- Advertisement -

કુપોષણ મુક્ત ગુજરાત માટે અનોખો પ્રયોગ

કુપોષણથી મુક્ત ગુજરાત માટે અનોખો પ્રયોગ

સુરત,ગુરૂવાર: રાજ્યવ્યાપી ‘ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨’ના પ્રારંભે સમાજના અગ્રણીઓએ પણ રાજ્યના ભૂલકાઓને કુપોષણમુક્ત કરવાની સરકારની પહેલને આવકારી છે. ચોર્યાસી તાલુકાના ઈચ્છાપોર ગામે પોષણ અભિયાન અંતર્ગત આયોજિત સમારોહમાં ઇચ્છાપોર ‘પાલક વાલી’ બનેલા ઇચ્છાપોર સહકારી મંડળીના ૬૬ વર્ષીય સેક્રેટરીશ્રી બાલુભાઈ કુબેરભાઈ પટેલ આંગણવાડીના દત્તક બાળકની દેખરેખ રાખશે.

Kuposan Mukta Gujarat Mate Anokho Prayog 01

- Advertisement -

- Advertisement -

102

Get real time updates directly on you device, subscribe now.

કુપોષણ મુક્ત ગુજરાત માટે અનોખો પ્રયોગ

  • ઇચ્છાપોર સહકારી મંડળીના સેક્રેટરીશ્રી બાલુભાઈ પટેલ પાલક વાલી બની દત્તક બાળકની દેખરેખ રાખશે
  • ગુજરાતનો કોઈ પણ બાળક કુપોષિત ન રહે એની સરકારની જ નહિ, સમાજની પણ જવાબદારી છે : બાલુભાઈ પટેલ

રાજ્યવ્યાપી ‘ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨’ના પ્રારંભે સમાજના અગ્રણીઓએ પણ રાજ્યના ભૂલકાઓને કુપોષણમુક્ત કરવાની સરકારની પહેલને આવકારી છે. ચોર્યાસી તાલુકાના ઈચ્છાપોર ગામે પોષણ અભિયાન અંતર્ગત આયોજિત સમારોહમાં ઇચ્છાપોર ‘પાલક વાલી’ બનેલા ઇચ્છાપોર સહકારી મંડળીના ૬૬ વર્ષીય સેક્રેટરીશ્રી બાલુભાઈ કુબેરભાઈ પટેલ આંગણવાડીના દત્તક બાળકની દેખરેખ રાખશે.

Kuposan Mukta Gujarat Mate Anokho Prayog 01
Kuposan Mukta Gujarat Mate Anokho Prayog 01

શ્રી બાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સમાજસેવા માટે કુપોષિત બાળકોના પાલક વાલી બની સમાજનું ઋણ અદા કરવાનો ઉત્તમ અવસર છે. અલ્પપોષિત બાળકોના પોષણની સ્વૈચ્છિક જવાબદારી સમાજવર્ગો, સેવાભાવી સંસ્થાઓ, NGO પાલક વાલી બની ઉપાડશે અને ‘એક પાલક એક બાલક’ના ઉદાત્ત અભિગમથી આવા બાળકની સારસંભાળ દેખરેખ રાખશે તો આવનારા સમયમાં રાજ્યનો એક પણ બાળક કુપોષિત નહી રહે એવું મારૂ દ્રઢપણે માનવું છે.  ગુજરાતનો કોઈ પણ બાળક કુપોષિત ન રહે એની સરકારની જ નહિ, સમાજની પણ જવાબદારી છે એમ જણાવી શ્રી બાલુભાઈએ બાળકના પાલક વાલી બનવાની લાગણી ઉમેર્યું હતું.

Related Posts
1 of 484

હું ઇચ્છાપોર આંગણવાડીના બાળકને કુપોષણથી મુક્ત બનાવીશ અને અન્યને પણ પ્રેરણા આપીશ : કવાસ ગામના પાલક વાલી વર્ષાબેન પટેલ

સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સુપોષિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા ‘ગુજરાત પોષણ અભિયાન’ની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી રહી છે, સમગ્ર રાજ્યમાં કોઈ પણ બાળક તેની ઉંમરમાં યોગ્ય પોષણથી વંચિત રહી ન જાય અને રોગનો ભોગ ન બને તે માટે ‘પોષણ અભિયાન-૨૦૨૦-૨૨’ની હોંશભેર ઉજવણી થઇ રહી છે.

Kuposan Mukta Gujarat Mate Anokho Prayog 02
Kuposan Mukta Gujarat Mate Anokho Prayog 02

સુરત શહેરના ઈચ્છાપોર ખાતે આયોજિત ગામ સ્થિત શારદા વિદ્યાલયમાં ગુજરાત પોષણ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને દત્તક લઈને પાલક વાલી બનેલા કવાસ ગામના રહેવાસી ૩૩ વર્ષીય વર્ષાબેન હરીશભાઈ પટેલ જણાવે છે કે, રાજ્યનો એક પણ બાળક કુપોષિત ન રહે તે પ્રકારનું આયોજન થયું છે, જે સરાહનાને પાત્ર છે. હું ઇચ્છાપોર આંગણવાડીના બાળકને કુપોષણથી મુક્ત બનાવીશ અને અન્યને પણ પ્રેરણા આપીશ. દત્તક બાળકને એક વર્ષ સુધી પૂરતું પોષણ અને ખોરાક મળી રહે તેની હું પુરેપુરી તકેદારી રાખીશ.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More