મહિલા જેલમાં ડિજિટલાઈઝ લીગલ સર્વિસ ક્લિનિક તથા પ્રિઝનર્સ ઇન્ફર્મેશન મોડ્યુલ લોન્ચ

મહિલા જેલમાં ડિજિટલાઈઝ લીગલ સર્વિસ ક્લિનિક તથા પ્રિઝનર્સ ઇન્ફર્મેશન મોડ્યુલ લોન્ચ

સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી એમ.આર.શાહે જણાવ્યું છે કે મહિલાઓના સ્વાસ્થ્ય સુરક્ષા માટે આપણે સૌ ચિંતિત છીએ ત્યારે સાબરમતી મહિલા જેલમાં આજે કાર્યાન્વિત કરાયેલું વેન્ડર મશીન તથા ઇન્સીનરેટર મશીન એક નવતર અભિગમ પુરવાર થશે. સાથે સાથે લીગલ સર્વિસ ક્લિનિક અને પ્રિઝનર્સ ઇન્ફર્મેશન મોડ્યુલ બંદીવાનો અને તેમના પરિવારજનો માટે અત્યંત ઉપયોગી પુરવાર થશે. મહિલાઓનાં મેન્સટ્રુઅલ હાઈઝિન માટે આ એક અનુકરણીય પગલું છે એમ તેમણે ઉમેર્યું હતું.

Mahila Jela Ma Digitalize Legal Service Clinic Tatha Prisoners Information Module Launch 02
238

Get real time updates directly on you device, subscribe now.

મહિલા જેલમાં ડિજિટલાઈઝ લીગલ સર્વિસ ક્લિનિક તથા પ્રિઝનર્સ ઇન્ફર્મેશન મોડ્યુલ લોન્ચ

Related Posts
1 of 323

સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી એમ.આર.શાહે જણાવ્યું છે કે મહિલાઓના સ્વાસ્થ્ય સુરક્ષા માટે આપણે સૌ ચિંતિત છીએ ત્યારે સાબરમતી મહિલા જેલમાં આજે કાર્યાન્વિત કરાયેલું વેન્ડર મશીન તથા ઇન્સીનરેટર મશીન એક નવતર અભિગમ પુરવાર થશે. સાથે સાથે લીગલ સર્વિસ ક્લિનિક અને પ્રિઝનર્સ ઇન્ફર્મેશન મોડ્યુલ બંદીવાનો અને તેમના પરિવારજનો માટે અત્યંત ઉપયોગી પુરવાર થશે. મહિલાઓનાં મેન્સટ્રુઅલ હાઈઝિન માટે આ એક અનુકરણીય પગલું છે એમ તેમણે ઉમેર્યું હતું.

  • નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા સાબરમતી મહિલા જેલમાં મહિલાઓ માટે સેનેટરી નેપકીન ઉપલબ્ધ કરતા ‘વેન્ડીંગ મશીન’ તથા ડિસ્પોઝલ માટે ‘ઇન્સીનેટર  મશીન’ મુકાયું.
  • સેનેટરી નેપકીન ઉપલબ્ધ કરતા મશીનએ – મેન્સ્ટ્રુઅલ હાઇજીન માટે અનુકરણીય પગલું
  • લીગલ સર્વિસ ક્લિનિક તથા પ્રિઝનર્સ  ઇન્ફોર્મેશન મોડ્યુલ   બંદીવાનો માટે અત્યંત ઉપયોગી પુરવાર થશે –  સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી એમ. આર. શાહ
  • “મહિલા કેદીઓની સ્વચ્છતા – સ્વસ્થતા માટે આ નવતર અભિગમ પ્રસંશનીય છે.” – શ્રી વિક્રમનાથજી ચીફ જસ્ટીસ: ગુજરાત હાઇકોર્ટ
  • “મહિલાઓના સ્વાસ્થ્ય સુરક્ષા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મહિલાઓને શારીરિક માનસિક યાતના ન ભોગવવી પડે તે માટે આ સુવિધાઓ ઉભી કરાઈ છે.” શ્રી પ્રદિપસિંહ જાડેજા
  • મહિલા જેલમાં ડિજિટલાઈઝ લીગલ સર્વિસ ક્લિનિક તથા પ્રિઝનર્સ ઇન્ફર્મેશન મોડ્યુલ લોન્ચ કરાયું.
Mahila Jela Ma Digitalize Legal Service Clinic Tatha Prisoners Information Module Launch 01
Mahila Jela Ma Digitalize Legal Service Clinic Tatha Prisoners Information Module Launch 01

આજે સાબરમતી મહિલા જેલમાં નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી તથા રાજ્યના જેલ વિભાગ દ્વારા મહિલા કેદીઓની આરોગ્ય સુવિધા સચવાય તેવા ઉદ્દેશથી સેનેટરી નેપકીન ઉપલબ્ધ કરતા ‘વેન્ડીંગ મશીન’ તથા તેના  સુયોગ્ય નિકાલ  – ડિસ્પોઝલ માટે મુકાયેલા ‘ઈન્સીનરેટર મશીન ‘ incinerator machine મહાનુભાવોએ ખુલ્લા મુક્યા હતા.

આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી વિક્રમનાથ, કાયદા રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા , હાઇકોર્ટના જસ્ટીસ શ્રી એસ. આર. બ્રહ્મભટ્ટ,  શ્રી આર.એમ. છાયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીની નાગપુર ખાતે મળેલી ૧૭ મી નેશનલ મીટમાં આ મુદ્દા ઉપર વિચારણા કરાઇ હતી. મહિલાઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઈઝિનની સમજ અને જાગૃતિ અત્યંત જરૂરી છે. આ બાબતની બેદરકારી કે સુવિધાના અભાવે  કેન્સર જેવી ગંભીર બીમારી મહિલાઓને થઈ શકે છે. ત્યારે જેલવાસ ભોગવતી મહિલાઓ માટે આ સુવિધા અત્યંત ઉપયોગી પુરવાર થશે.

Mahila Jela Ma Digitalize Legal Service Clinic Tatha Prisoners Information Module Launch 02
Mahila Jela Ma Digitalize Legal Service Clinic Tatha Prisoners Information Module Launch 02

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એ વધુમાં જણાવ્યું હતું કે આજે આખા દેશમાં સ્વચ્છતાની ઝુંબેશ ચાલી રહી છે. નાગપુર ખાતે મળેલી લીગલ સર્વિસ મિટમાં મહિલા કેદીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઈઝિનને ધ્યાનમાં રાખીને સેનેટરી નેપકીન ઉપલબ્ધ કરાવવાની વિચારણા કરાઇ હતી. ગુજરાત દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહ્યું છે ત્યારે આજે સાબરમતી મહિલા જેલમાં સૌ પ્રથમ વખત આ વેન્ડર મશીન પણ રખાયુ છે. એટલું જ નહીં તેના સુયોગ્ય  નિકાલ માટે ઇન્સીનરેટર મશીન પણ રખાયું છે. તેનો સમુચિત ઉપયોગ કરીને મહિલા  બંદિવાનો પોતાની શારીરિક  સ્વસ્થતા જાળવવાની સાથે – સાથે સ્વચ્છતા અભિયાનમાં પોતાનું યોગદાન આપી શકશે.

Also You like to read
1 of 135

શ્રી શાહે જણાવ્યું હતું કે આવેશમાં આવીને ગુનાહિત કૃત્ય પછી જેલવાસ ભોગવતા કેદીઓની સાથે – સાથે તેમના પરિવારજનો પણ માનસિક યાતના ભોગવતા હોય છે , ત્યારે જાણકારીના અભાવે તેમના કેસોમાં પણ અડચણ ઊભી થતી હોય છે. કેસની સ્થિતિ, મુદતની તારીખ, કઈ કોર્ટમાં કેસ છે? તેની સંપૂર્ણ માહિતી માટે પ્રિઝનર્સ ઇન્ફર્મેશન મોડ્યુલ કાર્યાન્વિત કરાયું છે. તે બંદીવાનો માટે તથા તેમના પરિવારજનો માટે અત્યંત ઉપયોગી પુરવાર થશે.

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી વિક્રમનાથે જણાવ્યું હતું કે મહિલાઓની સ્વચ્છતા-સ્વસ્થતા માટે આ નવતર અભિગમ કાર્યાન્વિત કરાયો છે તે પ્રશંસનીય છે. સાથે-  સાથે પ્રિઝનર્સ ઇન્ફર્મેશન  મોડ્યુલ કેદીઓ ઉપરાંત તેમના પરિવારજનો માટે પણ ઉપયોગી પુરવાર થશે . અહીં કાર્યાન્વિત કરાયેલા  લીગલ સર્વિસ ક્લિનિકમા દર શુક્રવારે કાયદા નિષ્ણાતો- મહિલા એડવોકેટ  ઉપસ્થિત રહેશે.  જેલની મહિલા કેદીઓ તેમની પાસેથી જાણકારી અને જાગૃતિ મેળવી શકશે એમ તેમણે ઉમેર્યું હતું

.

