- Advertisement -

મહાત્મા ગાંધીએ દેશને આઝાદી અપાવી

મહાત્મા ગાંધીએ દેશને આઝાદી અપાવી

રાજય સરકારે સંવેદનશીલતા, પારદર્શકતા, નિર્ણાયક્તા અને પ્રગતિશીલતાના ચાર આધારસ્તંભો ઉપર ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસનો નવતર પથ કંડાર્યો છે – રાજય મંત્રીશ્રી વાસણભાઇ આહિર

Mahatma Gandhi E Desha Ne Ajhadi Apavi 05

- Advertisement -

- Advertisement -

569

Get real time updates directly on you device, subscribe now.

મહાત્મા ગાંધીએ દેશને આઝાદી અપાવી

રાજય સરકારે સંવેદનશીલતા, પારદર્શકતા, નિર્ણાયક્તા અને પ્રગતિશીલતાના ચાર આધારસ્તંભો ઉપર ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસનો નવતર પથ કંડાર્યો છે – રાજય મંત્રીશ્રી વાસણભાઇ આહિર

  • ગુજરાતના ચાર સપૂતોએ દેશ અને દુનિયામાં ડંકો વગાડ્યો છે
  • સ્વાતંત્ર્ય સંગ્રામ વેળાએ મહાત્મા ગાંધીએ દેશને આઝાદી અપાવી
  • ચરોતરના સપૂત સરદાર સાહેબે ૫૬૨ જેટલા દેશી રજવાડાઓને એકત્રીત કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું
  • ગુજરાતના બે સપૂતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહે સાત-સાત દાયકાથી સળગતો કાશ્મીર પ્રશ્ન કલમ ૩૭૦ રદ કરીને એક ઝાટકે હલ કર્યો છે
  • કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર થતાં પ્રત્યેક હિન્દુસ્તાની ગર્વથી છાતી ફુલાવીને કહે છે કે, કાશ્મીરથી લઇને કન્યા કુમારી સુધી એક ભારત શ્રેષ્ઠ ભારત છે
  • નડિયાદમાં જિલ્‍લા કક્ષાના ૭૩મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
  • વિવિધ રંગારંગ તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયા
  • નડિયાદ તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક અર્પણ કરાયો

નડિયાદ : ગુરૂવાર : ખેડા જિલ્‍લાના નડિયાદ એસ.આર.પી.ગ્રાઉન્ડ ખાતે જિલ્‍લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે સામાજિક અને શૈક્ષણિક રાજય મંત્રી શ્રી વાસણભાઇ આહિરે ત્રિરંગાને વ્‍યોમમાં લહેરાવ્‍યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ સ્‍વાતંત્ર્ય સેનાનીઓને સ્વાતંત્ર્ય દિનની શુભેચ્‍છાઓ પાઠવી તેમનું શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. મંત્રીશ્રીએ નડિયાદ તાલુકાના સર્વાગી વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક કલેકટરશ્રીને અર્પણ કર્યો હતો.

Mahatma Gandhi E Desha Ne Ajhadi Apavi 02
Mahatma Gandhi E Desha Ne Ajhadi Apavi 02

રાજય મંત્રીશ્રી વાસણભાઇ આહિરે સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં પોતાના પ્રાણની આહૂતિ આપનાર નામી-અનામી સૌ વીર શહિદ સ્વાતંત્ર્ય સેનાનીઓ સહિત પૂ.મહાત્‍મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, શ્યામજી કૃષ્‍ણ  વર્મા અને ચરોતરના જ સપૂત ઇન્‍દુલાલ યાજ્ઞિક જેવા વીર સપૂતોનું સ્‍મરણ કરી તેમને વંદન કર્યા હતા.

રાજય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આજના સ્વાતંત્ર્ય  દિનના ગૌરવ પૂર્ણ દિવસે ગુજરાત સહિત સમગ્ર દેશને અદભૂત આનંદની અનુભૂતિ થઇ રહી છે. ગુજરાતના ચાર સપૂતોએ દેશ અને દુનિયામાં ડંકો વગાડ્યો છે. સ્વાતંત્ર્ય સંગ્રામ વેળાએ મહાત્મા ગાંધીએ દેશને આઝાદી અપાવી તો ચરોતરના સપૂત સરદાર સાહેબે ૫૬૨ જેટલા દેશી રજવાડાઓને એકત્રીત કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. આજે ગુજરાતના બીજા બે સપૂતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહે સાત-સાત દાયકાથી સળગતો કાશ્મીર પ્રશ્ન કલમ ૩૭૦ રદ કરીને એક ઝાટકે હલ કર્યો છે. આપણે સૌ આ વિરલ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બન્યા છે.

