- Advertisement -

કૃષિ મંત્રી દ્વારા તેજસ્વી બાળકો અને વિદ્યા દાતાઓને સન્માનિત કરાયા

કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ દ્વારા તેજસ્વી બાળકો અને વિદ્યા દાતાઓને સન્માનિત કરાયા

જામનગર તા.૦૫ સપ્ટેમ્બર, ૦૫ સપ્ટેમ્બર એટલે કે શિક્ષકદિન આપણા રાષ્ટ્રપતિશ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન પર ઉજવવામાં આવતો આજનો દિવસ સર્વે શિક્ષકોને ગર્વ આપે છે, તો સાથે બાળકોને આપણી ભારતીય પરંપરા સાથે જોડી ગુરુના આશીર્વાદ લઇ ગુરુ સમાન બની અને આજનો દિવસ ઉજવવાની તક પણ આપે છે. અનેક વર્ષોથી આપણે શિક્ષકદિનની ઉજવણી તો કરીએ છીએ પરંતુ છેલ્લા બે વર્ષોથી સરકાર દ્વારા શિક્ષકોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવી રહ્યા છે તેમજ જે બાળકો પોતાના અભ્યાસમાં ઉચ્ચતર ગુણાંક સાથે આગળ વધ્યા હોય તેમને પણ સરકાર દ્વારા સન્માનિત કરી આગળ વધવા પ્રોત્સાહન આપવામાં આવે છે.

Krushi Mantri Dvara Tejasvi Balako Ane Vidya Datao Ne Sanmanit Karaya 04

- Advertisement -

- Advertisement -

424

Get real time updates directly on you device, subscribe now.

  • શિક્ષક દિન નિમિત્તે જિલ્લા/ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
  • કેળવણી યુક્ત, ભેદભાવ વિનાના અને મલિનતા વિનાના સમાજનું નિર્માણ  માત્ર શિક્ષક કરી શકે છે. – કૃષિ, ગ્રામવિકાસ અને વાહનવ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુ

આજરોજ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે જામનગરના જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારંભ જામનગર ખાતેના ટાઉનહોલમાં કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે કૃષિમંત્રી આર.સી.ફળદુના હસ્તે જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું  શાલ ઓઢાડી, પ્રમાણપત્ર અને  પુરસ્કાર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ જે બાળકોએ પોતાના અભ્યાસમાં ઉચ્ચ ગુણાંક મેળવેલા છે તેવા તેજસ્વી બાળકોને પ્રમાણપત્ર અને  ચંદ્રક અર્પીને સન્માનિત કરાયા હતા.

Krushi Mantri Dvara Tejasvi Balako Ane Vidya Datao Ne Sanmanit Karaya 01
Krushi Mantri Dvara Tejasvi Balako Ane Vidya Datao Ne Sanmanit Karaya 01

આ તકે અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયાએ ભારતીય ગુરુ-શિષ્ય પરંપરાને યાદ કરી હતી અને શિક્ષકને એક સજીવ મૂર્તિનો ઘડવૈયો- મૂર્તિકાર કહી બિરદાવ્યા હતા. સાથે જ શિક્ષક બાળકોને માત્ર પુસ્તક નહીં પરંતુ જીવનના પણ જ્ઞાનપાઠ શિખવે, જીવનના પડકારો ઝીલવાની ક્ષમતા તેનામાં ઉદ્દભવે તે પ્રકારે જીવનનું જ્ઞાન પણ શિક્ષકો બાળકોને આપી તેમને મજબૂત કરે તેવી અપેક્ષા પણ તેમણે દર્શાવી હતી.

Related Posts
1 of 451
Krushi Mantri Dvara Tejasvi Balako Ane Vidya Datao Ne Sanmanit Karaya 02
Krushi Mantri Dvara Tejasvi Balako Ane Vidya Datao Ne Sanmanit Karaya 02

આ પ્રસંગે જામનગરના સાંસદશ્રી પૂનમબેન માડમે શિક્ષણને રાષ્ટ્રનિર્માણના આધાર સ્તંભ સમાન જણાવી શિક્ષકોને બાળક માત્ર પુસ્તકના જ્ઞાન નહીં પણ  વ્યવહારુ અને તેના જીવનનું ઘડતર કરવાની સાથે જ તેનામાં આત્મવિશ્વાસનું સિંચન કરનાર જણાવ્યા હતા. વળી વિદ્યાદાતાઓનું રાષ્ટ્રનિર્માણમાં જે પ્રદાન છે તેને યાદ કરીને સાંસદશ્રીએ ઉપસ્થિત ગુરુજનોને વંદન કરી શિક્ષકોને બાળકોના વ્યક્તિત્વ ઘડતરની જવાબદારીનો નિર્દેશ  કર્યો હતો.

Krushi Mantri Dvara Tejasvi Balako Ane Vidya Datao Ne Sanmanit Karaya 03
Krushi Mantri Dvara Tejasvi Balako Ane Vidya Datao Ne Sanmanit Karaya 03

શિક્ષક દિનને સંસ્કાર સિંચન કરનાર, જ્ઞાન પીરસનાર અને જીવન ઘડતર કરનાર શિક્ષક શ્રેષ્ઠીઓના સન્માનના પર્વ તરીકે નવાજતા કૃષિમંત્રી આર.સી.ફળદુએ કહ્યું હતું કે નવી પેઢીના નિર્માણ અને વિશ્વ જે ભાષામાં સમજી શકે છે તે પ્રકારે તેની સાથે  વાત કરતી વિચક્ષણ, ચતુર અને સામર્થ્યવાન પેઢીનું નિર્માણ શિક્ષકો જ કરી શકે છે. કેળવણી યુક્ત, ભેદભાવ વિનાના અને મલિનતા વિનાના સમાજનું નિર્માણ  માત્ર શિક્ષક કરી શકે છે. આ સાથે જ શિક્ષકો અડગ મન,દ્રઢ નિશ્ચય અને સતત  ધ્યેય પ્રાપ્તિને લક્ષમાં રાખી રાષ્ટ્ર ઘડતરમાં યોગદાન આપતા રહે તેવી અભ્યર્થના મંત્રીશ્રીએ દર્શાવી હતી.

Krushi Mantri Dvara Tejasvi Balako Ane Vidya Datao Ne Sanmanit Karaya 04
Krushi Mantri Dvara Tejasvi Balako Ane Vidya Datao Ne Sanmanit Karaya 04

આ કાર્યક્રમમાં જામનગરના મેયરશ્રી હસમુખ જેઠવા, ગ્રીમ્કો નિગમના ચેરમેનશ્રી મેઘજીભાઈ કણજારીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી વશરામભાઇ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી મોહનભાઇ પરમાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વસંતભાઇ ગોરી, શહેર ભાજપ અધ્યક્ષશ્રી હસમુખભાઈ હિંડોચા, નગર પ્રા.શિ.સમિતિના સભ્ય શ્રીમતી હર્ષાબા જાડેજા, વિવિધ શિક્ષણ સંઘના અધિકારીઓ તેમજ સમિતિઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એસ.એલ.ડોડીયા, કેળવણી નિરીક્ષક બીનાબેન દવે અને બહોળી સંખ્યામાં અન્ય શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓએ જેહમત ઉઠાવી હતી.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More