- Advertisement -

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના અનુસંધાને ગાંધી સંકલ્પયાત્રા યોજાઈ

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના અનુસંધાને વસ્ત્રાપુર તળાવથી જોધપુર ગામ સુધીની ગાંધી સંકલ્પયાત્રા યોજાઈ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે તેમના વિચારોને જીવંત રાખવાના ઉદ્દેશથી દેશના તમામ લોકસભા મતવિસ્તારોમાં ૧૫૦ કિલોમીટરની ગાંધી સંકલ્પયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના કેન્દ્રસમા વસ્ત્રાપુર તળાવ ખાતેથી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં ગાંધી સંકલ્પયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

Mahatma Gandhi 150mi Janma Jayanti Anusandhane Gandhi Sankalpa Yatra Yojai 03

- Advertisement -

- Advertisement -

529

Get real time updates directly on you device, subscribe now.

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના અનુસંધાને ગાંધી સંકલ્પયાત્રા યોજાઈ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે તેમના વિચારોને જીવંત રાખવાના ઉદ્દેશથી દેશના તમામ લોકસભા મતવિસ્તારોમાં ૧૫૦ કિલોમીટરની ગાંધી સંકલ્પયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના કેન્દ્રસમા વસ્ત્રાપુર તળાવ ખાતેથી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં ગાંધી સંકલ્પયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

Mahatma Gandhi 150mi Janma Jayanti Anusandhane Gandhi Sankalpa Yatra Yojai 01
Mahatma Gandhi 150mi Janma Jayanti Anusandhane Gandhi Sankalpa Yatra Yojai 01
Related Posts
1 of 398
  • મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના અનુસંધાને વસ્ત્રાપુર તળાવથી જોધપુર ગામ સુધીની ગાંધી સંકલ્પયાત્રા યોજાઈ
  • મહાત્મા ગાંધીના વિચારો-કાર્યો-સંદેશાઓ અને દેશભક્તિ આજે પણ જીવંત છેઃ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ
Mahatma Gandhi 150mi Janma Jayanti Anusandhane Gandhi Sankalpa Yatra Yojai 02
Mahatma Gandhi 150mi Janma Jayanti Anusandhane Gandhi Sankalpa Yatra Yojai 02
Also You like to read
1 of 209

આ તકે નાયબ મુખ્યમંત્રીશ્રીએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, મહાત્મા ગાંધી એ વ્યક્તિ નહીં, પણ એક વિચારધારા છે. કોઈ પણ વ્યક્તિ આપણને ૨૫ કે ૫૦ વર્ષ સુધી જ યાદ રહેતી હોય છે, પરંતુ પૂજ્ય મહાત્મા ગાંધીજીની યાદગીરી ચિરસ્મરણીય છે. નવી પેઢીમાં ગાંધીજીના વિચારો, કામગીરી કરવાની તેમની આવડત, દેશની આઝાદી માટે તેમણે આપેલા યોગદાન અને આઝાદી સમયે થયેલાં આંદોલનોની વિસ્તૃત માહિતી દેશના દરેક નાગરિક સુધી પહોંચે તે આ યાત્રાનો મુખ્ય હેતુ છે.

Mahatma Gandhi 150mi Janma Jayanti Anusandhane Gandhi Sankalpa Yatra Yojai 03
Mahatma Gandhi 150mi Janma Jayanti Anusandhane Gandhi Sankalpa Yatra Yojai 03

ગાંધીજી સ્વદેશી વસ્તુઓના આગ્રહી હતા તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, મહાત્મા ગાંધી અસ્પૃશ્યતાના સખત વિરોધી હતા. દેશની એકતા અને અખંડિતતા તેમના માટે અતિ મહત્ત્વની હતી અને તેથી જ ગાંધીજીના શાશ્વત વિચારોથી નવી પેઢી અવગત થાય અને તેમનામાં જાગૃતિ આવે તે માટે આયોજિત આ યાત્રામાં પ્રત્યેક નાગરિક સહભાગી થાય તે માટે અપીલ કરી હતી.

Mahatma Gandhi 150mi Janma Jayanti Anusandhane Gandhi Sankalpa Yatra Yojai 04
Mahatma Gandhi 150mi Janma Jayanti Anusandhane Gandhi Sankalpa Yatra Yojai 04

વસ્ત્રાપુર તળાવ ખાતેથી શરૂ થયેલી આ પદયાત્રાને વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ પ્રસ્થાન કરાવ્યું હતું. વસ્ત્રાપુરથી જોધપુર ગામ સુધીની પાંચ કિલોમીટર લાંબી પદયાત્રામાં ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા, મહેસૂલમંત્રીશ્રી કૌશિકભાઈ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી, અમદાવાદ મહાનગરપાલિકાનાં મેયર શ્રીમતી બિજલબેન પટેલ તથા રાજકીય હોદ્દેદારો અને કાર્યકરો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More