કે, ખેલમહાકુંભમાં હુ ભાગ લઉ છું. અને સાથે સાથે મારા વિધાર્થીઓ પણ ભાગ લઇ છે. મને ભગીરથાસન કરવુ ખુબજ ગમે છે. યોગમાં આગળ વધવા માટે શાળાના આચાર્યશ્રી પુજા બહેન સહિતનો સ્ટાફ સહયોગ પુરો પાડે છે. સરકાર દ્રારા યોજાતો ખેલ મહાકુંભ ખુબ જ મહત્વનો કાર્યક્રમ છે. આ પ્રકારના કાર્યક્રમોથી લોકો ખેલકૂદની કોઇને કોઇ પ્રવૃતિમા જોડાયેલા રહે છે.

યોગ કરવાથી શારીરિક અને માનસિક સંતુલન જળવાઇ રહે છે અલ્પેશભાઇ મકવાણા 02
યોગ કરવાથી શારીરિક અને માનસિક સંતુલન જળવાઇ રહે છે અલ્પેશભાઇ મકવાણા 02

કોઇ કોચના માર્ગદર્શન વગર જાતે જ પ્રયોગો કરીને ખેલમહાકુંભમાં ડંકો વગાડનાર અલ્પેશની ઇચ્છા છે કે, હું એક એવો ખુલ્લો ક્લાસ બનાવવા ઇચ્છુ છુ કે જેમા ચાર દિવાલ ન હોય પણ ચારે બાજુ વૃક્ષો હોય, વાતાવરણ ઘોંઘાટ મુક્ત હોય. વિવિધ સ્થળોએ યોજાતા કાર્યક્રમોમાં મને યોગ કરવા ગમે છે. પોરબંદર ખાતે યોજાતા જન્માષ્ટમીના મેળામાં પણ અમારી ટીમ યોગાસન કરીને તેના ફાયદા વિશે લોકોને માહિતગાર કરે છે. મારો મુખ્ય હેતુ એ છે કે વધુને વધુ લોકો યોગ કરતા થાય. શાળાનાં સહ આચાર્ય રીધ્ધીબેન રાઠોડે કહ્યુ કે, અલ્પેશભાઇ ખુબજ સરળ અને શાંત છે. દરેક કાર્યને પોઝીટીવથી જુએ છે, વિધાર્થીઓને હંમેશા માર્ગદર્શન પુરુ પાડતા રહે છે.

Khel Mahakumbh

ખેલમહાકુંભના માધ્યમથી કેટલાય એવા હિરલાઓ પોતાના આપબળે કોઇ કોચ વગર વિજેતા પુરવાર થઇને રાજ્યમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળતા મેળવી છે. (સંકલનઃ-જીતેન્દ્ર નીમાવત, માહિતી બ્યુરો, પોરબંદર)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More