- Advertisement -

ક્રાંતિકારી નિર્ણયો લેતું મહેસૂલ વિભાગ

ટેકનોલોજી સાથે વ્યવસ્થા જોડીને ગુજરાતે અશકયને શકય બનાવ્યું છે : - શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સમગ્ર મહેસૂલી સેવાઓને ઇઝ ઓફ રેવન્યુ સર્વિસીસના ટેકનોલોજી છત્ર તળે કાર્યરત કરવાના ગૌરવશાળી સમારોહમાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે ટેકનોલોજી સાથે વ્યવસ્થા જોડીને ગુજરાતના મહેસૂલ વિભાગે અશકયને શકય બનાવ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વહિવટનો મુખ્ય આધાર મહેસૂલ તંત્ર છે. મહેસૂલી પ્રક્રિયા લોકહિત માટે હોય છે. લોકો કાયદાથી ત્રાહિમામ ન થાય પરંતુ કાયદાને માન-સન્માન આપે તેવું સરળીકરણ ટેકનોલોજીયુકત વ્યવસ્થાઓથી લાવવામાં ગુજરાતે દેશનું દિશાદર્શન કર્યુ છે.

Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 08

- Advertisement -

- Advertisement -

190

Get real time updates directly on you device, subscribe now.

ક્રાંતિકારી નિર્ણયો લેતું મહેસૂલ વિભાગ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સમગ્ર મહેસૂલી સેવાઓને ઇઝ ઓફ રેવન્યુ સર્વિસીસના ટેકનોલોજી છત્ર તળે કાર્યરત કરવાના ગૌરવશાળી સમારોહમાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે ટેકનોલોજી સાથે વ્યવસ્થા જોડીને ગુજરાતના મહેસૂલ વિભાગે અશકયને શકય બનાવ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વહિવટનો મુખ્ય આધાર મહેસૂલ તંત્ર છે. મહેસૂલી પ્રક્રિયા લોકહિત માટે હોય છે. લોકો કાયદાથી ત્રાહિમામ ન થાય પરંતુ કાયદાને માન-સન્માન આપે તેવું સરળીકરણ ટેકનોલોજીયુકત વ્યવસ્થાઓથી લાવવામાં ગુજરાતે દેશનું દિશાદર્શન કર્યુ છે.

Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 01
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 01
Related Posts
1 of 398

મહેસૂલમાં ક્રાંતિ

  • મહેસૂલ વિભાગ દ્વારા લેવાયેલ ક્રાંતિકારી નિર્ણયો
  • સંદર્ભે મહાત્મા મંદિરમાં યોજાયો માર્ગદર્શક કાર્યક્રમ
  • મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી-મહેસૂલ મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ
  • ટેકનોલોજી સાથે વ્યવસ્થા જોડીને ગુજરાતે અશકયને શકય બનાવ્યું છે:-શ્રી વિજયભાઇ રૂપાણી
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 02
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 02

મુખ્યમંત્રીશ્રી : –

  • વિલંબ તોડીએ તો વિકાસ શકય બને છે–વ્યથાને વ્યવસ્થામાં પરિવર્તીત કરવાનું ગુજરાતે પાર પાડયું છે
  • લોકો કાયદાથી ત્રાહિમામ ન થાય–કાયદાને માન-સન્માન આપે તેવું સરળીકરણ ટેકનોલોજીયુકત વ્યવસ્થાઓથી કરીને ગુજરાતે દેશનું દિશા-દર્શન કર્યુ છે
  • લોકોને કેન્દ્રસ્થાને રાખીને–લોકહિત હૈયે રાખીને ત્વરિત નિર્ણયોના સરળીકરણથી વિકાસની નવી ઊંચાઇઓ સર કરી છે
  • લોકશાહી શાસનમાં અમલદારશાહી–લાલફિતાશાહી ખતમ કરી પારદર્શી-નિર્ણાયક-સંવેદનશીલ સરકારની પ્રત્યેક માનવીને અનૂભુતિ કરાવી છે
  • લોકહિત માટે કાયદાઓમાં બદલાવ-સુધારા જરૂર જણાયે કરીને સેવાઓનું સરળીકરણ–ઘેર બેઠા નાગરિકોને સેવાઓ મળે તેવી વ્યવસ્થા ગુજરાતમાં વિકસાવી છે
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 03
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 03

