કચ્છનાં બાળકોની આરોગ્ય ચકાસણી ૨૫મી નવેમ્બરથી હાથ ધરાશે

ડીડીઓ પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને વિવિધ કમિટીની સમીક્ષા બેઠકો યોજાઇ

ભુજ,ભાવિ પેઢીને તંદુરસ્ત બનાવવા સાથે તેઓમાં આરોગ્યપ્રદ ટેવોનું નિર્માણ કરવાના પ્રયાસરૂપે ચાલુ વર્ષે કચ્છમાં તા. ૨૫/૧૧/૨૦૧૯થી તા.૩૦/૦૧/૨૦૨૦ સુધી ‘‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’’ અમલમાં રહેનાર છે, જેમાં બાળકોની આરોગ્ય તપાસણીથી લઇને સુપર સ્પેશ્યાલીસ્ટ સુધીની સારવારનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ દરમિયાન ૪૯૫૨ સંસ્થાઓના ૬,૪૯,૦૧૪ જેટલાં બાળકોને આવરી લેવામાં આવશે, તેમ ગઇકાલે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગવર્નીંગ બોડી કમિટીની સમીક્ષા બેઠકમાં અપાયેલી વિગતોમાં જણાવાયું હતું.

Kutch Na Balako Ni Arogya Chakasani 25mi November Thi Hatha Dharase 02
169

Get real time updates directly on you device, subscribe now.

કચ્છનાં બાળકોની આરોગ્ય ચકાસણી ૨૫મી નવેમ્બરથી હાથ ધરાશે

ભાવિ પેઢીને તંદુરસ્ત બનાવવા સાથે તેઓમાં આરોગ્યપ્રદ ટેવોનું નિર્માણ કરવાના પ્રયાસરૂપે ચાલુ વર્ષે કચ્છમાં તા. ૨૫/૧૧/૨૦૧૯થી તા.૩૦/૦૧/૨૦૨૦ સુધી ‘‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’’ અમલમાં રહેનાર છે, જેમાં બાળકોની આરોગ્ય તપાસણીથી લઇને સુપર સ્પેશ્યાલીસ્ટ સુધીની સારવારનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ દરમિયાન ૪૯૫૨ સંસ્થાઓના ૬,૪૯,૦૧૪ જેટલાં બાળકોને આવરી લેવામાં આવશે, તેમ ગઇકાલે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગવર્નીંગ બોડી કમિટીની સમીક્ષા બેઠકમાં અપાયેલી વિગતોમાં જણાવાયું હતું.

  • કચ્છનાં ૧૮ વર્ષ સુધીનાં કુલ ૬,૪૯,૦૧૪ બાળકોની
  • આરોગ્ય ચકાસણી ૨૫મી નવેમ્બરથી  હાથ ધરાશે
  • ડીડીઓ પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને વિવિધ કમિટીની સમીક્ષા બેઠકો યોજાઇ
Related Posts
1 of 359

શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મજાત ખાલી, ફાટેલા હોઠ/તાળવા, કલબફુટ, જન્મજાત મોતીયો સારવાર-ઓપરેશન, હ્રદય, કિડની, કેન્સર જેવા રોગો માટે સુપર સ્પેશ્યાલીસ્ટ સારવાર વિનામુલ્યે અપાશે. કિડની, લિવર, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ,કોકલીયર ઇમપ્લાન્ટ જેવી અત્યાધુનિક સારવાર પણ વિનામુલ્યે અપાશે.

Kutch Na Balako Ni Arogya Chakasani 25mi November Thi Hatha Dharase 04
Kutch Na Balako Ni Arogya Chakasani 25mi November Thi Hatha Dharase 04

શાળા આરોગ્ય કાર્યક્રમના થયેલા માઇક્રોપ્લાનીંગ અનુસાર ૨૩૭૮ આંગણવાડી/બાલમંદિરના ૧,૯૭,૨૮૭ બાળકો, ૨૦૮૮ પ્રાથમિક શાળાનાં ૩,૪૭,૫૯૫ બાળકો, માધ્યમિક/ઉચ્ચ.માધ્યમિક ૪૫૦ શાળાના ૮૮,૩૯૪ તથા અન્ય ૩૬ શાળાના ૭,૭૧૨ સહિત શાળાએ ન જતાં ૮,૦૨૬ બાળકો મળીને કુલ ૬,૪૯,૦૧૪ બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવશે.

Also You like to read
1 of 170
Kutch Na Balako Ni Arogya Chakasani 25mi November Thi Hatha Dharase 03
Kutch Na Balako Ni Arogya Chakasani 25mi November Thi Hatha Dharase 03

આ કામગીરી માટે કુલ-૪૮૮ ટીમો અને ૧૯,૯૩૪ કાર્યકરો સાથેનું સમગ્ર આયોજન કરાયું છે. જેમાં ૧૪,૫૭૯ શિક્ષકો, ૭૦૧ સ્ત્રી-પુરૂષ આરોગ્ય કર્મીઓ, ૪૦ સ્ટાફ નર્સ, ૨૩૭૦ આંગણવાડી વર્કર અને બાલમંદિર સંચાલક, ૧૭૦૬ આશા બહેનો, પીએચસી/સીએચસીના ૭૩ એમ.બી.બી.એસ. ડોકટરો, ૧૨૮ આયુષ ડોકટરો, ૭૦ મુખ્ય સેવિકા, ૪ જિલ્લાકક્ષાના સુપરવાઇઝર, ૧૦ ટી.બી.સુપરવાઇઝર, ૧ લેપ્રસી સુપરવાઇઝર, ૧૯૨ સ્વયંસેવકો, ૩૫ ફાર્માસીસ્ટ, ૨૫ ફિમેલ હેલ્થ વર્કરનો સમાવેશ કરાયો છે.

Kutch Na Balako Ni Arogya Chakasani 25mi November Thi Hatha Dharase 02
Kutch Na Balako Ni Arogya Chakasani 25mi November Thi Hatha Dharase 02

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નરની ઉપસ્થિતિમાં યોજાયેલ ગવર્નીંગ બોડી કમિટીની સમીક્ષા બેઠક અને નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ડિસ્ટ્રીકટ કો-ઓર્ડિનેશન કમિટિ બેઠકમાં ભુજ નગરપાલિકાના અધ્યક્ષા લતાબેન સોલંકી, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, જિલ્લા મેલેરિયા અધિકારી એ.એમ.ભટ્ટ, સાયકયાટ્રિકસ ડો.મહેશ ટીલવાણી, તાલુકા હેલ્થ ઓફિસરો, બાળ વિકાસ યોજના અધિકારી ઇરાબેન ચૌહાણ, એસ.પી.કચેરીના શ્રી ડાંગર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kutch Na Balako Ni Arogya Chakasani 25mi November Thi Hatha Dharase 01
Kutch Na Balako Ni Arogya Chakasani 25mi November Thi Hatha Dharase 01

આ બેઠકમાં સગર્ભા બહેનો અને નવજાત શીશુની સારસંભાળ માટે આરોગ્યના સારાં પગલાં લેવા, હાઇ બી.પી. કે અન્ય કારણોથી મેટરનીટી ડેથ અટકાવવા, એનિમિયા મુકત ભારત કાર્યક્રમ અંતર્ગત ૧૧મી નવેમ્બરે વર્કશોપ યોજવા, તમાકુ નિયંત્રણ ધારાની કડક અમલવારી અને ઝુંબેશ સહિતના મુદ્દાઓ આવરી લેવાયા હતાં. (વીએભટ્ટ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More