- Advertisement -

ખેલમહાકુંભના માધ્યમથી અનેક પ્રતિભાશાળી ખેલાડીઓને કૌશલ્ય ખિલવવાની તક મળી

અંતરીયાળ અને ઉંડાણના આદિજાતિ ગ્રામ્ય વિસ્તારની કાજલ રાવત મહીસાગર યોગ ગર્લ તરીકે જાણીતી બની

રાજ્ય સરકાર દ્વારા ખેલમહાકુંભના માધ્યમથી રમત-ગમત ક્ષેત્રે વિશિષ્ઠ કૌશલ્ય ખિલવવાના હેતુ સાથે ઉત્કૃષ્ટતાને ઉત્તેજન આપવામાં આવે છે. ખેલ મહાકુંભને પરિણામલક્ષી બનાવી શરૂઆતના તબક્કાથી પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય તેમજ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ પીછાણીને પ્રતિભા બહાર આવે તેમજ ખાસ પ્રશિક્ષણ, રમતગમતના સાધનો અને માળખાગત સવલતો પુરી પાડીને તેની ગુણવત્તામાં વધારો કરવામાં આવે છે.

Khelamahakumbha Na Madhyamathi Aneka Pratibhasali Kheladione Kausalya Khilavavani Taka Mali 01

- Advertisement -

- Advertisement -

75

Get real time updates directly on you device, subscribe now.

ખેલમહાકુંભના માધ્યમથી અનેક પ્રતિભાશાળી ખેલાડીઓને કૌશલ્ય ખિલવવાની તક મળી

અંતરીયાળ અને ઉંડાણના આદિજાતિ ગ્રામ્ય વિસ્તારની કાજલ રાવત મહીસાગર યોગ ગર્લ તરીકે જાણીતી બની

રાજ્ય સરકાર દ્વારા ખેલમહાકુંભના માધ્યમથી રમત-ગમત ક્ષેત્રે વિશિષ્ઠ કૌશલ્ય ખિલવવાના હેતુ સાથે ઉત્કૃષ્ટતાને ઉત્તેજન આપવામાં આવે છે. ખેલ મહાકુંભને પરિણામલક્ષી બનાવી શરૂઆતના તબક્કાથી પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય તેમજ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ પીછાણીને પ્રતિભા બહાર આવે તેમજ ખાસ પ્રશિક્ષણ, રમતગમતના સાધનો અને માળખાગત સવલતો પુરી પાડીને તેની ગુણવત્તામાં વધારો કરવામાં આવે છે. અંતરીયાળ અને ઉંડાણના ગ્રામ્ય આદિજાતિ વિસ્તારમાંથી મહીસાગર યોગ ગર્લ તરીકે જાણીતી બનેલી કાજલ પણ તેમાંની એક છે.

Khelamahakumbha Na Madhyamathi Aneka Pratibhasali Kheladione Kausalya Khilavavani Taka Mali 04
Khelamahakumbha Na Madhyamathi Aneka Pratibhasali Kheladione Kausalya Khilavavani Taka Mali 04

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નેસ ગામના લાલસીંગભાઇ રાવતના પરીવારની દિકરી કાજલ તેના મામાને ત્યાં રહીને ધોરણ ૬માં નરસીંગપુર મુખ્ય પાથામિક શાળામાં ભણે છે. તેનો આખો પરિવાર નેસ ગામમાં રહે છે. કાજલના પરિવારમાં તેના દાદા- દાદી, માતા- પિતા, ચાર બહેન અને એક ભાઇ છે. તેનું ઘર કાચુ નળીયાવાળુ છે. તેનો પરિવાર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આવા સામાન્ય પરિવારમાંથી આવતી કાજલ પહેલા ધોરણમાં ભણતી હતી ત્યારે શાળાના યોગ શિક્ષક શ્રી સુરેશચંદ્ર ભાવસાર સમુહમાં યોગાસન કરાવતા હતા ત્યારે તેમણે કાજલને પશ્ચિમોત્તાનાસન કરતી જોઇ અને તેમને લાગ્યુ કે આટલુ અઘરૂ યોગાસન સરળતાથી કરી શકે છે ત્યારથી યોગ શિક્ષકે તેના પર વિશેષ ધ્યાન આપી યોગાસનની તાલીમ આપી.

Khelamahakumbha Na Madhyamathi Aneka Pratibhasali Kheladione Kausalya Khilavavani Taka Mali 03
Khelamahakumbha Na Madhyamathi Aneka Pratibhasali Kheladione Kausalya Khilavavani Taka Mali 03
Related Posts
1 of 484

આગળ વધતા કાજલ આર્ટીસ્ટીક યોગામાં યોગાસનના અઘરા આસનો અને રીધેમીક યોગામાં સંગીત સાથે યોગાસનોનો નિયમીત મહાવરો કરી કુશળતા મેળવવામાં આગળ વધી છે. કાજલ વ્યક્તિગત યોગ ચેમ્પીયનશીપના એ ગૃપના સર્વાગાસન, પૂર્ણ ધનુરાસન, મત્સ્યાસન, પશ્ચિમોત્તાનાસન, બી ગૃપના ભારે આસનો પૂર્ણ સલભાસન, પૂર્ણ ચક્રાસન, બકાસન, ગર્ભાસન, સી ગૃપના અતિભારે આસનો ઉત્થિતપાદ હસ્તાસન, સાંખ્યાસન, શિર્ષાસન, પદ્મ શિર્ષાસન, ટીટ્ટીભાસન તેમજ આર્ટીસ્ટીક સ્પર્ધાના ભારે આસનો ગંડ ભેરુડાસન, કમર મરોડાસનનું પણ સુંદર રીતે યોગ નિદર્શન કરે છે.

Khelamahakumbha Na Madhyamathi Aneka Pratibhasali Kheladione Kausalya Khilavavani Taka Mali 02
Khelamahakumbha Na Madhyamathi Aneka Pratibhasali Kheladione Kausalya Khilavavani Taka Mali 02

વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં ખેલમહાકુંભમાં મહીસાગર જિલ્લાની યોગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પ્રગતિના શિખરો સર કરી રાજ્ય કક્ષાએ પણ ઉત્તમ પ્રદર્શન કરી મહીસાગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અવાર નવાર યોગના કાર્યક્રમોમાં અનેક અઘરાં યોગાસનો કરતી કાજલને જોઇ યોગ નિહાળનારા અચંબિત થઇ જાય છે. નાની ઉંમરમાં મહીસાગર જિલ્લામાં યોગ ગર્લ તરીકે નામના પામેલી કાજલને અનેક મહાનુભાવોના હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર અને પુરસ્કારો મેળવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેલમહાકુંભના માધ્યમથી અનેક પ્રતિભાશાળી રમતવીરોને પોતાની કુશળતાને દર્શાવવાનું સુંદર પ્લેટફોર્મ પુરૂપાડ્યું છે. જેનો લાભ મહીસાગરની યોગ ગર્લ કાજલ જેવી અનેક પ્રતિભાઓએ મેળવી મહીસાગર જિલ્લાના ગૌરવને વધાર્યું છે.

Khelamahakumbha Na Madhyamathi Aneka Pratibhasali Kheladione Kausalya Khilavavani Taka Mali 01
Khelamahakumbha Na Madhyamathi Aneka Pratibhasali Kheladione Kausalya Khilavavani Taka Mali 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More