મહા વાવાઝોડાની આગાહી રાહત-બચાવ અંગેની સમીક્ષા બેઠક યોજાઇ

મહા વાવાઝોડાની આગાહી અન્‍વયે રાહત / બચાવ કામગીરીના આગોતરા પગલાં ભરવા અંગેની સમીક્ષા બેઠક યોજાઇ

પાટણ કલેકટર કચેરી વિડીયો કોન્‍ફરન્‍સ હોલ ખાતે જિલ્‍લા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્‍યક્ષસ્‍થાને “મહા” વાવાઝોડાની આગાહી અન્‍વયે રાહત / બચાવ કામગીરીના આગોતરા પગલાં ભરવા અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.કે પારેખ ઉપસ્‍થિત રહયા હતા.

Maha Vavajhoda Ni Agahi Rahata Bachava Ange Ni Samiksha Bethak Yojai 01
282

Get real time updates directly on you device, subscribe now.

Also You like to read
1 of 178
Related Posts
1 of 367

આ બેઠકમાં જિલ્‍લા કલેકટરશ્રીએ જણાવ્‍યું હતું કે હવામાન વિભાગ દ્રારા આગામી તા.૬/૧૧/૧૯ થી તા.૮/૧૧/૧૯ દરમ્‍યાન “મહા” વાવાઝોડાની આગાહી કરવામાં આવેલ છે જેમાં પવન સાથે ભારે વરસાદની સંભાવના હોઇ પાટણ જિલ્‍લામાં ઉભી થનાર પરિસ્‍થિતીને તાત્‍કાલીક પહેાચી વળવા માટે જરુરી સાવચેતીના તમામ પગલાં લેવા રાહત / બચાવની  પૂર્વ તૈયારી ના ભાગરુપે બચાવ ટીમો  .તૈયાર રાખવા જરુરી સુચનો કર્યા હતા. તમામ લાયઝન અધિકારીઓએ મીટીંગ કરી કર્મચારીઓને જરુરી સુચનો આપવા ગામના તમામ સરકારી કર્મચારીઓ સ્‍થળ ઉપર હાજર રહેવા જણાવવું. રાહત કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ, વન વિભાગ, આરોગ્‍ય વિભાગ, શિક્ષણ વિભાગ, પાણી પુરવઠા, પશુપાલન વિભાગ, વિજ વિભાગ, ખેતી વિભાગ, નગર પાલીકાઓના કર્મચારીઓની ટીમો તૈયાર રાખવા જણાવ્‍યું હતું.

Maha Vavajhoda Ni Agahi Rahata Bachava Ange Ni Samiksha Bethak Yojai 02
Maha Vavajhoda Ni Agahi Rahata Bachava Ange Ni Samiksha Bethak Yojai 02

અધિકારીઓને કચેરીઓમાં હાજર રહેવા અનુરોધ કર્યો હતો.સાંતલપુર તાલુકાના અગરિયાઓ ત્રણ દિવસ રણમા ન જવા અંગેની સૂચના આપવી, તાલુકાઓમાં કંન્‍ટ્રોલ રૂમ કાર્યરત કરી કર્મચારીઓને ડયુટી ફાળવવા જણાવ્‍યું હતું. કોઇપણ બનાવનું રીપોટીંગ પ્રોપર્લી અને ઝડપથી થાય તેની તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.જિલ્‍લાની દરેક ટીમોને એર્લટ રાખવા કલેકટરશ્રીએ સુચના આપી હતી. આ બેઠકમાં પ્રાન્‍ત અધિકારીઓ,પુરવઠા અધિકારી, તેમજ સલગ્‍ન કચેરીના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા. (માહિતી બ્યુરો, પાટણ.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More