- Advertisement -

મબલખ ફળપાકનું ઉત્પાદન સુક્ષ્મ સિંચાઇ પધ્ધતિ અને આધુનિક ખેતીના સથવારે  

બીકોમ એલ એલ બી કરી બાગાયતી ખેતીમાં સફળતા શિખરો સર કરતાં મહીસાગર જિલ્લાના  સુરેશભાઇ

મહીસાગર જિલ્લાના બાલાશિનોર તાલુકાના રાજપુર ગામના  સુરેશભાઇ પુંજાભાઈ પટેલ એટલે કે એસપી પટેલ તેમની થાઈલેન્ડ વેરાઇટીના સ્પે. મોટા,વજનદાર અને ટેસ્ટી જામફળ માટે ધોળકાના પ્રખ્યાત જામફળની જેમ રાજપુરના જામફળ સમગ્ર પંથકમાં જાણીતા બન્યા છે. થાઈલેન્ડ જામફળ, લાલ જામફળ, સિડલેસ લીંબુ અનેડ્રેગનફ્રુટની સફળ બાગાયતી ખેતીની સાથે સાથે જળસંચયની મહત્વતા સમજી સુક્ષ્મ સિંચાઇ પધ્ધતિ નો ઉપયોગ કરી  પોતાની તમામ જમીનમાં ડ્રીપ ઇરિગેશન કરી ચીલાચાલુ ખેતી છોડી આધુનિક ખેતીનો નવીન ચીલો ચાતર્યો છે.

Mabalakha Phala Pakonu Utpadan Sukshma Sinchai Paddhati And Adhunik Kheti Sathavare 02

- Advertisement -

- Advertisement -

295

Get real time updates directly on you device, subscribe now.

મબલખ ફળપાકનું ઉત્પાદન સુક્ષ્મ સિંચાઇ પધ્ધતિ અને આધુનિક ખેતીના સથવારે

મહીસાગર જિલ્લાના બાલાશિનોર તાલુકાના રાજપુર ગામના  સુરેશભાઇ પુંજાભાઈ પટેલ એટલે કે એસપી પટેલ તેમની થાઈલેન્ડ વેરાઇટીના સ્પે. મોટા,વજનદાર અને ટેસ્ટી જામફળ માટે ધોળકાના પ્રખ્યાત જામફળની જેમ રાજપુરના જામફળ સમગ્ર પંથકમાં જાણીતા બન્યા છે. થાઈલેન્ડ જામફળ, લાલ જામફળ, સિડલેસ લીંબુ અનેડ્રેગનફ્રુટની સફળ બાગાયતી ખેતીની સાથે સાથે જળસંચયની મહત્વતા સમજી સુક્ષ્મ સિંચાઇ પધ્ધતિ નો ઉપયોગ કરી  પોતાની તમામ જમીનમાં ડ્રીપ ઇરિગેશન કરી ચીલાચાલુ ખેતી છોડી આધુનિક ખેતીનો નવીન ચીલો ચાતર્યો છે.

  • સુક્ષ્મ સિંચાઇ પધ્ધતિ અને આધુનિક ખેતીના સથવારે મબલખ ફળપાકનું ઉત્પાદન
  • બીકોમ એલ એલ બી કરી બાગાયતી ખેતીમાં સફળતા શિખરો સર કરતાં મહીસાગર જિલ્લાના  સુરેશભાઇ
  • બાલાસિનોર તાલુકાના રાજપુર ગામના ખેડૂતે  થાઈલેન્ડ જામફળ, લાલ જામફળ, સિડલેસ લીંબુ અનેડ્રેગનફ્રુટની સફળ ખેતી કરી
Related Posts
1 of 398

પ્રારંભમાં પોતાની જમીનમાં કયા ફળપાક અનુકૂળ આવે છે તે ચકાસવા ચીકુ,અમેરિકન મોસંબી,ખજૂર,જામફળ  વિવિધ ફળ છોડ રોપ્યાં. જેમાં જામફળની વિશેષ અનુકૂળતા જણાતા સુરેશભાઇએ  પોતાની જમીનમાં થાઈલેન્ડ અને ભારતની મિશ્ર પ્રજાતિના જામફળની નવી વેરાઈટીના ચાર હજાર   રોપાનું નવ એકરમાં  વાવેતર કર્યુ હતુ. આ ઉપરાંત તેમણે લલિત વેરાઇટીના લાલજામફળ પાંચ એકરમાં ૨૨૫૦ રોપા અને સિડલેસ લીંબુ  દસ એકરમાં ૪૫૦૦ રોપાનું  તેમજ આ વર્ષ  નવીન ડ્રેગનફ્રુટના પાંચ એકરમાં ૨૨૦૦ જેટલા રોપાનું વાવેતર કર્યું છે.

