કોસ્ટલ બેલ્ટના લોકોની સલામતી માટે અધિકારીઓની નિમણૂંક

મહા મુસીબતથી સતર્ક કરવા દરિયાકાંઠાના ગામડા ખુંદતા પોરબંદર જિલ્લાના અધિકારીઓ

પોરબંદર તા.૫, “મહા” વાવાઝોડાની મુસીબતથી પોરબંદર જિલ્લામાં જીરો માનવ જાનહાની અને અગમચેતીના પગલા લેવા જિલ્લા કલેકટરશ્રી દિનેશ મોદીના સીધા માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લાના અધિકારીઓ હાલ દરિયાકાંઠાના ગામડાઓ ખુંદી રહ્યા છે. ઉપરાંત મીટીંગોનું ધમધામટ ચાલુ છે.

Kostala Belta Na Loko Ni Salamati Mate Adhikario Ni Nimnuk 03
271

Get real time updates directly on you device, subscribe now.

કોસ્ટલ બેલ્ટના લોકોની સલામતી માટે અધિકારીઓની નિમણૂંક

પોરબંદર તા.૫, “મહા” વાવાઝોડાની મુસીબતથી પોરબંદર જિલ્લામાં જીરો માનવ જાનહાની અને અગમચેતીના પગલા લેવા જિલ્લા કલેકટરશ્રી દિનેશ મોદીના સીધા માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લાના અધિકારીઓ હાલ દરિયાકાંઠાના ગામડાઓ ખુંદી રહ્યા છે. ઉપરાંત મીટીંગોનું ધમધામટ ચાલુ છે.

  • મહા મુસીબતથી સતર્ક કરવા દરિયાકાંઠાના ગામડા ખુંદતા પોરબંદર જિલ્લાના અધિકારીઓ
  • કોસ્ટલ બેલ્ટના ગામડઓનાં લોકોની સલામતી માટે જિલ્લાકક્ષાના અધિકારીઓની નિમણૂંક
Related Posts
1 of 359

વધુ અસરગ્રસ્ત થનાર કોસ્ટલ બેલ્ટના ગામડાઓનાં લોકોની સલામતી માટે તેમજ તેમના સ્થળાંતર, ભોજન વ્યવસ્થા સહિતની જવાબદારી માટે કલાસ-૧ અધિકારીઓને વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી છે જેમાં કે.વી.મોરી જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને માધવપુર, મુળ માધવપુર, પાતા, મોચા, બળેજ, ચીંગરીયા, નાયબ બાગાયત નિયામકશ્રી આર.કે.બોઘરાને ઉંટડા, રાતીયા, ચીકાસા, નવીબંદર અને ગરેજની જવાબદારી સોંપાઇ છે.

Kostala Belta Na Loko Ni Salamati Mate Adhikario Ni Nimnuk 01
Kostala Belta Na Loko Ni Salamati Mate Adhikario Ni Nimnuk 01
Also You like to read
1 of 171

કાર્યપાલક ઇજનેર સિંચાઇ બી.કે.વાલગોતરને ઓડદર, ગોસા, ટુકડા ગોસા, નવાગામ, પી.એલ.સીંઘલ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠાને મીયાણી, ભાવપરા, ટુકડા, વિસાવાડા, પાલખડા, જિલ્લા તિજોરી અધિકારી રમેશ રાવલીયાને રાતડી, કાંટેલા, કુછડી અને ઝાવર ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઇજનેર એન.વી.દેલવાડીયાને પોરબંદર, છાંયા, બોખીરા અને રતનપરની જવાબદારી સોંપવામાં આવી છે.

Kostala Belta Na Loko Ni Salamati Mate Adhikario Ni Nimnuk 02
Kostala Belta Na Loko Ni Salamati Mate Adhikario Ni Nimnuk 02

ઉપરાંત ગ્રામ વિસ્તારનાં લોકોને સ્થળાંતર કરાવવું, બેનરો, હોડીંગ દુર કરવા આશ્રય સ્થાનો સુસજ્જ રાખવા તેમજ સરકારશ્રી તરફથી આવતી સુચનાઓના અમલીકરણ માટે રતનપરથી માધવપુર પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારનાં ગામોના નોડલ તરીકે પ્રાંત અધિકારી કે.વી.બાટી ફરજ બજાવશે.

Kostala Belta Na Loko Ni Salamati Mate Adhikario Ni Nimnuk 03
Kostala Belta Na Loko Ni Salamati Mate Adhikario Ni Nimnuk 03

પોરબંદર તથા છાંયા, શહેરી વિસ્તાર ખાપટ, બોખીરા, છાયા ઝાવર માટે નોડલ અધિકારી કે.જી.ચૌધરી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુછડી થી મીયાણી સુધીના પોરબંદર તાલુકાના બરડા વિસ્તારના ગામો માટે નિખીલ ચૌહાણ જિલ્લા આયોજન અધિકારી તેમજ રાણાવાવ શહેરી અને ગ્રામ્ય વિસ્તારનાં નોડલ તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી વાળા ફરજ બજાવશે.

Kostala Belta Na Loko Ni Salamati Mate Adhikario Ni Nimnuk 04
Kostala Belta Na Loko Ni Salamati Mate Adhikario Ni Nimnuk 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More