મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિએ મુખ્યમંત્રીનો સંવેદનસ્પર્શી અભિગમ

મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિના અવસરે મુખ્યમંત્રીશ્રીનો માનવીય સંવેદનસ્પર્શી અભિગમ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિના અવસરે રાજ્યની જેલોમાં સજા ભોગવી રહેલા મોટી વયના કેદીઓ પ્રત્યે માનવીય સંવેદનાસ્પર્શી અભિગમ દાખવી વધુ ૧૫૮ કેદીઓને રાજ્ય માફી આપી જેલમુકત કરવાનો નિર્ણય કર્યો છે.

Mahatma Gandhi Ni 150 Mi Janmajayanti Mukhyamantri No Sanvedana Sparsi Abhigam 01
257

Get real time updates directly on you device, subscribe now.

મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિએ મુખ્યમંત્રીશ્રીનો સંવેદનસ્પર્શી અભિગમ

Related Posts
1 of 323

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિના અવસરે રાજ્યની જેલોમાં સજા ભોગવી રહેલા મોટી વયના કેદીઓ પ્રત્યે માનવીય સંવેદનાસ્પર્શી અભિગમ દાખવી વધુ ૧૫૮ કેદીઓને રાજ્ય માફી આપી જેલમુકત કરવાનો નિર્ણય કર્યો છે.

  • મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિના અવસરે મુખ્યમંત્રીશ્રીનો માનવીય સંવેદનસ્પર્શી અભિગમ
  • રાજ્યની જેલોમાં સજા ભોગવી રહેલા મોટી વયના-પાત્રતા ધરાવતા વધુ ૧૫૮ કેદીઓને રાજ્ય માફી આપી જેલમુકત કરવાનો નિર્ણય
  • રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજ્યંતિની ઉજવણીના ભાગ રૂપે ત્રણ તબક્કામાં રાજ્યના કુલ ૩૮૭ કેદીઓને રાજ્ય માફીનો લાભ

ગૃહ અને જેલ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજાએ મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયની વિગતો આપતાં કહ્યું કે, ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિના આ વર્ષમાં ભારત સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપેલા દિશાનિર્દેશ અનુસાર નિયત કરાયેલી કક્ષાના કેદીઓને રાજ્ય માફી આપવામાં આવે છે.

Also You like to read
1 of 135
Mahatma Gandhi Ni 150 Mi Janmajayanti Mukhyamantri No Sanvedana Sparsi Abhigam 01
Mahatma Gandhi Ni 150 Mi Janmajayanti Mukhyamantri No Sanvedana Sparsi Abhigam 01

તદ્દઅનુસાર, અગાઉ બે તબક્કામાં આવા કુલ ૨૨૯ કેદીઓને રાજ્ય માફી આપી કેદ મુકત કરવામાં આવેલા છે. રાજ્ય માફી મળવાપાત્ર કેદીઓને મુકત કરવાના મુખ્યમંત્રીશ્રીના નિર્ણયને ગુજરાતના રાજ્યપાલશ્રીની અનુમતિ મળતાં હવે વધુ ૧૫૮ કેદીઓને જેલમુકત કરવામાં આવશે.

ગુજરાતમાં આ સાથે કુલ ૩૮૭ કેદીઓને રાજ્ય માફીનો લાભ આપવામાં આવ્યો છે એમ પણ જેલ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. મહાત્મા ગાંધીજીએ કારાવાસના કેદીઓ પણ મુકિત બાદ સમાજમાં પૂનઃપ્રસ્થાપિત થઇને સ્વમાનભેર બાકીનું જીવન જીવી શકે તેવા આશયને ફળીભૂત કરવા શ્રી વિજયભાઇ રૂપાણીએ આ માનવીય અભિગમયુકત નિર્ણય કરેલો છે તેમ શ્રી જાડેજાએ જણાવ્યું છે.

મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જે ૩૮૭ કેદીઓને રાજ્ય માફી આપવામાં આવી છે તેની વિગતો આપતાં કહ્યું કે, ૫૫ વર્ષ કે તેથી વધુ વયની અને ખરેખર થયેલ જેલ સજાના પ૦ ટકા સમયગાળો પૂર્ણ કર્યો હોય તેવી ૧(એક) મહિલા કેદી, ૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા અને ખરેખર થયેલ જેલ સજાના પ૦ ટકા કારાવાસ પૂર્ણ કર્યા હોય તેવા ૫(પાંચ) પુરૂષ કેદીઓ અને એવા ૩૮૧ કેદીઓ કે જેમણે ખરેખર જાહેર થયેલ સજાના ૬૬ ટકા એટલે કે બે તૃંતીયાશ  સમયગાળો જેલવાસ ભોગવ્યો હોય તેવા કેદીઓને રાજ્ય માફી આપવામાં આવી છે. (પી.આર.ઓ./જિતેન્દ્રરામી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More