માધવપુર ખાતે બીચ ફેસ્ટીવલનો પ્રારંભ

ટુરીઝમ રોજગારીનું સર્જન કરતો સૌથી મોટો વ્યવસાય છે પ્રવાસીઓને આતીથ્ય સત્કાર સાથે મીઠો આવકારો આપજો - પ્રવાસન મંત્રીશ્રી ચાવડા

અરબીસમુદ્રના નયનરમ્ય સમુદ્રતટે માધવપુર બીચ ખાતે તા.૪ નવેમ્બર સુધી લાગલગાટ ધમધમતા રહેનાર બીચ ફેસ્ટીવલનો ગઇ કાલે ઢળતી સાંજે સોનેરી સુર્ય કિરણો સાથે પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ પ્રારંભ કરાવ્યો હતો.

Madhavpur Khate Beach Festival No Prarambha 04
365

Get real time updates directly on you device, subscribe now.

માધવપુર ખાતે બીચ ફેસ્ટીવલનો પ્રારંભ

ટુરીઝમ રોજગારીનું સર્જન કરતો સૌથી મોટો વ્યવસાય છે પ્રવાસીઓને આતીથ્ય સત્કાર સાથે મીઠો આવકારો આપજો – પ્રવાસન મંત્રીશ્રી ચાવડા

અરબીસમુદ્રના નયનરમ્ય સમુદ્રતટે માધવપુર બીચ ખાતે તા.૪ નવેમ્બર સુધી લાગલગાટ ધમધમતા રહેનાર બીચ ફેસ્ટીવલનો ગઇ કાલે ઢળતી સાંજે સોનેરી સુર્ય કિરણો સાથે પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ પ્રારંભ કરાવ્યો હતો. માધવપુરનો માંડવો અને પરણે રાણી ઋક્ષમણીના વિવાહ સાથે સૌરાષ્ટ્રના લોકગીતો અને ગરવી ગુજરાતના ધબકતા ગરબા યુવા હૈયાઓ દ્રારા પ્રસ્તુતીથી પ્રારંભ કરાયેલ બીચ ફેસ્ટીવલને પ્રવાસન મંત્રી સાથે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી નિલેષભાઇ મોરી, જિલ્લા કલેકટરશ્રી ડી.એન.મોદી સાથે કલાના રસીકોએ મન ભરીને માણ્યો હતો.

Related Posts
1 of 359
Madhavpur Khate Beach Festival No Prarambha 01
Madhavpur Khate Beach Festival No Prarambha 01

પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર પોરબંદરનાં સંયુક્ત ઉપક્રમે આયોજીત બીચ ફેસ્ટીવલના ઉદઘાટન પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિથી ગુજરાતનાં પ્રવાસન સ્થળો વિકાસ પામ્યા છે. તેમણે સ્થાનિકોને અને વેપારીઓને સંબોધીને કહ્યુ કે, કુદરત કોઇ સ્થળ આપે તો સરકાર તેનો વિકાસ કરે છે. તે સ્થળનું જતન કરવુ અને પ્રવાસીઓ સાથે સારો મીઠો વ્યવહાર કરવોએ વેપારીઓ અને સ્થાનિકોની ફરજ છે. પ્રવાસીઓ વારે વારે તમારા ગામમાં આવવા માટે ઉત્સાહિત થાય તેવો વ્યવહાર કરવો જોઇએ.

ગુજરાતીઓ વિશ્વ પ્રવાસી છે, આપણા વિચારો બીજાથી અલગ છે એટલે આપણો વિકાસ સુપેરે થયો છે તેમ જણાવી પ્રવાસન મંત્રીશ્રીએ કહ્યુ કે, કુદરત આપણા પર મહેરબાન છે. અહીં પર્વત, જંગલ, એશીયાટીક લાઇન, અફાટ અરબી સમુદ્ર બધુ જ છે. ટુરીઝમના વિકાસ માટે પોરબંદર- જુનાગઢ, જામનગર, દ્રારકા બેસ્ટ છે. અને ટુરીઝમ રોજગારીનું સર્જન કરતો સૌથી મોટો વ્યવસાય  છે, ત્યારે આપણે પ્રવાસીઓને આપણી ધરતી પર અવારનવાર લાવવા આતીથ્ય સત્કાર સાથે પ્રવાસીઓને મીઠો આવકારો આપવો પડશે તેમશ્રી ચાવડાએ ઉમેર્યુ હતું.