નાયબ મુખ્યમંત્રીશ્રી : –

  • નાગરિકોને મહસૂલી સેવાઓ ત્વરિત, પારદર્શી અને સરળતાથી પૂરી પાડવામાં ટેકનોલોજીનો ઉપયોગ ચોક્કસ અસરકારક પુરવાર થશે
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 04
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 04

મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત ‘મહેસૂલમાં ક્રાંતિ’ માર્ગદર્શક કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ આ અવસરે ઉપસ્થિત હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહેસૂલમાં ક્રાંતિ સમાન ‘iORA-2.0’ નો શુભારંભ પણ કરાવ્યો હતો. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં લેવાયેલા ‘મહેસૂલી ક્રાંતિકારી નિર્ણયો’ અંગેના પુસ્તકનું વિમોચન મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ કર્યુ હતું. મહાનુભાવોના હસ્તે મહેસૂલ ખાતાની વિવિધ વિષયોને લગતી ઓનલાઇન સેવાઓને સંબંધિત લાભાન્વિત તમામ જિલ્લાઓના નાગરિકોને પ્રતિકરૂપે પ્રમાણપત્ર અને હુકમોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 05
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 05

મુખ્યમંત્રીશ્રીએ મહેસૂલ વિભાગની જૂની પૂરાણી અને  આંટીઘૂંટી વાળી પ્રક્રિયાઓથી નિર્ણયોમાં થતા વિલંબ અંગે માર્મિક શૈલીમાં ટકોર કરતાં કહ્યું કે, વિલંબ તોડીયે તો જ વિકાસ શકય બને છે. વ્યથાને વ્યવસ્થામાં પરિવર્તીત કરવાનું કામ ગુજરાતે પાર પાડયું છે.  લોકશાહીમાં લોકો અનુભવે કે આ મારી સરકાર છે, મારો પણ અવાજ સાંભળનારૂં કોઇ છે. લોકોની શાસન પ્રત્યેની માનસિકતા બદલાય તેવા જનહિત દાયયિત્વથી સરકારો ચાલવી જોઇએ. સાથોસાથ દેશ પણ વિકાસ ગતિ તરફ ચાલવો જોઇએ એવો મત પણ તેમણે વ્યકત કર્યો હતો.

Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 06
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 06

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અંગે એમ પણ જણાવ્યું કે, આઝાદી પછીની બહુધા સરકારોએ માત્ર સરકાર જ ચલાવી, દેશ ચલાવવા પર ધ્યાન અપાયુ નહી. પરિણામે લોકશાહી પ્રત્યેની લોકોની શ્રધ્ધા ડગી ગઇ હતી. હવે, પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરકાર ચલાવવા સાથે દેશ ચલાવવા તરફ પણ નક્કર કદમ માંડયા છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એક સમય એવો પણ હતો કે લોકોના મનમાં સરકારો પ્રત્યે એવી વૈચારિક માનસિકતા બની ગઇ હતી કે આનાથી અંગ્રેજો સારા હતા. ‘આપણે લોકોની એ નબળી વૈચારિક માનસિકતા બદલી છે. લોકોને કેન્દ્રસ્થાને રાખીને, લોકહિત હૈયે રાખીને નિર્ણયો ત્વરાએ કર્યા છે’’ એમ પણ તેમણે ઉમેર્યુ હતું. શ્રી વિજયભાઇ રૂપાણીએ મહેસૂલી સેવાઓમાં અદ્યતન ટેકનોલોજીના વિનિયોગ અને હવે ફેઇસ લેસ સિસ્ટમથી ઓનલાઇન એપ્રુવલની પહેલની સરાહના કરી હતી.

Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 07
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 07

તેમણે કહ્યું કે, આવા સરળીકરણથી વિકાસની નવી ઊંચાઇઓ સર કરીને લોકશાહી શાસનમાં અમલદારશાહી, લાલફિતાશાહી ખતમ કરી પારદર્શી, નિર્ણાયક અને ત્વરિત-ઝડપી સરકારની પ્રત્યેક માનવીને અનૂભુતિ કરાવવાની આપણી નેમ છે. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ સરકાર લોકોના હિતો માટે, ઇઝ ઓફ લિવીંગ માટે જરૂર જણાયે કાયદાઓમાં સુધારા-કાયદા બદલવા માટે ઓર્ડિનન્સ લાવવા પણ ખૂલ્લા મને તૈયાર છે. રાજ્ય સરકારે ૮ જેટલા જૂના જડ કાયદાઓમાં બદલાવ લાવીને લોકો માટે પારદર્શી અને જવાબદેહ વ્યવસ્થા વિકસાવી છે.

Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 08
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 08

શ્રી વિજયભાઇ રૂપાણીએ મહેસૂલી કાયદાઓમાં NA ઓનલાઇન, આઇ ઓરા-ર, જમીન રેકોર્ડ ઓનલાઇન, ૭/૧ર ઉતારા ઓનલાઇન જેવી લોકોને સીધી સ્પર્શતી સેવાઓના સરળીકરણને રાઇટ  ટાઇમ ફોર રાઇટ જોબ ગણાવ્યો હતો. તેમણે આ સંદર્ભમાં એમ પણ કહ્યું કે, આવી સેવાઓના સરળીકરણ માટે કોઇ આંદોલનો થયા ન હતા, રજૂઆતો કે માંગણીઓ ન હતી આવી પરંતુ આ સરકારે સામાન્ય માનવી પણ સરકાર સાથે સીધો સંવાદ કરી શકે. તેને કોઇનેય પાઇ-પૈસો આપ્યા વિના ઘેર બેઠાં સેવાઓ ઓનલાઇન મળે તેવા જવાબદારીયુકત શાસનભાવથી આવા ક્રાંતિકારી નિર્ણયો અને પગલાં લીધા છે.

Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 09
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 09

મુખ્યમંત્રીશ્રીએ સામાન્યમાં સામાન્ય, ગરીબ, વંચિત, પીડિત, શોષિત, ખેડૂત સૌની અપેક્ષા સંતોષાય એવા સરળ વહિવટની દિશામાં સરકાર હજુ વધુ નવતર કદમ ઉઠાવશે તેવી તત્પરતા દર્શાવી હતી. તેમણે ગુજરાતને વિકાસના રોલ મોડેલ તરીકે દેશ-દુનિયામાં પ્રસ્થાપિત થવામાં આ મહેસૂલમાં ક્રાંતિકારી નિર્ણયો- ટેકનોલોજીયુકત આયામો નવું સિમાચિન્હ બનશે તેવી અપેક્ષા પણ વ્યકત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર રાજ્યના મહેસૂલી તંત્રને આ ભગીરથ કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા. શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ પણ કરવામાં આવ્યા હતા.

Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 10
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 10

નાયબ મુખ્યમંત્રીશ્રી : –

Also You like to read
1 of 209

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે મહેસૂલ વિભાગમાં ક્રાંતિકારી નિર્ણયો માટે લેવાયેલ પગલાંઓને આવકારતાં કહ્યું કે, વિશ્વમાં અનેક પ્રકારની ક્રાંતિઓ થઇ છે ત્યારે નાગરિકોને અપાતી સેવાઓને ઝડપી, પારદર્શી અને સરળતાથી પૂરી પાડવા તેમજ જમીનને લગતી સેવાઓ છેવાડાના માનવીઓને પુરી પાડવા માટેની આ ઓનલાઇન સુવિધાઓ ચોક્કસ અસરકારક બનશે. શ્રી પટેલે કહ્યું કે, મહેસૂલ વિભાગ એવો વિભાગ છે કે તેની નાગરિકો સહિત સરકારને પણ ખૂબ જ જરૂર પડે છે. તમામ ક્ષત્રોમાં વિકાસ કરવો હોય, પ્રોજેકટનું નિર્માણ કરવું હોય તો મહેસૂલ વિભાગ દ્વારા મંજૂરીઓ મેળવવી પડતી હોય છે ત્યારે મહેસૂલ વિભાગે  ટેકનોલોજીના માધ્યમ દ્વારા iORA-2.0 નું આજે લોન્ચીંગ કર્યું છે, જે ચોક્કસ મહત્વનું સાબિત થશે અને લોકોને ઝડપી સેવાઓ મળતી થશે.

Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 11
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 11

નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અમારી સરકારનું મુખ્ય ધ્યેય પ્રજાલક્ષી સેવાઓ પારદર્શિતાથી સત્વરે પુરી પાડવી એ છે. ૧૯૯૫માં જ્યારે મુખ્યમંત્રી તરીકે શ્રી કેશુભાઇ પટેલે સત્તાના સુત્રો સંભાળ્યા ત્યારે રાજ્યના વિકાસને રૂંધતો કાયદો ખેડૂત તેમના ઘરથી ૮ કિમી દુર જમીન ખરીદી શકતો નહોતો એ સત્વરે નાબૂદ કર્યો અને આજે આવા અનેક કાયદાઓ નાગરકોના હિતમાં સરળ બનાવી રહ્યા છીએ. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ જ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ સમીટ દ્વારા જ ગુજરાતને વિશ્વકક્ષાએ પહોંચાડ્યું છે અને અમને તેમના મંત્રી મંડળમાં કામ કરવાની તક મળી અને એને આજે સુપેરે નિભાવી રહ્યા છીએ એના પરિણામે જ આજે પણ ગુજરાત દેશનું રોલ મોડલ પુરવાર થઇ રહ્યું છે.

Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 12
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 12

શ્રી પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્યની સંવેદનશીલ સરકારે સાડા ૬ કરોડથી વધુ ગુજરાતીઓના હિત માટે અનેકવિધ નિર્ણયો કર્યા છે. રાજ્યમાં નવા નવા ઉદ્યોગો આવે, ખેડૂતોને જમીનની લગતી સુવિધાઓ, આરોગ્ય, રસ્તા, શિક્ષણ સહિતની વિવિધ માળખાકીય સુવિધાઓ સત્વરે મળી રહે એ માટે ક્રમાનુસાર કાયદાઓમાં સરળતા કરીને સુધારાઓ કર્યા છે.

Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 13
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 13

ગુડ ગવર્નન્સના માધ્યમ દ્વારા મહેસૂલ વિભાગે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ખેડૂતો તેમજ નાગરિકોને સરકારમાં ધક્કા ખાવા પડતા હતા તે બંધ કરાવ્યા છે અને સત્વરે જમીનને લગતા દસ્તાવેજો મળતા થયા છે. સરકારી યોજનાઓના લાભ લોકોને પુરા પાડવા એ સરકારની જવાબદારી છે અને સરકાર એ જવાબદારી સુપેરે નિભાવી રહી છે. રાજ્યની સંવેદનશીલ સરકારે અછતમાં કચ્છના એક પણ પશુને મરવા દીધુ નથી. રૂ.બેના કિલોના ભાવે ઘાસ પુરૂ પાડ્યું છે અને એ માટે સરકારે રૂ.૧૦ની સબસીડી આપી છે, આવા તો અનેક પ્રયાસો મહેસૂલ વિભાગ કરે છે.

Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 14
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 14

શ્રી પટેલે મહેસૂલ વિભાગ દ્વારા કરાયેલા સુધારાઓ-ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ માટે મહેસૂલ મંત્રીશ્રી સહિત સમગ્ર મહેસૂલની ટીમને અભિનંદન આપીને આગામી સમયમાં પણ લોકોના હિતમાં આવા અનેક પગલાંઓ લેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ એ સરકારનો મહત્વનો વિભાગ છે. એટલું જ નહીં રાજ્યની આર્થિક વ્યવસ્થાનું પીઠબળ છે ત્યારે તેમાં પારદર્શકતા-ગતિશીલતાને રાજ્ય સરકારે આત્મસાત કર્યા છે. એક સમય હતો કે રાજ્યની મહેસૂલ પ્રક્રિયામાં તુમાર-કચેરી અને અભિપ્રાય શબ્દોની ભરમાર હતી પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ શબ્દોને ભૂતકાળ બનાવીને મહેસુલી પ્રક્રિયા અત્યંત સરળ બનાવી છે.

Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 15
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 15

મહેસૂલ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીએ પોલીસી, પ્રોસીજર, પેપરવર્ક અને હ્યુમન રીસોર્સ રીફોર્મને પરિણામલક્ષી બનાવવા કરેલી અપીલને મહેસૂલ વિભાગે સુનિશ્ચિત કરીને કામગીરીને ઝડપી, સરળ અને લોકાભિમુખ બનાવી છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, iORA-2.0 અમલી કરનાર ગુજરાત અગ્રીમ રાજ્ય છે અને તેના અમલ દ્વારા મહેસૂલ પ્રક્રિયા અત્યંત સરળ અને પારદર્શી બનાવવાનો ધ્યેય છે.

Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 16
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 16

રાજ્યના નાગરિકો આંગળીના ટેરવે એટલે કે, ટેકનોલોજીના માધ્યમથી સ્વમેળે મંજૂરી મેળવી શકશે. આ માટે અરજદારને ક્યાંય ધક્કા નહીં ખાવા પડે. i-ORA(Integrated Online Revenue Applications) અંતર્ગત બિનખેતી પરવાનગી / હેતુફેરની પરવાનગી,  વારસાઈ નોંધ, સુધારા હુકમ માટેની અરજી, ઓદ્યોગિક હેતુ માટે જમીન ખરીદવાની પરવાનગી બિન ખેતી પ્રિમિયમ સાથે બિનખેતી પરવાનગી, ખેડૂત ખાતેદાર ખરાઇ જેવી સંખ્યાબંધ સેવાઓને ઓનલાઇન ઉપલબ્ધ કરાઇ છે. તેમ પણ  તેમણે ઉમર્યું હતું.

Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 17
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 17

મંત્રીશ્રીએ મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના લોકો માટે અમલી બનાવેલી સેવાઓની જાણકારી આપી હતી અને આ ક્રાંતિકારી સુધારાઓનો તમામ શ્રેય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલને આપ્યો હતો. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે મેકીંગ ઓફ iORA-2.0 ની વિસ્તૃત માહિતી આપતાં કહ્યું હતું કે પારદર્શી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના સીધા માર્ગદર્શન અને પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિના પરિણામ સ્વરૂપે આજ મહેસૂલ વિભાગની ૧૯ જેટલી સેવાઓ iORA-2.0 હેઠળ ઓનલાઇન બનાવવામાં આવી છે.

Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 18
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 18

સમગ્ર મહેસૂલ વિભાગને આગામી સમયમાં તુમાર મુક્ત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગ દ્વારા ઓનલાઇન સેવાઓ ઉપલબ્ધ કરાવવાના પરિણામે આજે ROR વેબસાઇટ ઉપર દર કલાકે માત્ર ગુજરાત જ નહીં પણ દેશ-વિદેશમાં રહેતા ગુજરાતીઓ પણ લાખોની સંખ્યામાં વિઝીટ કરે છે. આજે  વિશ્વના ૬૬ દેશોમાં આ વેબસાઇટનો લોકો ઉપયોગ કરે છે જે આપણા માટે ગૌરવ સમાન છે તેમ તેમણે ઉમર્યું હતું.

Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 19
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 19

તેમણે જણાવ્યું હતું કે, iORA-2.0  હેઠળ Any ROR, e-dhara gARVI, iRCMS અને RFMS દ્વારા જમીનના રેકોર્ડના લગતી બાબતો હેઠળ વર્ષ-૧૯૩૧થી તમામ મહેસુલી રેકોર્ડ સ્કેન કરીને ઓન લાઇન કરાયો છે. ઇ-ધરા  હેઠળ મોટાભાગની નોંધોનો માત્ર ૪૫ દિવસમાં નિકાલ કરવામાં આવે છે. gARVI હેઠળ ૧૩.૦૭ લાખ દસ્તાવેજોની કોમ્પ્યુટરાઇઝડ નોંધણી કરવામાં આવી છે. જેમાં છેલ્લા ૧૦ વર્ષોના નોધણીના દસ્તાવેજો ઉપલબ્ધ કરાવેલ છે. iRCMS ઇન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ મહેસુલી કેસોની દેખરેખ રાખવામાં આવે છે.

Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 20
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 20

વર્ષ-૨૦૧૫માં ૧.૨૦ લાખ કેસ પડતર હતા જ્યારે સપ્ટેમ્બર ૨૦૧૯ની સ્થિતિએ માત્ર ૨૦૮૬ કેસ પડતર છે. રેવન્યુ ફાઇલ મોનીટરીંગ સિસ્ટમ RFMS હેઠળ મહેસૂલ વિભાગને તુમાર મુક્ત બનાવાશે. RFMSથી રાજ્યમાં પડતર ફાઇલોનું મોનીટરીંગ અને ઝડપ નિકાલ કરવામાં આવશે. CM ડેશબોર્ડના ૩૦૦૦ ઇન્ડીકેટર્સને RFMS સાથે જોડી દેવામાં આવ્યા છે. ઓફ લાઇનમાં ૧૧ માસમાં ૧૦,૬૭૨ અરજીઓ આવી હતી જ્યારે ઓનલાઇનમાં છેલ્લા ૧૧ માસમાં ૨૯,૧૩૧ અરજઓ આવી છે તેમ પણ શ્રી પકજકુમારે ઉમર્યું હતું.

Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 21
Krantikari Nirnayo Letu Mahesula Vibhaga 21

મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરાયેલી ઓનલાઇન સેવાનો ઝડપી અને પારદર્શી લાભ મેળવ્યો છે તેવા  ખેડૂતો, પાંજરાપોળના સંચાલકો, ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. મહેસુલ તપાસણી કમિશનર શ્રી આર.જે.માંકડીયાએ સ્વાગત પ્રવચન તેમજ ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી કુલદીપ આર્ય દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી મંડળના સભ્યો સર્વેશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી દિલીપકુમાર ઠાકોર, શ્રી પ્રદિપસિંહ જાડેજા, શ્રી વિભાવરીબેન દવે, શ્રી ઇશ્વરસિંહ પટેલ, શ્રી વાસણભાઇ આહિર, શ્રી યોગશ પટેલ,શ્રી ધર્મેન્દ્રસિેહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી ડૉ.જ.એન.સિંઘ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે.કૈલાસનાથન સહિત મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, ક્રેડાઇના પ્રતિનિધિઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. (પી.આર.ઓ/હિમાંશુઉપાધ્યાય/દિલીપગજ્જર/જનકદેસાઇ/જિતન્દ્રરામી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

:: Gallery ::

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More