- Advertisement -

નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન

ગુજરાત સરકારે વિદ્યાર્થિઓના ભાવિ ઘડતરની સાથે સાથે તેમના માટે રોજગારીના દ્વાર પણ ખોલ્યા છે : ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પને ખુલ્લો મુકતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વિદ્યાર્થિઓના ભાવિ ઘડતરની સાથે સાથે તેમના માટે રોજગારીના દ્વાર પણ ખોલ્યા છે. મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને એક જ પ્લેટફોર્મ પરથી રોજગારીની તકો મળી રહે તથા કંપનીઓને ખાલી જગ્યાઓ માટે પસંદગી કરવા બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ મળી રહે તે હેતુથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Knowledge Consortium Of Gujarat Khate Mega Placement Camp Nu Aayojan 05

- Advertisement -

- Advertisement -

112

Get real time updates directly on you device, subscribe now.

નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન

નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પને ખુલ્લો મુકતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વિદ્યાર્થિઓના ભાવિ ઘડતરની સાથે સાથે તેમના માટે રોજગારીના દ્વાર પણ ખોલ્યા છે. મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને એક જ પ્લેટફોર્મ પરથી રોજગારીની તકો મળી રહે તથા કંપનીઓને ખાલી જગ્યાઓ માટે પસંદગી કરવા બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ મળી રહે તે હેતુથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

  • ગુજરાત સરકારે વિદ્યાર્થિઓના ભાવિ ઘડતરની સાથે સાથે તેમના માટે રોજગારીના દ્વાર પણ ખોલ્યા છે : ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

-: ગૃહ રાજ્ય મંત્રીશ્રી -:

  • મેગા પ્લેસમેન્ટ કેમ્પના માધ્યમથી રાજ્યના શિક્ષિત યુવક-યુવતીઓને રોજગારી અપાવવા માટે રાજય સરકાર કટિબધ્ધ
  • યુવાનો શૈક્ષણિક કારકિર્દી બાદ તેમના અભ્યાસ અને રૂચિને અનુરૂપ નોકરી મળે તે માટે રાજ્ય સરકારે સવિશેષ પ્રયાસો કર્યા છે
Knowledge Consortium Of Gujarat Khate Mega Placement Camp Nu Aayojan 05
Knowledge Consortium Of Gujarat Khate Mega Placement Camp Nu Aayojan 05

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મેગા પ્લેસમેન્ટ કેમ્પના માધ્યમથી રાજ્યના શિક્ષિત યુવક-યુવતીઓને નોકરી-રોજગારી અપાવવા માટે રાજય સરકાર કટિબધ્ધ છે. રાજ્યના યુવાનો શૈક્ષણિક કારકિર્દી બાદ તેમના અભ્યાસ અને રૂચિને અનુરૂપ નોકરી મળે તે માટે રાજ્ય સરકારે સવિશેષ પ્રયાસો કર્યા છે એમ ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.

Knowledge Consortium Of Gujarat Khate Mega Placement Camp Nu Aayojan 04
Knowledge Consortium Of Gujarat Khate Mega Placement Camp Nu Aayojan 04
Related Posts
1 of 484

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં યુવાનોને નોકરી મળે અને અથવા તો ઉદ્યોગ કે ધંધો કરીને આગળ વધતા યુવાનોને યોગ્ય વાતાવરણ મળે તે માટે રાજય સરકારે પદ્ઘતિસરનું આયોજન કર્યું છે. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે ‘વિદ્યાર્થી અને કંપની ડિરેક્ટરી’ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

Knowledge Consortium Of Gujarat Khate Mega Placement Camp Nu Aayojan 03
Knowledge Consortium Of Gujarat Khate Mega Placement Camp Nu Aayojan 03

રાજ્યના શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી અને અનુદાનિત કોલેજો ખાતે હાલમાં સેમેસ્ટર 5 અને 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેઓના રસ, કલા અને કૌશલ્યો અનુસાર રોજગારીની તક ઉપલબ્ધ થાય તે હેતુથી 20 ફેબ્રુઆરી, 2020 સુધી 30 અલગ અલગ જગ્યાઓ પર પ્લેસમેન્ટ મીટનું આયોજન કરવામાં આવ્યું છે.

Knowledge Consortium Of Gujarat Khate Mega Placement Camp Nu Aayojan 02
Knowledge Consortium Of Gujarat Khate Mega Placement Camp Nu Aayojan 02

આ પ્રસંગે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા, જિલ્લા કલેકટર શ્રી કે.કે નિરાલા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડોક્ટર હિમાંશુ પંડ્યા, ઉપ કુલપતિશ્રી જગદીશ ભાવસાર, ઉચ્ચ શિક્ષણના નિયામકશ્રી પી.ભારથી, નોડલ ઓફિસરશ્રી બી.કે.જૈન, નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત એ.યુ.પટેલ સહિત કોલેજ સ્ટુડન્ટ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Knowledge Consortium Of Gujarat Khate Mega Placement Camp Nu Aayojan 01
Knowledge Consortium Of Gujarat Khate Mega Placement Camp Nu Aayojan 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More