Madhavpur Khate Beach Festival No Prarambha 02
Madhavpur Khate Beach Festival No Prarambha 02
Also You like to read
1 of 171

શ્રી ચાવડાએ કહ્યુ કે, સરકાર સવલતો આપે, પ્રવાસન સ્થળોનો વિકાસ કરે, જરૂરી માળખાગત સુવિધાનું નિર્માણ કરે પરંતુ આ મિલકતોની સાચવણી લોકોએ કરવાની છે. અહીં આવતા પ્રવાસીઓને સાચવવા એ સ્થાનિક લોકોની જવાબદારી છે. પ્રવાસીઓને સાચવવાથી તેમને જે સંતોષ થાય અને પ્રવાસીનો સંતોષ એટલે ટુરીઝમનો વિકાસ તેમશ્રી જવાહરભાઇએ આગ્રહપૂર્વક જણાવ્યુ હતું.

ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ પ્રવાસનથી પ્રસન્નતા મળે છે નવી ઉર્જા મળે છે તેમ જણાવી કહ્યુ કે પોરબંદર જિલ્લો યાત્રાધામ દ્રારકા અને સોમનાથની મધ્યમાં આવેલો છે. જે ઘરેણાની જેમ શોભે છે. માણસે પોતાના વિકાસ અને જ્ઞાનની ભુખ સંતોષવા માટે ફરતુ રહેવુ જોઇએ તેમ જણાવી જિલ્લાના ઐતિહાસિક અને પ્રવાસન સ્થળો વિશે વિસ્તારથી લોકોને ધારાસભ્ચશ્રીએ માહિતગાર કર્યા હતાં.

Madhavpur Khate Beach Festival No Prarambha 03
Madhavpur Khate Beach Festival No Prarambha 03

જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી નિલેષભાઇ મોરીએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યુ કે, ગુજરાત રાજ્ય સમગ્ર દેશ માટે આદર્શ બન્યુ છે. બીચ ફેસ્ટીવલમાં આવતા પ્રવાસીઓ માધવપુરની મીઠી યાદો લઇને જાય તેવી શુભેચ્છા પાઠવી હતી. જિલ્લા કલેકટરશ્રી ડી.એન.મોદીએ સ્વાગત ઉદબોધન કરીને ઉપસ્થિત તમામ મહેમાનોને શાબ્દિક આવકાર આપ્યો હતો.

બીચ ફેસ્ટીવલનાં પ્રારંભે પોલીસ શહિદ સંભારણા દિવસની યાદમાં શહિદો માટે બે મીનીટનું મૌન પાળવામાં આવ્યુ હતું. ત્યારબાદ નાયબ જિલ્લા પોલીસ વડાશ્રી ભરત પટેલે પોલીસની કામગીરી અને પોલીસ શહિદ સંભારણા દિવસની ઐતિહાસિક ઘટના ક્રમ જણાવ્યો હતો. ઉદધાટન બાદ મંત્રીશ્રીએ ફેસ્ટીવલમાં સ્ટોલની અને બીચની  મુલાકાત લીધી હતી.

Madhavpur Khate Beach Festival No Prarambha 04
Madhavpur Khate Beach Festival No Prarambha 04

ચાર નવેમ્બર સુધી ચાલનાર બીચ ફેસ્ટીવલમાં દરરોજ સાંજે ૫ થી ૭:૩૦ કલાક સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં ગરબા, મેજીક શો, કોમેડી શો, લોકલ ફોક ડાન્સ, દિવાળી સ્પેશીયલ, સુફી સંગીત અને કવાલી, ગઝલ, ડાયરો સહિતના કાર્યક્રમોનાં આનંદ સાથે માધવપુર બીચમાં જનમહેરાણ ઉમટી પડશે.

આ પ્રસંગે પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી આવડાભાઇ ઓડેદરા, અગ્રણીશ્રી ભગવાનજીભાઇ કરગટીયા, વિરમભાઇ કારાવદરા, લીલાભાઇ પરમાર, પ્રાંત અધિકારી કે.વી.બાટી, મામલતદાર હિરપરા, હોટલ તોરણના મેનેજરશ્રી રાવ, માધવપુરના સરપંચ રામભાઇ કરગટીયા સહિત કલા રસીકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઇવેન્ટ મેનેજર તરીકે તુષારે ગોરે સેવાઓ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી તુષાર જોષીએ કર્યું હતું.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More