- Advertisement -

લોભામણી વાતો કરતાં લોકોથી નાગરિકો ચેતે

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમમાંથી લોન અપાવી દેવાની લોભામણી વાતો કરતાં લોકોથી નાગરિકો ચેતે : અધ્યક્ષ શ્રી બી.એચ.ઘોડાસરા

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન, સ્નાતક પછી વિદેશ અભ્યાસ લોન તેમજ સ્વરોજગાર બાબતની લોન આપવાની પ્રક્રિયા ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા ચાલી રહી છે. આ સમયે નિગમના ધ્યાને એક ગંભીર બાબત આવી છે કે, નિગમમાંથી લોન અપાવી દેવાની લોભામણી વાતો કરીને નિર્દોષ નાગરિકો પાસેથી નાણાંકીય લેવડ-દેવડ કરવામાં આવી રહી છે.

Lobhamani Vato Karata Lokothi Nagariko Chete

- Advertisement -

- Advertisement -

54

Get real time updates directly on you device, subscribe now.

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમમાંથી લોન અપાવી દેવાની લોભામણી વાતો કરતાં લોકોથી નાગરિકો ચેતે : અધ્યક્ષ શ્રી બી.એચ.ઘોડાસરા

  • લોન સંબંધિત કામકાજ માટે માત્ર નિગમની કચેરીનો સંપર્ક કરવો
  • વિદેશમાં અભ્યાસ માટે આવેલી અરજીનો બેકલોગ ટૂંક સમયમાં ઉકેલ કરાશે

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન, સ્નાતક પછી વિદેશ અભ્યાસ લોન તેમજ સ્વરોજગાર બાબતની લોન આપવાની પ્રક્રિયા ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા ચાલી રહી છે. આ સમયે નિગમના ધ્યાને એક ગંભીર બાબત આવી છે કે, નિગમમાંથી લોન અપાવી દેવાની લોભામણી વાતો કરીને નિર્દોષ નાગરિકો પાસેથી નાણાંકીય લેવડ-દેવડ કરવામાં આવી રહી છે. આ બાબતને ગંભીરતાથી લઇને કોઇ નિર્દોષ નાગરિક આવી કોઇ લોભામણી વાતોમાં દોરાઇને તેનો ભોગ ન બને તે હેતુસર આવા લોકોથી બચવા નિગમ દ્વારા અનુરોધ કરાયો છે.

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગરના અધ્યક્ષ શ્રી બી.એચ.ઘોડાસરાએ જણાવ્યું છે કે શૈક્ષણિક લોન, સ્નાતક પછી વિદેશ અભ્યાસ લોન તેમજ સ્વરોજગાર બાબતની લોન માટે ઓનલાઇન અરજી કરનાર લાભાર્થી અરજદારોને નિયત ધારાધોરણ પ્રમાણે જરૂરી કાર્યવાહી કરી નિગમ દ્વારા લોન મંજૂર કરવામાં આવે છે. કેટલાક લોકો લોન અપાવી દેવાની લોભામણી વાતો કરતા હોવાની બાબત ધ્યાને આવતા આવા લોકોથી નાગરિકો ચેતે, કોઇ વ્યક્તિઓને આવી વાતોમાં આવવુ નહી તેમ તેમણે ઉમેર્યુ હતું.

Related Posts
1 of 484
Lobhamani Vato Karata Lokothi Nagariko Chete
Lobhamani Vato Karata Lokothi Nagariko Chete

લોન સંબંધિત કોઇપણ કામ કે પ્રત્યુત્તર માટે નાગરિકોએ મેનેજિંગ ડાયરેક્ટર, ડાયરેક્ટરશ્રીઓ તેમજ અધ્યક્ષશ્રીનો કર્મયોગી ભવન, બ્લોક નં.ર, ૭મો માળ, ગાંધીનગર ખાતે કાર્યરત કચેરીનો સંપર્ક કરવો. સોમવાર અને મંગળવારના રોજ કચેરી સમય દરમિયાન નિગમના અધ્યક્ષશ્રીને મળી શકાશે. નિગમના અધ્યક્ષશ્રીએ ઉમેર્યુ છે કે વિદેશ લોનમાં કાર્યનો ભરાવો હોઇ, ટૂંક સમયમાં જ વિદેશ લોનમાં પણ બેકલોગનો ઉકેલ કરવામાં આવશે. (વિપુલ ચૌહાણ/જિતેન્દ્રરામી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More