Mahila Jela Ma Digitalize Legal Service Clinic Tatha Prisoners Information Module Launch 03
Mahila Jela Ma Digitalize Legal Service Clinic Tatha Prisoners Information Module Launch 03

ગૃહ અને કાયદા રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે મહિલાઓના સ્વાસ્થ્ય –  સુરક્ષા માટે કટિબદ્ધ રાજ્ય સરકારે મહિલા કેદીઓના સ્વાસ્થ્યની સુરક્ષાને પણ એટલું જ મહત્વ આપ્યું છે. મેન્સ્ટ્રુઅલ હાઇઝિન બાબતે નાગપુરમાં મળેલી લીગલ સર્વિસીસ ઓથોરિટી મિટમાં પણ ઉલ્લેખ કરાયો હતો. કોઈ ક્ષણમાં આવેશમાં આવીને ગુનો આચરીને બંદીવાન બનેલી મહિલાઓ માટે આ એક નવતર સુવિધા ઉભી કરાઇ છે. આપણી સામાજિક વ્યવસ્થા, સ્ત્રી સહજ લજ્જા અને સંકોચ તેમજ મેન્સટ્રુઅલ હાઈઝિનની જાણકારી -જાગૃતિના અભાવે મહિલા કેદીઓએ શારીરિક માનસિક યાતના ભોગવી ન પડે તે માટે આ સુવિધા ઉભી કરાઇ છે. સાથે મહિલા કેદીઓે નિયમો અને  કાયદાની જાણકારીના અભાવે અસુવિધાનો ભોગ ન બને તે માટે જેલમાં લીગલ સર્વિસ ક્લિનિક શરૂ કરાયું છે.

રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શક નેતૃત્વમાં રાજ્ય સરકાર પારદર્શકતા, ગતિશીલતા , નિર્ણયાકતા અને સંવેદનશીલતાના માપદંડો સાથે આગળ વધી રહી છે. સાથે – સાથે જેલોમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકારે અનેક પ્રકારની કામગીરી કરી  છે. તેના દ્વારા મહિલાઓને વિકાસના તમામ ક્ષેત્રે મુખ્ય પ્રવાહમાં લાવવાનો  નિર્ધાર છે એમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ આ પ્રસંગે રાજ્યની જેલોમાં ઉપલબ્ધ સુવિધાઓ અને જેલ સુધારણા અંતર્ગત હાથ ધરાયેલા કામોની જાણકારી આપી હતી. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંઘે જણાવ્યું હતું કે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી અને ગુજરાત રાજ્ય કાનૂની સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે મહિલા જેલમાં વેન્ડીંગ મશીન તથા ઇન્સીનરેટર મશીન મુકાયા છે. મહિલા કેદીઓને સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.રાજ્યમાં હાલ ૫૫૦ પૈકી ૧૨૪ મહિલા કેદીઓને આ સુવિધા ઉપલબ્ધ થશે. રાજ્યના અન્ય શહેરોમાં પણ આ સુવિધા આગામી સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Mahila Jela Ma Digitalize Legal Service Clinic Tatha Prisoners Information Module Launch 04
Mahila Jela Ma Digitalize Legal Service Clinic Tatha Prisoners Information Module Launch 04

આ પ્રસંગે મહાનુભાવોએ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ – ગુજરાત હાઇકોર્ટના ઉપક્રમે સ્થાપિત ડિજિટલાઈઝ લીગલ સર્વિસ ક્લિનિકને ખુલ્લુ મુકયું હતું.  જેમાં મહિલા બંદીવાનો કાયદાકીય જાણકારી મેળવી શકશે . સાથે-સાથે પ્રિઝનર્સ ઇન્ફર્મેશન મોડ્યુલનુ પણ લોન્ચિંગ કરાયું હતું. આ પ્રકારનું મોડ્યુલ  સમગ્ર દેશમાં સર્વપ્રથમ  સાબરમતી મહિલા જેલમાં લોન્ચ કરાયું છે. આ મોડ્યૂલમાં તમામ જેલના કેદીઓના પરિવારજનોની માહિતી તથા કેદીઓના કેસને લગતી માહિતી ઉપલબ્ધ થશે.

આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટારશ્રી, અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી કે .એન.એલ. રાવ, નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના ઓથોરિટીના સત્તાધિકારીઓ, અધિક મુખ્ય સચિવ પોલીસ, નાયબ સચિવ જેલ, જેલ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક, જિલ્લા કોર્ટ અમદાવાદ ગ્રામ્યના જજ, આઇટી સેલના રજીસ્ટાર તથા અધિકારીઓ અને કર્મચારીઓ તથા મહિલા કેદી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More