લોકો પાઇલોટને સિમ્યુલેટરની મદદથી રેલ ચાલનની અદ્યતન તાલીમ આપવામાં આવે છે.

રેલ ગાડી ચલાવનારા સુકાનીઓને પ્રવાસ દરમિયાન રેલ પથ ૬૪ પ્રકારના અવરોધોનો સામનો કરીને સુરક્ષિત ચાલન કરવું પડે..

રેલવે ગાડી ચલાવનારા ચાલકોને હવે લોકો પાઈલોટની માનભરી ઓળખ આપવામાં આવી છે. તે રેલગાડીનો સુકાની છે જેના શીરે ટ્રેનમાં પ્રવાસ કરતા સેંકડો પ્રવાસીઓ અને કિંમતી માલ સામાનને સુરક્ષિત પરિવહન કરાવવાની ઘણી મોટી જવાબદારી રહેલી છે. આવા લોકો પાઈલોટ્સને સલામત રીતે વિદ્યુત એન્જીન ચલાવવાની તાલીમ વડોદરા સ્થિત ઝોનલ ઇલેક્ટ્રિક ટ્રેનિંગ સેન્ટર ખાતે આપવામાં આવે છે. રેલવે બોર્ડે નિર્ધારિત કરેલી માર્ગદર્શિકાઓને ચુસ્ત રીતે વળગી રહીને સુરક્ષિત રેલચાલનની તાલીમ અહીં ફ્રાન્સમાં બનેલા અને ૨૦૦૬માં સ્થાપિત સિમ્યુલેટરની મદદથી આપવામાં આવે છે. રેલવેના અધિકારીશ્રી પ્રદીપ ગુપ્તાએ જણાવ્યું કે, આ સેન્ટર ખાતે પશ્ચિમ રેલવેના ૬ અને કોટા મળીને ૭ ડિવિઝનના નવા તેમજ નોકરી હેઠળના લોકો પાઈલોટ્સને પ્રથમ અને રિફ્રેશર, એ બંને પ્રકારની તાલીમ આપવામાં આવે છે.

Loko Payalot Ne Simyuletara Ni Madadathi Relve Chalanani Adyatana Talima Apava Ma Ave Che 02
182

Get real time updates directly on you device, subscribe now.

  • રેલ ગાડી ચલાવનારા સુકાનીઓને પ્રવાસ દરમિયાન રેલ પથ ૬૪ પ્રકારના અવરોધોનો સામનો કરીને સુરક્ષિત ચાલન કરવું પડે..
  • વડોદરાના ઝોનલ ઇલેક્ટ્રિક ટ્રેનિંગ સેન્ટરમાં લોકો પાઇલોટ તરીકે ઓળખાતા ચાલકોને સિમ્યુલેટરની મદદ થી સલામત રેલ ચાલનની અદ્યતન તાલીમ આપવામાં આવે છે.
  • રેલવે એન્જીનની વાસ્તવિક અનુભૂતિ કરાવતા સિમ્યુલેટરના સ્ક્રીન પર ગોધરા થી દાહોદ સુધીના સમગ્ર રેલમાર્ગનું જીવંત દ્રષ્યાંકન કરીને તાલીમ આપવામાં આવે છે.
Also You like to read
1 of 175
Related Posts
1 of 364

રેલવે એન્જીનના ચાલકોને રેલ માર્ગમાં જે ૬૪ પ્રકારના અવરોધોનો સામનો કરીને પ્રવાસીઓ અને માલસમાનને સુરક્ષિત રાખવાની કપરી જવાબદારી અદા કરવી પડે છે એ તમામની તાલીમ આ સિમ્યુલેટરની મદદથી આપી શકાય છે. આમ, પ્રવાસીઓની સુરક્ષાને જોખમમાં મુક્યા વગર લગભગ વાસ્તવિક તાલીમ આ યંત્રની મદદથી આપવામાં આવે છે. હૂબહૂ વિદ્યુત રેલએન્જીન જેવું જ છે આ સિમ્યુલેટર જેમાં લોકો પાઇલોટ અને તેના મદદનીશ માટેની બેઠક હોય છે. એની સામેના વિશાળ સ્ક્રીન પર રેલવેના પાટા, સિગ્નલો, સ્ટેશન, પ્રવાસીઓ આ તમામ દ્રશ્યો જીવંત જોવા મળે છે. અને તેના આધારે રેલવે ચાલનના ખૂબ અઘરા કૌશલ્યો શીખવવામાં આવે છે.

Loko Payalot Ne Simyuletara Ni Madadathi Relve Chalanani Adyatana Talima Apava Ma Ave Che 01
Loko Payalot Ne Simyuletara Ni Madadathi Relve Chalanani Adyatana Talima Apava Ma Ave Che 01

વડોદરાના સિમ્યુલેટર ટ્રેનિંગ સેન્ટરમાં સ્ક્રીન પર રેલવેના પાટા પર યાત્રા દરમિયાન જોવા મળવાની સંભાવના છે એવા ગાઢ ધૂમ્મસ, ધોધમાર વરસાદ, સાવ ઝાંખો પ્રકાશ, પાટા પર ફસાઈ જતું વાહન, આકસ્મિક આવી ચઢતી ગાય કે અન્ય પ્રાણીઓ જેવી પરિસ્થિતિઓનો જીવંત આભાસ સર્જી શકાય છે. અહીં ગોધરા થી દાહોદ વચ્ચેના સમગ્ર રેલપથનું ઝીણામાં ઝીણી વિગતો સહિતનું આભાસી ચિત્ર સર્જી શકાય છે. આ તમામને દ્રષ્ટિમાં રાખીને તાલીમાર્થીને સલામત ચાલનની સચોટ તાલીમ આપવામાં આવે છે જે ઉલ્લેખનીય છે. તાલીમ ઉપરાંત અહીં વખતો વખત વિદ્યુત રેલએન્જીન ચલાવવાના કૌશલ્યોની કસોટીઓ યોજાય છે. આમ, સલામત રેલ પ્રવાસની ખાતરી આપવામાં આ તાલીમ કેન્દ્ર ઘણી અગત્યની ભૂમિકા અદા કરી રહ્યું છે. (મિશ્રા)

Loko Payalot Ne Simyuletara Ni Madadathi Relve Chalanani Adyatana Talima Apava Ma Ave Che 02
Loko Payalot Ne Simyuletara Ni Madadathi Relve Chalanani Adyatana Talima Apava Ma Ave Che 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More