Mahatma Gandhi E Desha Ne Ajhadi Apavi 03
Mahatma Gandhi E Desha Ne Ajhadi Apavi 03

તત્કાલિન શાસકોએ આઝાદી વેળાએ કાશ્મીર સંદર્ભે કરેલી ભૂલ હવે દૂર થતાં પ્રત્યેક હિન્દુસ્તાની ગર્વથી છાતી ફુલાવીને કહે છે કે, કાશ્મીરથી લઇને કન્યા કુમારી સુધી એક ભારત શ્રેષ્ઠ ભારત છે. ભારતના મુગટમણિ સમાન કાશ્મીર સામે હવે આંખ ઉઠાવીને જોવાની કોઇની હિંમત નહીં થાય તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

Related Posts
1 of 451

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નિર્ણાયક નેતૃત્વ હેઠળ રાજય સરકાર સંવેદનશીલતા, પારદર્શકતા, નિર્ણાયક્તા અને પ્રગતિશીલતાના ચાર આધારસ્તંભો ઉપર ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસનો નવતર પથ કંડાર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત સરકારે ૬૦૦ જેટલા જનહિતલક્ષી નિર્ણયો કરી ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક્ની જન જનને અનુભૂતિ કરાવી છે.

Mahatma Gandhi E Desha Ne Ajhadi Apavi 04
Mahatma Gandhi E Desha Ne Ajhadi Apavi 04

મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આપણે સૌ સાથે મળીને સિધ્ધિના સોપાનો સર કરવાના છે. આપણે એક ટુકડો આકાશ નહીં પરંતુ વિકાસના આખા આકાશનું નિર્માણ કરવું છે. જનહિતલક્ષી સરકારની સાથે પ્રત્યેક ગુજરાતી ખભે ખભા મિલાવીને વિકાસના પથ ઉપર સાથે રહયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, આઝાદી માટે જાન ન્યોછાવર કરવાનો આપણે અવસર નથી મળ્યો પરંતુ મળેલી  આઝાદીમાં જીવીને વિકાસના કાર્યોને વધુ તેજ રફતારથી આગળ વધારવા માટેનો અવસર સૌને મળ્યો છે. આપણે સૌ આઝાદીના આ પાવન પર્વે દેશ માટે જીવવા સંકલ્પબધ્ધ બનીએ.

Mahatma Gandhi E Desha Ne Ajhadi Apavi 05
Mahatma Gandhi E Desha Ne Ajhadi Apavi 05

મંત્રીશ્રીએ રાજય સરકારની સામાજિક અને શૈક્ષણિક રીતે પ્રછાત વર્ગ કલ્યાણની યોજનાઓ, પ્રવાસન ક્ષેત્રનો વિકાસ, કિસાન કલ્યાણલક્ષી યોજનાઓ, નાગરિક સુરક્ષા તેમજ રાજય સરકારે મેળવેલ નોંધપાત્ર સિધ્‍ધિઓની વિગતો આપી હતી. મંત્રીશ્રીએ ખેડા જિલ્‍લામાં રાજય સરકારની વિવિધ યોજનાકીય સિધ્‍ધિઓની વિસ્‍તૃત વિગતો પણ આપી હતી.

આ અવસરે શાળાના બાળકો દ્વારા રાષ્‍ટ્રભકિતને ઉજાગર કરતા વિવિધ સાંસ્‍કૃતિક તેમજ રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા. મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે ખેડા જિલ્લામાં વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત અધિકારી કર્મચારીઓ, રમતવીરોનું પ્રમાણપત્ર અર્પણ કરી બહુમાન કર્યું હતું. મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે એસ.આર.પી. ગ્રાઉન્ડમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.

Mahatma Gandhi E Desha Ne Ajhadi Apavi 01
Mahatma Gandhi E Desha Ne Ajhadi Apavi 01

મંત્રીશ્રીએ સીવીલ હોસ્પિટલની મુલાકાત લઇ દરદીઓના ખબર-અંતર પુછ્યા હતા. આ અવસરે મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ, સાંસદશ્રી દેવુંસિંહ ચૌહાણ, રેંજ આઇ.જી.શ્રી એ.કે.જાડેજા, કલેકટરશ્રી સુધીર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એન.મોદી, જિલ્‍લા પોલીસ વડા શ્રી દિવ્‍ય મિશ્ર, નિવાસી અધિક કલેટકરશ્રી રમેશ મેરજા, ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી કે.ડી.લાખાણી, પ્રાંત અધિકારીશ્રી લલિત પટેલ, પદાધિકારીઓ, અધિકારીઓ સહિત વિશાળ સંખ્‍યામાં નગરજનો અને શાળાના વિકાર્થીઓ હાજર રહયા હતાં.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More