Mabalakha Phala Pakonu Utpadan Sukshma Sinchai Paddhati And Adhunik Kheti Sathavare 01
Mabalakha Phala Pakonu Utpadan Sukshma Sinchai Paddhati And Adhunik Kheti Sathavare 01

વાવેતરમાં મહીસાગર જિલ્લાના બાગાયતી વિભાગના અધિકારી  સલાહ સુચન અને માર્ગદર્શન મેળવી સરકારની યોજનાઓ અને  કૃષિ  વૈજ્ઞાનિકોની ભલામણોના આધારે આ નવતર ખેતી માટે સાહસ ખેડયું હતું. ઉપરાંત તેમણે બાગાયત વિભાગ તરફથી બે લાખ ઉપરાંતની સબસિડી સહાય પણ આપવામાં આવી હતી. ત્રીજા વર્ષે તેના પર ફળ આવવાનું શરૂ થયું હતું. પહેલા વર્ષે તેમને એક છોડ પર થી ૫ થી ૧૦ કિલો જેટલું ઉત્પાદન મળ્યું હતું જેનું વેચાણ માથી લગભગ ખર્ચ જેટલી આવકનું ઉત્પાદન મળી ગયું હતું. હાલમાં તેઓ ખર્ચ કાઢતાં વાર્ષિક દસેક લાખ જેટલી આવક રળી લે છે.

Also You like to read
1 of 209
Mabalakha Phala Pakonu Utpadan Sukshma Sinchai Paddhati And Adhunik Kheti Sathavare 02
Mabalakha Phala Pakonu Utpadan Sukshma Sinchai Paddhati And Adhunik Kheti Sathavare 02

જામફળની ખેતી અંગે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે  થાઈલેન્ડના આ જામફળની ખેતી સામાન્ય જામફળની ખેતી કરતા અલગ છે કારણ કે એક જામફળ અંદાજે ૧ કિલોગ્રામની આસપાસનું હોય છે. તેને તોડ્યા પછી દસ બાર દિવસ સુધી ક્વોલિટી જળવાઈ રહે છે અને  સફરજન જેટલી પૌષ્ટિકતા ધરાવે છે. તો દેશી વેરાયટીના લલિત જામફળ જે અંદર લાલ હોય છે તેની સાઇઝ નાની હોય છે થાઈલેન્ડ જામફળ કરતાં તેના ભાવ અડધા હોય છે અને તોડ્યા પછી ઓછા ટકાઉ હોય છે. સિડલેસ લીંબુ પણ એક ડાળી પર દસ-પંદર લાગતાં હોય છે તેનો પણ સારો ઉતારો આવે છે તેમાં સિઝન પ્રમાણે ભાવ બદલાતા રહેતા હોય છે.

Mabalakha Phala Pakonu Utpadan Sukshma Sinchai Paddhati And Adhunik Kheti Sathavare 03
Mabalakha Phala Pakonu Utpadan Sukshma Sinchai Paddhati And Adhunik Kheti Sathavare 03

સૌથી મોટી ખાસિયત એ છે કે હાલ સિઝનમાં તેને વેચવા અમારે ક્યાય જવું પડતું નથી વાડી બેઠા જ વેપારીઓ લઈ જાય છે.વધુમાં ખેતીમાં માવજત અંગે જણાવ્યું હતું કે દરેક છોડને ખાતર, પાણી,  ફેન્સીંગ અને ડ્રીપ ઇરિગેશન કરવા પાછળ અંદાજે લાખો રૂપિયા જેટલો ખર્ચો કરવામાં આવ્યો છે. અને પાકની સાચવણી માટે પ્લાસ્ટિક, કાગળ અને ફોંગ (જાળી) દરેક ફળને પહેરાવવામાં આવે છે. જેને કારણે આ જામફળ લગભગ બે અઠવાડિયા સુધી જાળવી શકાય છે. વળી આ જામફળમાં બીયાનું પ્રમાણ પણ ઓછું હોવાથી ખાવામાં પણ સરળતા રહે છે. આ ઉપરાંત આ તમામ ખેતીમાં આંતરપાક કરી ખર્ચના નાણાં તો તેમાંથી જ મેળવી શકાય છે.

Mabalakha Phala Pakonu Utpadan Sukshma Sinchai Paddhati And Adhunik Kheti Sathavare 04
Mabalakha Phala Pakonu Utpadan Sukshma Sinchai Paddhati And Adhunik Kheti Sathavare 04

આમ વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતાં સફળ ખેડૂત સુરેશભાઈનું કહેવુ છે કે આગામી સમયમાં જ્યારે ખેતીલાયક જમીન ઓછી થતી જાય છે તેથી ખેડૂતો હવે હાઈટેક પદ્ધતિથી ખેતી કરતા શરૂ  થાય તો સારી એવી આવક મેળવી ગુજરાન ચલાવા સાથે સારી એવી કમાણી પણ સારી થઈ શકે છે. જ્યારે આપણા પ્રધાનમંત્રી ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું સેવી રહ્યા છે અને કૃષિ વિભાગ વિવિધ યોજનાઓ અને માર્ગદર્શન સાથે સબસિડી આપી સહાયરૂપ બને છે ત્યારે પોતાની ખેતી જાળવી રાખી આધુનિક પધ્ધતિ અપનાવવા અપીલ કરી છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More